‘ચાલો આપણે બધા જ  સાથે મળીને  કુદરતી ઓકિસજન ફેકટરી બનાવીએ’

હાલમાં કોરોનાકાળમાં ઓકિસજનની જરૂરીયાત બધા જ લોકો સમજી ગયા છે અને છેલ્લા 4 થી 5 વર્ષ થયા વૃક્ષારોપણ માટે જાગૃતિ પણ ખુબ આવી છે દરેક લોકોના મનમાં એક ઝાડ વાવવું એવો સંકલ્પ આવી ગયો છે. ત્યારે મિત્રો આપણે જરૂરી એવું વૃક્ષારોપણ કરવા માટે વિશ્વ વિખ્યાત એવી મીયાવાકી પધ્ધતિ અપનાવીએ અને ઓછા ખર્ચ, ઓછી જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવીએ જેની માવજત પણ કરવી પડતી નથી.

આ પધ્ધતિથી વાવવા માટે મીનીમમ 4 મીટર થી 3 મીટર વચ્ચે દરેક દોઢ ફૂટના અંતરે કે બે ફૂટના અંતરે નાનામાં નાના ઝાડ વાવવામાં આવે છે અને આમાં દરેક પ્રકારના વૃક્ષોનું વાવેતર થતું હોવાથી એકબીજાને ખોરાક, ઓકિસજન, તડકો અને પવનથી રક્ષણ મળતું હોય વૃક્ષોને વધવામાં ખૂબ મોટો ફાયદો થાય છે તેવું જોવામાં આવ્યું છે. પાણી માટે ટપક પધ્ધતિ મુકયા પછી 3 વર્ષ સુધી તેનું કોઈપણ જાતનું ધ્યાન રાખવું પડતુ નથી. એક સામાન્ય ઝાડને પાણી પાવું, પીંજરું લગાવવું અને માવજત કરવી તે ખર્ચાળ છે તેને બદલે સૌ સાથે મળીને ખલ્લા પ્લોટોમાં સ્કૂલના મેદાનમાં કે ઘણી બધી ખરાબાની જગ્યામાં ફકત ફેન્સીંગ કરીને બોર બનાવીને સોલાર પાવરથી ટાઈમર સાથે પાણી આપવામાં આવે તો સામાન્ય ઝાડ કરતાં 10 ગણો ઝડપી વિકાસ થાય છે.

દરેક જાતના વૃક્ષ વાવવાથી પશુ-પક્ષીઓને રહેઠાણ અને ખોરાક મળે છે, પાંદડા અને તેની ડાળીઓ તટીને નીચે પડવાથી તેનો ખોરાક બની જાય છે અને જમીન પોચી, ફળદાયી બનતા પાણીની પણ બચત થાય છે, પાણી જમીનમાં ઉતરે છે, જે શુધ્ધ છે અને જમીનમાં આપણને જાણ છે કે તળીયામાં 35 થી 40 ફૂટે પાણી હતું તે ઠંડીમાં આપણને મળતું હતું તે આજે 600 થી 1000 ફૂટે પણ મળતું નથી જે આ પધ્ધતિથી વાવતાં આપણને ઉપર મુજબ ઘણા બધા ફાયદાની સાથે સાથે ઓકિસજનનો સૌથી મોટો ફાયદો મળશે.અને તેના થકી મન અને શરીર ની તંદુરસ્તી પણ વધશે વાતાવરણ સુધરશે. અને તેના થકી મન અને શરીર ની તંદુરસ્તી પણ વધશે વાતાવરણ સુધરશે.

આ કાર્ય માટે સરકારે ઠેકઠેકાણે વર્ષોથી નર્સરીનું આયોજન કરી લોકો સુધી વૃક્ષો ખૂબ ઓછા દરે વિતરણ કરવામાં આવે છે અને ઘણી બધી સામાજીક સંસ્થાઓ આ માટે સતત પ્રત્યેનશીલ છે લોકો સુધી વૃક્ષો પહોંચે તેમના ઘરે ઝાડની વાવણી કરી આપે છે.

આવી જ એક સંસ્થા સદભાવના ટ્રસ્ટ ખૂબ જ સુંદર કાર્ય કરી બધા જ રસ્તાઓ અને ઘરોમાં રાજકોટ શહેરની સાથે સાથે ગુજરાત ઘણા શહેરોમાં વૃક્ષોની પીંજરા સાથે વાવણી સાથમાં જ 3 વર્ષ સુધી તેને ઉછેરવાની જવાબદારી નિભાવે છે અને રાજકોટ શહેરમાં ઘણી બધી જગ્યાઓએ તેઓએ મીયાવાકી જંગલો પણ ઉભા કરેલ છે.

મારી આપ સૌનો નમ્ર વિનંતી છે કે જેની પાસે 4સ3 મીટરથી વધુ જગ્યા હોય ત્યાં ચોકકસપણે મીયાવાકી જંગલ ઉભું કરીએ અથવા તો આવી સંસ્થા માં તન,મન અને ધન થી જોડાઈને માનવસેવા, પશુ-પક્ષી સેવા, અને પર્યાવરણ અને વાતાવરણને શુધ્ધ કરવામાં આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ એ જ સાચી પ્રભુસેવા

ભારત સરકાર અને ગુજરાત સરકાર તેમજ સંસ્થાઓને નમ્ર વિનંતી કે સદભાવના દ્વારા ગુજરાત ને ગ્રીન કરવાનો પ્રોજેક્ટ શરૂ છે ત્યારે આપણે મિયાવાકી ને બદલે સદભાવના વન નામ આપી. આ પધ્ધતિ ને વિશ્વ સ્તરે વિકસાવી જોઈએ.

સંકલન: રમેશભાઈ ઠકકર