Abtak Media Google News
  • કોર્પોરેશન દ્વારા  78માં સ્વાતંત્ર્ય પર્વની અટલ સરોવર ખાતે ઉજવણી: મેયર નયનાબેન પેઢડિયાએ ધ્વજવંદન કર્યું
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા   સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત અટલ સરોવર  ખાતે મેયર નયનાબેન પેઢડીયાએ ત્રિરંગો લહેરાવી, ધ્વજવંદન કરીરાષ્ટ્રધ્વજને સલામી  આપી હતી.
  • આ તકે મેયરે જણાવ્યું હતુ કે, સામાજિક સમરસતા થકી સર્વે માટે સમાન તક જળ, જમીન અને વાયુ પ્રદુષણ અટકાવીએ, આવનારી પેઢીને સ્વચ્છ સંશાધનો ઉપલબ્ધ કરાવીએ, લોકલ ફોર વોકલને ઉત્તેજન આપીએ જેમાં સ્વાવલંબી ભારત-સમર્થ ભારત બનાવવા આપણે સૌ રાષ્ટ્રના વિકાસમાં સ્વદેશી અપનાવીએ.

સંગઠિત સમાજની એકતા થકી રાષ્ટ્રની રક્ષા કરીએ. રાષ્ટ્ર સુરક્ષિત બનાવીએ જેથી અંદર બહારની આંતકવાદી શક્તિ, રાષ્ટ્ર વિરોધી શક્તિ સામે સૌ એકતાથી સામનો કરીએ. સામાજિક, સાંસ્ક્રુતિક અને આર્થિક પડકારો સામે સૌ સાથે મળી સામનો કરીએ અને એક સમર્થ રાષ્ટ્ર ભારત બનાવવા અગ્રેસર રહીએ. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમારોહમાં   શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર  નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર  દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા,મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સીધ્ધપુરા,શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, એસ્ટેટ સમિતિના ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરિયા, કોર્પોરેટરો ડો. નેહલ શુક્લ, નરેન્દ્રભાઈ ડવ,રુચીતાબેન જોષી, ડો. અલ્પેશભાઈ મોરઝરીયા, જ્યોત્સનાબેન ટીલાળા, દક્ષાબેન વસાણી, મંજુબેન કુંગસીયા, કીર્તીબા રાણા,  ઉપસ્થિત રહ્યા હતા.

70 મીટરના રાષ્ટ્ર ધ્વજનું લોન્ચિંગ

‘સ્વાતંત્ર્ય પર્વ’ની ઉજવણી સમારોહ બાદ સૌરાષ્ટ્રના પ્રથમ મેક્સિમમ હાઈટના ફ્લેગમાસ્ટનું ઉદ્ઘાટન   અટલ સરોવર ખાતે કરવામાં આવ્યું  હતુ.  આ ફ્લેગમાસ્ટની વિશેષતા એ છે કે તેની ઊંચાઈ 70 મીટર છે, જે સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચી છે. આ રાષ્ટ્રધ્વજના ફલેગ પોલની ડિઝાઇન અને ઊંચાઈને ધ્યાનમાં રાખીને તેની કાપડની લંબાઈ અને પહોળાઈ પણ ખાસ નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ 21 મીટર અને પહોળાઈ 14 મીટર છે. આ અનોખા ફ્લેગમાસ્ટના નિર્માણમાં મહત્વપૂર્ણ ટેક્નિકલ પાસાંઓ અને સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.