Abtak Media Google News

કોરોનાના કાળા કહેરને કાબૂમાં લેવો એકલા તંત્રના હાથમાં રહ્યું નથી સામાજિક સંસ્થા, એનજીઓ અને રાજકીયપક્ષોએ પણ મેદાને ઉતરવું જરૂરી 

તમારી સુરક્ષા તમારા કુટુંબ માટે અતિ આવશ્યક છે ઘરે જ રહો સુરક્ષિત રહો, કામ સિવાય બહાર ન નીકળવાની લોકોને અપીલ 

કોરોના મહામારીએ વિશ્વ આખાને હતપ્રત કરી દીધું છે. વૈશ્વિક મહામારીના આ કપરાકાળમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો, ડોકટરો, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો છેલ્લા એક વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હાલ વાયરસ વધુ વકરતા ફરી મોટુ જોખમ ઉભુ થયું છે. ભારતમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, ગુજરાતમાં સ્થિતિ વણસતી જઈ રહી છે. જેને કાબુમાં લેવા તંત્રના હાથ પણ હેઠા પડી રહ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાત અને ખાસ એમાં સૌરાષ્ટ્ર મોટા જોખમમાં સપડાયું છે. દિપ પ્રતિદિન કેસ ઝડપભેર વધતા સૌરાષ્ટ્રના પાટનગ એવા રાજકોટ પર ભારણ વધતું જઈ રહ્યું છે. સ્થિતિ ખૂબ દયનીય બનતી જઈ રહી છે. કોરોનાને અંકુશમાં લેવા એકલા તંત્રના હાથમાં ન રહ્યું હોય તેમ ચારેકોર ગંભીર સ્થિતિ ઉપજી છે. વાયરસને નાથવાની આ વૈશ્ર્વિક મહામારીની લડાઈમાં તંત્ર ઉણુ ઉતરતા હોસ્પિટલોમાં બેડ, ઓકિસજનની વ્યવસ્થા તેમજ રસી ઈજેકશન જેવી કોરોનાની દવાની અછત વર્તાઈ રહી છે. જેને પૂરવા અને કપરાકાળમાંથીમજબુતાઈભેર ઉઠવા સૌ કોઈએ આગળ આવવાની જરૂર છે. આ જરૂરીયાતને સમજી અને પ્રાથમિકતા આપી નઅબતકથ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાયા બાદ એક નવું અભિયાન ચાલો મહામારીને સાથે મળીને મારીએ શરૂ કરાયું છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં કોરોનાગ્રસ્ત દર્દીઓનાં વિવિધ પ્રશ્ર્નોને વાચા આપી હલ કરવાના પ્રયત્ન સાથે મહામારીની આ લડાઈમાં તંત્ર અને લોકોને મદદરૂપ થવાશે. આ અભિયાનમાં સામાજીક સંસ્થાઓ, એનજીઓ અને રાજકીય પક્ષોને જોડાવાની અપીલ કરાઈ છે. જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. અને ખંભા સાથે ખંભો મીલાવી એક સાથે મળીકોરોનાના કપરાળને નાથવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિભિન્ન શ્રેષ્ઠીઓ અને સામાજીક સંસ્થાઓ આગળ આવી છે.

319718852 Corona 1532X900 Adobestock

વકરતા કોરોનાને કઈરીતે કાબુમાં લેવો?? આ માટે હજુ તંત્ર અને સરકારે શું કરવાની જરૂરીયાત છે?? તો સાથે લોકોએ પણ સહયોગ આપવો જોઈએ તેવા પ્રશ્ર્નોના ઉતરમાં સામાજીક સંસ્થા અને શ્રેષ્ઠીઓને ઘણા ધ્યાને લેવા જેવા સૂચનો કરેલા જે તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ધ્યાને દોરી અમલવારી કરાવવા તત્પરતા દાખવી છે. સામાજીક શ્રેષ્ઠીઓએ કરેલા સલાહ સૂચનો કે જેમાંથી મહત્વના પરિબળોની ચર્ચા કરીએ જે નીચે મુજબ છે.

ઓકિસજનની સુવિધા દર્દીના ઘરે પહોચે તેવી ચેઈન ઉભી કરવી જોઈએ

કોરોના મહામારીની આ લડાઈમાં હાલ ઓકિસજન, વેકિસન, રેમડેસિવિર ઈન્જેકશન જ રામબાગ અસ્ત્ર સમાન મનાઈ રહ્યા છે.કેસનુ ભારણ વધતા ઓકિસજનની જરૂરીયાત પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. આવા સમયે હોસ્પિટલ, કોવિડ સેન્ટરોની સાથે દર્દીના ઘરે પ ઓકિસજનની સુવિધા પહોચે તેવી આખી ચેઈન ઉભી કરવામાં આવે તો ઘણી સરળતા થઈ જશે. શ્વાસ લેવામાં તકલીફ થતા દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવું નહી પડે અને તમામ બેડ ભરેલા હોવાની સમસ્યા પણ હલ થશે.

કોરોના સામેના અસ્ત્ર માનાતા ઈન્જેકશનનો વ્યાજબી ભાવ મળે

કોરોનાની મહામારીમાંથી ઉગરવા હાલ રેમડેસિવિર ઈન્જેકશનોને વધુ પ્રાધાન્યતા અપાઈ રહી છે. જેનો જથ્થો પણ દેશમાં જરૂરી માત્રામાં ઉપલબ્ધ ન હોવાથી મોટી અછતરૂપ પણ છે. આવા સમયે પણ ઘણા નગીધડાઓથ પરિસ્થિતિનો લાભ ખાટવા મેદાને ઉતર્યા છે. અને ઈન્જેકશનોના ભાવ અનેકગણા વસુલી રહ્યા છે. જેને નિયંત્રિત કરી વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા જરૂરી છે.

નર્સિંગ કોલેજોને ફરજીયાત કોવિડ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે

કેસ ઝડપભેર વધતા હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ જઈ રહી છે. ઘણી હોસ્ટેલો, હોટેલોને કોવિડ સેન્ટરમાં રૂપાંતરીત કરવામાં આવી છે. પણ કેસ જે રીતે વધી રહ્યા છે. તે પ્રમાણે હજુ વધારે કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની જરૂરિયાત છે. ખાસ ગ્રામ્ય વિસ્તારમાં ધ્યાન દેવાની જરૂર છે. આ માટે હવે, નર્સિંગ કોલેજોને પણ કોવિડ સેન્ટરમાં તબદીલ કરવી જરૂરી છે.

કોવિડ સેન્ટરમાં ફરજીયાત ઓકિસજન સુવિધા ઉભી થાય

રાજકોટ-સૌરાષ્ટ્રના ઘણા એવા સેન્ટરો છે. જયાં ઓકિસજનની સુવિધા ઉપલધ્ધ નથી પરંતુ ઈમરજન્સી, સમયે આ સેવા હોવી ખૂબ જરૂરી છે. આથી તમામ કોવિડ સેન્ટરમાં ફરજીયાત ઓકિસજન સુવિધા ઉભી થાય તે જરૂરી છે.

સરકાર ફાયર એનઓસી, સર્ટિફિકેટ સહિતના નિયમો 90 દિવસ માટે હળવા કરે

હાલ કોવિડ સેન્ટરની જરૂરિયાત ખૂબ વધુ છે. પરંતુ આ સેન્ટરો ઉભા કરવામાં બાધારૂપ એ પણ છે કે ઘણી હોસ્પિટલો પાસે ફાયર એનઓસી કે સર્ટિફીકેટ નથી આથી આવા સ્થળો કે હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરવાની સરકાર મંજૂરી પ્રદાન કરતી નથી. જોકે સ્થિતિને ધ્યાને લઈ નિયમોમાં થોડી બાંછોડ કરવી પણ જરૂરી છે. જેને ધ્યાને લઈ સરકાર 90 દિવસ માટે હળવા કરે તેવું સુચન છે.

મૃત્યુ પામેલા કોરોનાગ્રસ્ત દર્દીઓનાં અંતિમ સંસ્કાર રાજકોટથી 30 કિમી દૂર આવેલા સ્મશાનમાં થાય

કોરોનાના કેસ વધતા મૃત્યુ દર પણ ઝડપભેર વધી જઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલો તો ઠીક પણ સ્મશાનોમાં પણ ભારણ વધ્યું છે. રાજકોટના રામનાથપરા મુકિતધામમાં શહેરનાં 50 ટકા ડેથબોડીના અંતિમ સંસ્કાર થાય છે. આવા સમયે અહી ભારણ ઘટે અને રાજકોટ શહેરથી 30 કિલોમીટર દૂર આવેલા સ્મશાનમાં અંતિમવિધિ થાય તેવી શહેરનાં શ્રેષ્ઠીઓએ માંગ ઉચ્ચારી તંત્રને સલાહ સૂચનો કર્યા છે.

સરકાર હકિકત બતાવે, સાચા આંકડા રજૂ કરે

એક તરફ કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ મૃત્યુ દર પણ વધતો જઈ રહ્યો છે. કેસની સંખ્યા ઝડપભેર વધી છે. દેશમાં નવાકેસ ફરી દોઢલાખને પાર થઈ ગયા છે. પરંતુ આ આંકડો હજુ સાચુ ચિત્ર સ્પષ્ટ કરતો હોય તેવુંલાગતુ નથી. શ્રેષ્ઠી, આગેવાનોએ કહ્યું કે, સરકારે હકિકત રજૂ કરવી જોઈએ. સાચા આંકડા રજૂ કરવા જોઈએ જેથી હકિકત ખબર પડે અને પરિસ્થિતિને યોગ્ય રીતે કાબુમાં લેવાનું ચિત્ર સ્પષ્ટ થાય.

અમદાવાદની જેમ રાજકોટમાં પણ ઉછઉઘ હોસ્પિટલ શરૂ થાય

અમદાવાદમાં તાજેતરમાં ડીઆરડીઓ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. કોરોનાના કેસોને કાબુમાં લઈ વાયરસને નાથવા રાજકોટમાં પણ આ પ્રકારે હોસ્પિટલ શરૂ કરવામાં આવે તો સ્થિતિ પર કાબુ લેવામાં ઘણી સરળતા રહેશે.

કોરોનાના કપરાકાળમાંથી ઉગરવા હવે તંત્રને પાછળ ટેકો માટે સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને મીડિયા જગતે પણ ઉતરવું પડશે. માત્ર સમાચારો માટે ફિલ્ડ વર્ક નહિ પણ કોરોનાને નાથવા પણ ફિલ્ડવર્ક કરવું પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.