Abtak Media Google News

ભજન અને સૂફી સંગીતનું ફયુઝન તેમજ લોકગીત સહિતનો થાળ રજુ થશે

ચાલને જીવી લઇએ અંતર્ગત આપણે ભજન, સંતવાણી, હસાયરો, હિન્દી ફિલ્મી ગીતોને માણ્યા છે ત્યારે આજનો કાર્યક્રમ કંઇક ખાસ છે. આજે આપણે નાની ઉમરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા બાળ કલાકારોને સાંભળવાના છીએ.

હાલમાં સૌ કોઇ જયારે પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મુકી રહ્યું છે.

ત્યારે આજના આપણા કલાકાર અક્ષીલ પટેલ અને હર્ષ પીપળીયા મહાદેવની સ્તુતી, સંસ્કૃતિને ઉજાગર કરતાં લોકગીતો, ભજન અને સૂફીનું મિશ્રણ, ગુરૂવાણી રજુ કરશે. સંગીત નિખાલસ હોય છે ત્યારે આજે સંગીતને રજુ કરનાર પણ બાળકો જ છે. અને બન્ને કલાકારો ૧૮ વર્ષથી નાની વયના છે. હર્ષ તેમના ગુરૂના સાનિઘ્યમાં ટ્રેનીંગ લઇ રહ્યા છે.

અક્ષિલ પિયુબેન સરખેબ પાસેથી ટ્રેનીંગ લઇ રહ્યા છે. ખરેખર તેમને સાંભળવા એક લ્હાવો છે.  ત્યારે આજે આપણે આ બન્ને બાળ કલાકારો ને સાંભળીશું ખાસ આપ માટે જ અમો નિયમિત  પણે અલગ અલગ કલાકારોને આપ સમક્ષ રજુ કરીએ છીએ.

આજે અક્ષીલ પટેલ અને હર્ષ પીપળીયાની જમાવટ

  • ગાયક:- અક્ષીલ પટેલ, હર્ષ પીપળિયા
  • એન્કર:- પ્રિત ગોસ્વામી
  • તબલા:- શ્યામભાઇ ધામેચા
  • કિબોર્ડ:- હિતેષભાઇ ગોસ્વામી
  • ઓકટોપેડ:- હેમાંગભાઇ ધામેચા
  • સંકલન:- મયુરભાઇ બુઘ્ધદેવ
  • સાઉન્ડ:- ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઉભડીયા
  • કેમેરામેન:- જુનેદ જફાઇ, સાગર ગજજર

2 7

આજના સુમધુર ગીતો….

  • હે જગ જનની, હે જગદંબા
  • કાન તારી રે મોરલીએ મોહીને….
  • મણિયાતા હાલુ હાલુ થઇ વીયો….
  • મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ….
  • તમે છો નંદના લાલા રે, કાનુળા મોરલી વાળા રે….
  • કૃષ્ણ ભગયવાન ચાલ્યા દ્વારીકાને….
  • ગુરૂના ચરણમાં મારે કાયમરે દિવાળી….
  • શિવ વંદના….
  • સોમનાથ મહાદેવની આરતી….
  • મોસે નૈના મિલે કે….
  • મારા રામાધણી….
  • લાગા ચુનરી મે દાગ….
  • રામાપીરનું છપાકરૂ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.