- અંજાર પોલીસે બાવળની ઝાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો
- વિવિધ 372 બોટલ જેની કિંમત કુલ મળીને 2,59,908 રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત
- વરસાણા ગામના ફરાર આરોપી પ્રદીપસિંહ હેતુભા જાડેજાની શોધખોળ હાથ ધરાઈ
અંજાર પોલીસે વરસાણા ગામ નજીક બાવળની ઝાડીમાંથી 2.59 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો; આરોપી ફરાર
પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ પૂર્વ કચ્છ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા અને દારૂને નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે વરસાણાથી સૈયદપીરની દરગાહ તરફ જતા રોડ પર ચૌધરી બેન્સાની પાછળ તપાસ કરતા ગટરની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં વિવિધ 372 બોટલ જેની કિંમત કુલ મળીને 2,59,908 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં વરસાણા ગામના પ્રદીપસિંહ હેતુભા જાડેજા નામના આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલ, પો.સબ.ઈન્સ. એસ.જી. વાળા અને પોલીસ સ્ટાફના અન્ય સભ્યો જોડાયા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી