લ્યો કરો વાત… ઉઠી ગયેલી પાર્ટીએ 20 વર્ષ માટે લાયસન્સ રીન્યુની માંગણી કરી!!

લ્યો કરો વાત…. ઉઠી ગયેલી પાર્ટીએ 20 વર્ષ માટે લાયસન્સ રિન્યુની માંગણી કરી. આ વાત થઈ રહી છે અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનની. આર. કોમ પર આશરે 26 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. દેવામાં ડૂબેલી આ કમ્પનીને વધુ 20 વર્ષ દોડાવવા અનિલ અંબાણીએ લાયસન્સ રીન્યુ કરાવવા ટેલિકોમ ડિપાર્ટમેન્ટને રજુઆત કરી છે.

રૂપિયા 26 હજાર કરોડના દેવામાં ડુબેલી અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને વધુ 20 વર્ષ દોડાવવા ટેલીકોમ વિભાગ સમક્ષ માંગ

રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ)ને વધુ 20 વર્ષ માટે ચલાવવા અને તેના લાયસન્સ રીન્યુ માટેનો હેતુ સ્પેક્ટ્રમ પર તેના અધિકાર જાળવવા અને તેનો એન્ટરપ્રાઇઝ બિઝનેસ ચાલુ રાખવાનો છે તેમ અનિલ અંબાણીએ જણાવ્યું છે. જો કે રિલાયન્સ કોમ્યુનિકેશનને આ વધુ 20 વર્ષ માટે મજૂરી મળશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે. આ માટે દૂરસંચાર વિભાગએ કંપની પાસેથી જવાબમાં તેની માલિકી વિગતો વિશે પૂછ્યું છે. વધુ વિગતો મંગાવી છે. જણાવી દઈએ કે અનિલ અંબાણીની માલિકીની આ કંપની હાલમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી) હેઠળ નાદારી પ્રક્રિયાનો સામનો કરી રહી છે. ઓપરેટર તરીકે આરકોમનું લાઇસન્સ આગામી જુલાઈ માસમાં સમાપ્ત થઈ રહ્યું છે. આથી તેના રીન્યુ નવીકરણ માટે ડીઓટી (ટેલિકોમ ડિપાર્ટમેન્ટ) પાસે પહોંચ્યું છે.