Abtak Media Google News

સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા: કરિયાવરમાં લાખેણી ચીજવસ્તુઓ અપાય

લાઠી શહેર માં સમસ્ત લેઉવા પટેલ ટ્રસ્ટ આયોજિત સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો લાઠી શહેર માં સમસ્ત લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ આયોજિત સાતમાં સમૂહ લગ્નોત્સવ માં ૨૫ નવદંપતિ ઓ એ સપ્તપદી ની પ્રતિજ્ઞા લીધી હતી

લાઠી શહેર માં શ્રી લાઠી લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા સાતમા સમૂહ લગ્નોત્સવમાં ૨૫ નવદંપતી એ સપ્તપદી ની પ્રતિજ્ઞા અને આદર્શ દામ્પત્ય જીવન ની શીખ આપતા અનેકો મહાનુભવો સંતો ઉદારદીલ દાતાઓની ઉપસ્થિતિ માં ભવ્ય રીતે સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા

Img 20191111 Wa0031

 

લાઠી લેઉવા પટેલ ટ્રસ્ટ આયોજિત સાતમા સમૂહ લગ્નોત્સવમાં કાગવડ ખોડલધામના નરેશભાઈ પટેલ રામકૃષ્ણ એક્સપોર્ટ ના ગોવિદભાઈ ધોળકિયા લાઠી ભામાશા મનજીભાઈ ધોળકિયા શિવમ જેવલર્સ ના ઘનશ્યામભાઈ શંકર સાંસદ કાછડીયા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા માજીધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડ ખોડલધામ ટ્રસ્ટ ના વસંતભાઈ મોવલિયા સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં ૨૫ નવદંપતી ઓ ને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ની શુભેચ્છા પાઠવી હતી

લાઠી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન ઉદારદીલ દાતા ઓ સ્વંયમ સેવકો ના સંકલનથી સાતમાં સમૂહ લગ્નોત્સવની ઉત્તમોત્તમ વ્યવસ્થા ની સરાહના કરતા અનેકો મહાનુભવો અભિભૂત થયા હતા

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

લાઠી સમસ્ત લેઉવા પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવ માં ૨૫ નવદંપતિ ઓ ને સામાજિક સંવાદિતા સંયુક્ત કુટુંબભાવનાની શીખ સાથે ઉદારહાથે કરીયાવર ની ભેટ અપાય હતી હજારો ની વિશાળ હાજરી માં સાતમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.