Abtak Media Google News

પરંપરામાં પરિવર્તન કરનાર પાટીદાર સમાજ એક જ સ્થળે સગપણ નકકી કરવાની કરશે પહેલ

પાટીદાર સમાજ પરિવર્તનશીલ સમાજ તરીકે જગત વિખ્યાત છે વિશ્ર્વભરના લેઉવા-કડવા પાટીદાર સમાજને એક મંચ પર લાવી જીવનસાથી પસંદગી ચિંતન શિબિર મહાસભાની સાથે સ્થળ પર સગપણ નકકી કરવાની નવી પહેલ માટે રાજકોટ નીમીત બનવા જઇ રહ્યું છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

સમસ્ત પાટીદાર સમાજનાં  મુકેશભાઇ મેરજા,  ગીતાબેન પટેલ,  વિભાબેન મેરજા,  નાથાભાઇ કાલરીયા, દ્વારા ભારતભરમાં   છેલ્લા પંદર વર્ષથી વિશ્ર્વભરમાં વસતા લેઉવા પટેલ અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન ફ્રી મેરેજબ્યુરો યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ચાલે છે. જે અંતર્ગત આ કાર્યમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ચિંતન શિબિર, અને પાટીદાર મહાસભાનું આયોજન રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે તા : 21.05.2022 ના રોજ તદ્દન નિ:શુલ્ક જીવન સાથી પસંદગી, ચિંતન શિબિર, અને પાટીદાર મહાસભા મેળો યોજાશે. જેમાં અત્યાર સુધીમાં સંસ્થાની વેબસાઇટ દ્વારા ઓનલાઈન 5000 બાયોડેટા આવ્યા જેમાં 450 દીકરી અને 4550 દીકરાના રજી. થયા છે. અને આ વર્ષે 465 સગાઈ તો ઓનલાઈન જ થઈ ગઈ છે. આ મેળાવળામાં સગાઈ કરવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ચિંતન શિબિરનું આયોજન કરેલ છે. જેમાં તમામના રીવ્યુ લેવામાં આવશે તેમાથી આ અંગે અભ્યાસ કરી નિવારણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે પાટીદાર મહાસભા રાખી છે જેમાં પાટીદાર સમાજ તમામ સમાજ માટે ઘણી સેવાઓ સેવાઓ કરશે જેમાં મુખ્યત્વે 500 વ્યક્તિઓ રહી સકે તેવો “બા” નું ઘર વૃધ્ધાશ્રમ, નિરાધાર આશ્રમ, મહિલા ગૃહ ઉધોગ માટે ઊભું થનાર એક મોટું સેવા સંકૂલ જેના આયોજન માટે દાતાઓ દ્વારા દાન લઈ તમામ સમાજ માટે આ સેવા કરવામાં આવશે. આ પસંદગી મેળાવળામાં

પરંપરામાં પરિવર્તન  સમસ્ત પાટીદાર સમાજ એકજ સ્થળે ભેગા થઈને દીકરા દીકરીના સગપણ નક્કી કરશે. વડીલોની હાજરીમાં પાત્ર પસંદગી કરવાની વ્યવસ્થા ઊભી કરાશે.   ઉંમર અને અભ્યાસ મેચ થતાં હશે. તેમની મુલાકાત પણ ત્યાજ કરાવામાં આવશે.

દીકરી-દીકરાઑને સંસ્થાની વેબસાઇટ www.samastpATIDARMAJ.ORG તફળફતિં ાફશિંમફતિફળફષ.જ્ઞલિ પર મેરેજબ્યુરોમાં રજીસ્ટર કરવા જણાવવામાં આવે છે. વધુ વિગતમાટે સમસ્ત પાટીદાર સમાજ, 3-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ. રોડ, રાજકોટ, ફોન : 0281 2571030, મોબાઈલ : 9429166766 , 9426737273

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.