Abtak Media Google News

આ ટીવી ફલેગશિપ ઓએલડી પરફોર્મન્સ આપે છે અને 48 ઇંચ ટીવી પર શાનદાર ગેમ રમવાનો આનંદ માણી શકાશે

વૈશ્વિક ગેમિંગ ઇન્ડસ્ટ્રી આજકાલ બહુ જ ઝડપથી આગળ વધી રહી છે ,ઉપભોગકર્તાઓ નવી અને એડવાન્સ ટેક્નોલોજીના માધ્યમથી વધુ સારો આનંદ મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે.કોવીડ -19ના કારણે થયેલા લોકડાઉન દરમ્યાન ઘરમાં વધુ સમય પસાર કરવાને કારણે વિડીયો ગેમ્સ અને ઈ-સ્પોર્ટસ સાથેનો ઉપભોગકર્તાઓનો  લગાવ વધી ગયો છે , ઉપભોગકર્તાઓની અત્યંત તીવ્રતાથી વધતી જરૂરીયાતોને પુરી કરવા માટે અગ્રણી ગૃહ ઉપયોગી બ્રાન્ડ એલજી ઇન્ડિયાએ ગેમિંગના શોખીનો માટે નવું ડ્રીમ સ્ક્રીન એલજી ઓએલઇડી 48CX ટીવી ગુજરાતમાં ગીરીશન ટી. ગોપી  બિઝનેસ હેડ હોમ એન્ટરટેનમેન્ટ એલજીઈઆઈએલ, સુરન્દ્ર સચદેવા સેલ્સ હેડ ઈન્ડિયા અને નિખિલ સુતરીયા રીજનલ ગુજરાત હેડ, દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું.  એલજી ઓએલઇડી ટેલિવિઝન શ્રેણીમાં નવી અને ઇનોવેટિવ ઉત્પાદન પ્રસ્તુતિ અકલ્પનિય શૈલીમાં અવિરત અને મજેદાર ગેમ રમવાનું વચન આપે છે. આના માટે વિઝયુઅલ્સ પણ બહુ જ શાનદાર હોય છે.આનાથી હવે નાના ટીવી સુધી ઓએલઇડી ની પિક્ચર ક્વોલિટી પહોંચી ગઈ છે.નવું 48 ઇંચ (121.92સેમી)નું ઓએલઇડી સૌથી નાનું છતાં સૌથી પાવરફુલ ટીવી છે.જેનાથી 8 મિલિયન પિક્સલ ની મદદથી મોટા ટીવીની સરખામણીએ વધુ ચમકદાર ચિત્ર ઉપસી આવે છે.

હવે ઉચ્ચતમ રિઝોલ્યુશન પર વધુ રિસ્પોન્સિવ અને આનંદદાયક ગેમીંગનો અનુભવ એનવીડિયા જી-સિંક દ્વારા પાવર્ડ ,એલજી ઓએલઇડી 48CX ટીવી સુપર રિસ્પોન્સિવ ગેમિંગ પ્રદાન કરે છે. આના પર ગેમ રમતી વખતે દર્શકોને પિક્ચર કે ઓડિયો ક્વોલિટીને લઈને કોઈ તકલીફોનો સામનો કરવો પડતો નથી.આનાથી ન યુઝર્સને એવો અનુભવ થાય છે કે કોઈ પણ ઘટના એમની સામે બની રહી છે. વલશલ પ્રોફાઈલમાં મિશ્રિત હોવાને કારણે સેલ્ફ-લીટ પિક્સલ તરફથી પ્રસ્તુત કરવામાં આવેલું પરફેક્ટ બ્લેક એચડીઆર ગેમિંગ માટે શાનદાર અનુભવ આપે છે.

નવા એલજી ટીવીમાં સ્પોર્ટસ એલર્ટ ફીચર પણ આવે છે. જેનાથી યુઝર અવિરતપણે રમતગમતના કાર્યક્રમો જોઈ શકે છે. આનાથી યુઝર્સને પોતાના મનપસંદ સ્પોર્ટસ ન્યુઝ અને ગેમ અપડેટ્સના  સમય જતાં એલર્ટ મળી રહે છે.

શાનદાર લાઈફસ્ટટાઈલ ,સિનેમા અને સ્પોર્ટસના કાર્યક્રમોને જોવાના અનુભવ સાથે જોડાયેલું સંપૂર્ણ પેકેજ ગેમિંગ જ નહિ એલજીનું નવું ઓએલઇડી 48CX ટીવી સિનેમા,ફિલ્મ અને સ્પોર્ટસના કાર્યક્રમોના દરેક પાસાઓને ઉપસાવીને શાનદાર શૈલીમાં દર્શકોની સામે પ્રસ્તુત કરે છે.આ ટીવી સેલ્ફ લીટ પિક્સલ સાથે મળે છે જે ચમકદાર રંગો અને જબરદસ્ત કોન્ટ્રાષ્ટ સાથે દર્શકોને ફિલ્મ માણવાનો શાનદાર અનુભવ કારાવે છે.જબરદસ્ત પિક્ચર ક્વોલિટી ઉપરાંત સેલ્ફ લીટ પિક્સલ આપને અનેકવિધ વ્યૂઇંગ  એન્ગલથી  ટીવી જોવાથી એક જેવો જ અનુભવ કરાવે છે.આનાથી ટીવી પર તસ્વીરોના ડિસ્પ્લેમાં જરા પણ વિલંબ થતો નથી.ટીવી જોતી વખતે પિક્ચર અટકતું નથી. અને ધૂંધળા ચિત્રો ઓછામાં ઓછા આવે એ સુનિશ્ચિત છે અને ટીવી પર એકદમ સ્પષ્ટ ચિત્ર આવે છે. આ ટીવી સૌથી ઝડપી(1મિનિટ) રિસ્પોન્સ ટાઈમ પણ આપે છે અને ઇનપુટ પર આવનારા ગેપને ઓછામાં ઓછો કરે છે.ટીવી પર ધૂંધળી તસવીરો નથી આવતી.દર્શકોના મનોરંજનમાં કોઈ પણ પ્રકારની દખલ નથી આવતી જેથી આ અનુભવ ખરેખર મજેદાર બની જાય છે.એલજી ટીવીમાં નવા ફિલ્મ મેકર મોડ સિનેમા જોવાના અનુભવને વધુ મજેદાર બનાવે છે અને આ કોઈ પણ ફિલ્મનું સેટિંગ નિર્માતાની ઈચ્છા અનુસાર વ્યવસ્થિત એડજસ્ટ કરી નાખે છે.

આ ટીવીમાં ડોલ્બી વિઝન આઈક્યુ અને એટમોસ ની ખૂબી છે જે ઓરડાની ચમકના આધાર પર ટીવીમાં ડોલ્બી વિઝન ક્ધટેન્ટને અનુકૂળ બનાવીને યુઝરનો સંપૂર્ણ અનુભવને સુધારે છે. આ ટીવીમાં બિલ્ટ ઈન ઇન્ટેલીજન્ટ એલજી થીનક્યુ ,ગુગલ આસિસ્ટન્ટ ,એલેક્સા બિલ્ટ ઈન , એપલ એરપ્લે 2 અને હોમ કીટ છે. જેનાથી યુઝર્સને મનોરંજક કાર્યક્રમોને વધી વધારીને મજા લેવાની મંજૂરી મળી જાય છે.આમાં અવિરતપણે ગેમ રમવામાં પણ કોઈ ખલેલ નથી પડતી. ટીવીની આઈ કમ્ફર્ટ ડિઝાઇન એક વાત નિશ્ચિત કરે છે કે ગમેતેટલા કલાકો સુધી સતત સ્ક્રીન જોવાથી પણ આંખોને કોઈ નુકશાન થતું નથી.

એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયામાં હોમ એન્ટરટેન્મેન્ટના ડાયરેક્ટર હાક હ્યુન કિમ એ આ પ્રસંગે કહ્યું કે “ગેમિંગ ઇન્ડસ્ટ્રી ફલી ફૂલી રહી છે આર્થિક રીતે ઉથલ પુથલ મચાવી દેનારી કોરોના વાયરસ મહામારીના પ્રકોપને કારણે લાગુ થયેલ લોકડાઉનમાં લોકોને ઘરમાં ફિલ્મ જોવા અને ગેમ રમવા, માટે પૂરતો સમય આપી દીધો.

એલજીને વિશ્વની નંબર 1 ઓએલઇડી ટીવી બ્રાન્ડ તરીકે સન્માનિત કરવામાં આવી હતી.કંપની ઓએલઇડી ટીવી માર્કેટમાં પોતાનું સ્થાન મજબુતીથી જમાવી રહી છે.એલજી સતત 8 વર્ષથી સીઇએસ ઇનોવેશન એવોર્ડ વિજેતા રહી ચૂક્યું છે. તાજેતરમાં જ એલજી ઓએલઇડી એ નેક્ષ્ટ જનરેશનની ગેમિંગ ક્ષમતાનો ખુલાસો કરવા માટે દુનિયાભરમાં એક્સબોક્સ સિરીઝ એક્ષ સાથે પણ સહયોગ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.