પ્રજાસત્તાક દિવસ પહેલા વિર જવાનોને એલજીની સલામ

“કર સલામ” પહેલના ભાગરૂપે એલજીએ સશસ્ત્ર સેનાઓને સહયોગ આપવાના સંકલ્પ લેતાં આર્મ્ડ ફોર્સ ફ્લેગડે(એએફએફડીએફ)ના ફંડમાં રૂપિયા એક કરોડનું યોગદાન આપ્યું

ગણતંત્ર દિવસના પહેલા ભારતની અગ્રગણ્ય ક્ધઝયુમર ડ્યુરેબલ બ્રાન્ડ એલજી ઈલેક્ટ્રોનિક્સ એ ભારતની સશસ્ત્ર સેનાઓને મદદ કરવાનો સંકલ્પ કર્યો છે એલજીએ તેઓની “કર સલામ પહેલના એક ભાગ રૂપે ભારત સરકારના રક્ષા મંત્રાલયના નોડલ સંગઠન કેન્દ્રીય સૈનિક બોર્ડ ,સચિવાલય (કેએબી સેક્રેટરીએટ)ને આધીન આવનારા આર્મ્ડ ફોર્સ ફ્લેગડે(એએફએફડીએફ) ફંડમાં રૂપિયા એક કરોડનું યોગદાન આપ્યું, ભારતના વીર જવાનો પ્રત્યે સમર્પિત “કર સલામ પહેલની શરૂઆત ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી હતી. જેમાં સૈનિકોની દેશભક્તિ અને રાષ્ટ્ર માટે હૃદયપૂર્વકના યોગદાનના જુસ્સાને સલામ કરવામાં આવી છે. ૨૦૨૦માં એલજી ઈલેક્ટ્રોનિકસે આર્હદે ફ્લેગ ફંડમાં રૂપિયા૧ કરોડનું દાન આપ્યું હતું આ રકમનો ઉપયોગ રક્ષા સેનાઓના પૂર્વ સેના કર્મચારી અને શહીદોની દીકરીઓને શિક્ષણ આપવામાટે કરવામાં આવ્યો હતો.

એલજી ઇલેક્ટ્રોનિક્સ પરિવારે દરેક શક્ય રૂપે સમુદાયને મદદ કરવા અને લોકો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી બતાવવા માટે કોર્પોરેટ સામાજિક જવાદારી (સીએસઆર)અંતર્ગત આવી અનેક પહેલ કરી છે. આ અનિશ્ચિત અને પડકાર ભર્યા સમયમાં એલજીએ સીમાઓ પર રક્ષામાં વ્યસ્ત અને આપણને ભયમુક્ત જીવન જીવવા માટેની તક આપવા માટે અને વીર જવાનોની બહાદુરી અને બલિદાનની ભાવનાનું સન્માન કરવા અને એમને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા પ્રગટ કરી છે. એલજી ઇલેક્ટ્રોનિક્સના યોગદાનથી દેશના વીર શહીદોના આશ્રિતો, પૂર્વ સેના કર્મચારીઓની મદદ કરવામાં આવશે.

આ ઉમદા કાર્યને વધુ સહયોગ આપતા એલજી જનજાગરૂક્તા અભિયાન પણ શરુ કરશે.જેમાં લોકોને આગળ આવી અને પૂર્વ સૈનિકોના પરિવારોના કલ્યાણમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવશે. આ પહેલ માટે લોકોના મનમાં વધુમાં વધુ ઉત્સાહપ્રેરવા અને એમની સાથે વાર્તાલાપ હંમેશા ચાલુ રાખવા એલજી રેડિયો અને ડિજિટલ કંપની પણ શરુ કરશે. આ જાગૃકતા એલજી દેશભરમાં એલજીના ૭૦૦૦ રિટેલ સ્ટોર્સ પર પણ ચલાવવામાં આવશે.

એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના એમડી યંગ લાક કિમ એ આ ઉલ્લાસભર્યા અવસર પર જણાવ્યું કે એલજી ઇલેક્ટ્રોનિક્સ લાખો ઉપભોકતાઓની પસંદગીની અને વિશ્વસનીય બ્રાન્ડમાંની એક છે. એક જવાબદાર બ્રાન્ડ તરીકે અમે સાર્થક સામાજિક કાર્યોમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”કર સલામ અમારા આજ સિદ્ધાંતોનું વિસ્તૃતીકરણ છે. આ અભિયાન રક્ષા સેનાઓના પૂર્વ કર્મીઓના હજારો પરિવારોની મદદમાં અમારું યોગદાન આપવા માટે શરુ કરવામાં આવ્યું છે જેમણે અડગ સમર્પણ અને નિષ્ઠા સાથે દેશની સેવા કરી. અમને આશા છે કે આ યોગદાનથી અમે પૂર્વ રક્ષા કર્મીઓના પરિવારોની સ્થિતિ સુધારવાના સકારાત્મક સહયોગ આપવામાં સક્ષમ રહીશું.અમે ભારતના દેશવાસીઓને આ ઉમદા કાર્યમાંઆગળ આવવા અને આ આંદોલનમાં સહભાગી થવા અપીલ કરીએ છીએ. અમે અમારા વિશ્વસનીય સાથીદાર કેન્દ્રીય સૈનિક બોર્ડના અત્યંત આભારી છીએ કે જેઓએ આ પહેલને અમલમાં લાવવા માટે અમારી મદદ કરી. કેએસબીના સચિવ એર કોમોડર શ્રી અહલુવાલિયાએ જણાવ્યું કે “આર્મ્ડ ફોર્સ ફ્લેગડેની સ્થાપનારક્ષાસેનાઓનાપૂર્વસૈન્ય કર્મીઓના કલ્યાણ અને પુનર્વાસનીજરુરીઆત પુરી માટે કરવામાં આવી હતી.અમારે”કર સલામ જેવી ઘણી અન્યપહેલની જરૂર છે. આનાથી નિશ્ચિત રૂપે જાગૃતિ લાવવા અને શહીદોની વિધવાઓ,એમના બાળકો, યુદ્ધમાં દિવ્યાંગ થયેલા સૈનિકો અને પૂર્વ રક્ષા કર્મીઓના પરિવારોને મદદરૂપ થવા આ ફંડ એકઠું કરવામાં મળે છે. આ દિશામાં સહયોગ આપવા આગળ આવવા માટે અને આને જન આંદોલન બનાવવા માટે એલજી ઇલેક્ટ્રોનિક્સની પ્રસંશા કરીએ છીએ.

Loading...