Abtak Media Google News

સૌથી મોટા આઇપીઓનો ભાવ 902 રૂપિયાથી લઇ 949 રૂપિયા નિર્ધારિત કરાયો

અબતક, નવીદિલ્હી

દેશનો સૌથી મોટો આઇપીઓ એલ.આઇ.સી બહાર લાવી રહ્યું છે ત્યારે તેની પ્રાઈસ બેન્ડ પણ નિર્ધારિત કરી દેવામાં આવી છે. એલ.આઇ.સી દ્વારા આઇપીઓ બહાર પાડવામાં આવશે તેનો ભાવ 902 રૂપિયાથી લઈ 949 રૂપિયા સુધીનો રહેશે અને લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે કે આ આઇપીઓ મારફતે 21,000 કરોડ રૂપિયા બજારમાંથી લેવામાં આવશે. એટલુંજ નહીં કંપનીએ તેના પોલિસી ધારકોને આઇપીઓમાં 60 રૂપિયાનું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવા માટે પણ વાત કરી છે. નહીં એલ.આઇ.સી કર્મચારીઓને 45 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે. આઇપીઓમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારોએ 15 લોટ શેર્સ માટે 14235 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

ભારતીય શેરબજારનો સૌથી મોટો એલઆઇસીનો પબ્લિક ઇશ્યૂ 4 મેના રોજ ખુલશે આ આઇપીઓ માટે રોકાણકારોમાં ખૂબ મોટો ઉત્સાહ પણ જોવામાં આવી રહ્યો છે ત્યારે ખુલતાની સાથે જ આઇપીઓ 9 મે ના રોજ બંધ થશે. આ આઇપીઓમાં રોકાણકારોને રૂ. 902-949ના ભાવે શેર ઈશ્યુ કરવામાં આવશે.  જે રોકાણકારો રોકાણ કરવા માંગે છે તેમના માટે આ એક સુવર્ણ અવસર છે ત્યારે આઇપીઓ ને લઇ ઘણી ટેકનીકલ બાબતો પણ સામે આવી છે જેને ધ્યાને લઇ રોકાણકારોએ તેમાં રોકાણ કરવું પડસે.

આઇપીઓ મારફતે સરકાર એલઆઇસીનો 3.5 ટકા જ હિસ્સો વેચશે અને જો મજબૂત પ્રતિસાદ મળ્યો તો આઈપીઓમાં ઓફર ફોર સેલ 5% સુધી વધારી શકે છે. રિટેલ કેટેગરીમાં એપ્લાય કરવા માટે રોકાણકારો મહત્તમ 14 લોટ માટે એપ્લાય કરી શકશે એટલે કે 210 શેર માટે બિડ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.