Abtak Media Google News
     હિન્દુધર્મમાં દર્શાવ્યા પ્રમાણે ચોર્યાશી લાખ ફેરા બાદ મનુષ્યનો આવતાર મળે છે. અને દરેક જન્મના પાપપુણ્યના હિસાબ પુરા કરી મનુષ્ય જન્મ મળે છે. માત્ર આ બાબત જ નથી પરંતુ આટલી વાતથી એટલું તો સમજાઈ જાય કે મનુષ્યનો જન્મ મળવો ખુબજ મુશ્કેલ છે, પરંતુ વાત ત્યાંથી જ અટકતી નથી, મનુષ્ય જન્મ તો મળી ગયો અને એ જીવન તમે કેવું જીવો છો એ ખુબજ મહત્વનું છે. અત્યારના આધુનિક અને ઝડપી જમાનામાં જીવન પણ એટલુંજ જટિલ બન્યું છે જ્યાં માનવી વિવિધ પરિસ્થિતિઓનો શાંતિથી સામનો કરવાનો કે પછી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની બદલે જીવન ટુકવાનું વધુ પસંદ કરે છે.
Suicide 1
     કહેવાનો મતલબ એ છે કે  માનવીએ પરિસ્થિતિઓ સામે લડવાના બદલે હાર સ્વીકારી જીનનું મવમૂલ્ય કર્યું છે અને મુશ્કેલીઓ અને પરીસ્થીમાંથી છૂટવાનો સૌથી સહેલો રસ્તો એટલે આત્મહત્યા જ એવું જાણે સ્વીકારી લીધું છે. અને આ બાબત છેલ્લા 15 વર્ષના આત્મહત્યાના આંકડામાં થયેલા 23%ના વધારાથી સાબિત થાય છે. 2018ની  નેશનલ હેલ્થ પ્રોફાઈલ દ્વારા રજુ થયેલા આંકડા અનુસાર વર્ષ 2000-2015 સુધીમાં આત્મહત્યાના બનાવોમાં 23%નો વધારો નોંધાયેલો દર્શાવાયો છે.
     આ રિપોર્ટ મુજબ આત્મહત્યા કરવા વાળા વ્યક્તિઓમાં દેશનું ભવિષ્ય ગણી શકાય એવા યુવાઓની સંખ્યા વધુ છે ,જેમાં 18-30વર્ષની વયના યંગસ્ટરનો સમાવેશ થાય છે.રિપોર્ટના આંકડા મુજબ વર્ષ 2000માં 1,08,593 આત્મહત્યાથી મૃત્યપામનાર લોકો હતા જયારે એ આંક 2015માં વધીને 1,33,623 થયો જોવા મળ્યો છે જેના આધારે એમ કહી શકાય કે એ મૃત્યુ આંકમાં 30-40 વર્ષની વય ધરાવતા લોકોમાં 33% અને 18-30 વર્ષની વાય ધરાવતા લોકોમાં 32.81%નો એટલે કે 2015માં સરવાળે 66% આપઘાતનો દર વધ્યો જોવા મળ્યો છે.
     આપઘાત કરવામાં માત્ર યુવાઓ કે પીઢ વ્યક્તિ જ નહિ પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એના બાળકો પણ પાછળ નથી રહ્યા. 14-18 વર્ષના તરુણોની વાત કરીએ તો એ રેશિયો 1%-6% સુધીનો નોંધાયો છે 2015ના વર્ષ દરમિયાન તો આ બાબતે 45-60 વર્ષના પીઢ લોકો જેને જીવન આખું નિભાવ્યું છે અને અનુભવી હોવા છતા પરિસ્થિને સમજવાની જગ્યાએ આત્મહત્યા જેવું કપરું પગલું ભરવા તૈયાર થાય છે. એ આંકલાની વાત કરીએ તો વર્ષ 2015માં તેનો રેશિયો 7.77% જેટલો નોંધાયો છે.
     આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે આત્મહત્યા કરવામાં પુરિષોની સંખ્યા સ્ત્રીઓ કરતા વધુ નોંધાઈ છે. પણ એ વાત 2005 અને 2010ની વાત છે ત્યારે આ બાબતે સ્ત્રીઓની સંખ્યામાં 2000-2015 સુધીમાં અનુક્રમે વધારો નોંધાયો છે. સામાન્ય રીતે જોઈએ તો ભારતીયોનું સરેરાશ આયુષ જોઈએ તો 68.35 વર્ષનું છે. ત્યારે એક વાર મળેલો મનુષ્ય આવતાર આમ આપઘાત કરી કેમ ટૂંકાવી નાખે છે લોકો એ એક ગુંચવણભર્યો પ્રશ્ન છે.
Maxresdefault 22
     મહામુશ્કેલીએ મનુષ્ય જન્મ મળે છે એવું નાનપણથી સાંભળતા આવ્યા છીએ ત્યારે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એનકેન રીતે એવા સમાચારો સામે આવે છે કે દિવસે ને દિવસે આત્મહત્યા કરવા વાળા વ્યક્તિઓની સંખ્યા વધતી જ જાય છે અને દાદા દાદીના શબ્દો હોઈ છે કે “જો તો ખારા કેવો ઘોર કળીયુગ છે. માણસ માખી મચ્છરની જેમ આપઘાત કરી રહ્યા છે.”જાણે માણસની સહનશક્તિ જ ખતમ થયી ગયી હોઈ અને કઈ વિચારવા સક્ષમ ના રહ્યો હોઈ તેમ લકોકો આત્મહત્યાનો રસ્તો અપનાવવા લાગ્યા છે જાણે એવું કરવાથી પ્રશો અને પરિસ્થિતિનો નિવેળો આવી જવાનો હોઈ એમ…!!!!
     વર્તમાન સમયની વાત કરીએ તો આત્મહત્યા કરવાના કારણો જોઈએ તો એમાં સામાજિક સાંસ્કૃતિક બાબતો, આર્થિક પરિસ્થિતિઓ, પારિવારિક કંકાસ, બેરોજગારી અને ભણતરમાં નિષ્ફળતાનો સમાવેશ થાય છે. આ બધા કારણો એવા છે જેનો ઉકેલ શક્ય જ છે. પરંતુ માણસની માનસિકતા એ સ્વીકારવા તૈયાર નથી હોતી કે જીવનમાં આવતી દરેક પરિસ્થીતી સમય આવતા બદલાય છે અને દરેક મુશ્કેલીઓનો હલ છે જ. અને આ બાબતને વધુ મહત્વની સમજી ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ મેન્ટલ હેલ્થ પોલિસી બનાવવામાં આવી છે જેના કેન્દ્ર સ્થાને આત્મહતા ન કરવા બાબતે જાગૃતતા કેળવવા અને તેને વધી સરખી રીતે અને સરળ રીતે સમજાય એવી કોશિશ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. એવા થોડા જ દેશ છે જ્યાં દર વર્ષે 8 લાખ કરતા પણ વધુ આત્મહત્યાના બનાવો બને છે ત્યાં આ બાબતે વધુ ધ્યાન આપી અમુક ખાસ પ્રકારની પોલિસી ઘડવામાં આવી છે.
      અહીં આપણે કેટલીક આંકડાકીય માહિતીના આધારે એ જાણ્યું કે દેશમાં આપઘાતના કિસ્સાઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે અને એની પાછળ માણસની નબળી માનસિકતા અને ઓછી સંશક્તિ જવાબદાર નહીં કે પરિસ્થિતિ કે તેની સામે આવેલી મુશ્કેલીઓ…. અને ખરેખર જો માનીએ તો આત્મહત્યાનો રસ્તો એ માનવી જ આપનાવી શકે છે જે નબળો હોઈ અને જેને એ ખબર નથી હોતી કે જીવન એક વાર મળે છે અને તે અમૂલ્ય છે આમ આત્મહત્યાનો રસ્તો અપનાવી તેને વેળફવું એ યોગ્ય રસ્તો નથી, આપઘાત કરનારને એ નથી ખબર હોતી કે એ માત્ર પરિસ્થિતિથી ભાગે છે તેના ગયા બાદ તેના પરિવાર અને બાળકોએ તેના કરતા પણ વધુ મુશ્કેલીઓનો સામનોન કારવાનો વારો આવે છે. એ માત્ર ભાગેડુની નીતિ જ છે જે આ રીતે જીવન હારી બેસે છે.
Standagainstsuicide Logo

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.