Abtak Media Google News

તબીબોની ખડે પગે સારવાર અને ધીરેન્દ્રભાઈની અખૂટ ધીરજ અને પ્રેમે પારૂલબેન પ્રેમાણીને ઉભા કરી દીધા 

દેશભરમાં કોરોનાનો વિસ્ફોટ વધ્યો છે. ત્યારે કોવિડનો મૃત્યુદર રોડ એકિસીડન્ટ કરતા પણ ઓછો હોવા છતા હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા કરતા વધુ ડર લોકોને અદ્રશ્ય વાયરસનો લાગે છે. બેશક કેસો બેફામ વધી રહ્યા છે. પણ કોઈ પણ બિમારીમાં એક મોટી ઔષધી છે માનસીક બહાદૂરી વાઈરસ ફેફસા પર અસર કરી શકે, પણ હિંમત પર નહી.

એનું જ ઉદાહરણ એટલે સફળતાપૂર્વક હમણા જ કોવિડને માત આપી આવેલા પારૂલબેન ધીરેન્દ્રભાઈ પ્રેમાણી આ ધુળેટી પહેલા પારૂલબેનને કોવિડ થયો હોવાની હાલ જાણ થઈ. ઓકિસજનમાં ગરબડ જોતા રાજકોટની સ્ટલીંગ હોસ્પિટલમાં દાખલ થયા. કોવિડ હોસ્પિટલમાં દર્દીના સ્વજનો જઈ શકતા નથી. પણ પારૂલબેનના પતિ ધીરેન્દ્રભાઈએ નામ મુજબ અખૂટ ધીરજ રાખી રોજ મોબાઈલ પણ હિંમત આપતા વિડિયો કોલ કરવાનું શરૂ કર્યું. પેશન્ટને ખાસ બોલવાનું ન હોય પણ ધીરેન્દ્રભાઈએ એની જોડે રિપોર્ટસ ને એ બધીચર્ચા કરવાને બદલે બધુ એકદમ સારૂ છે. ને સારૂ જ થઈ જવાનું છે. એવી પોઝીટીવ પ્રેરણા રોજેરોજ આપતા.

કોરોનાના દર્દી હોસ્પિટલમાં સાવ એકલા હોય જાતજાતનાં વિચારો એમને ઘેરી વળે પણ પારૂલબેન આસ્થાવાન આખો દિવસ ઈશ્ર્વરસ્મરણય કરીને હિંમત ટકાવી રાખે. મૂળ વાત ગભરાટ ન અનુભવીને હિંમત રાખવાની છે. ધીરેન્દ્રભાઈ એમને જોખમની વાત કરવાને બદલે પાનો ચડાવતું જોમ જ આપે.

એક તબકકે ફેફસાની સ્થિતિ લથડતા સ્ટલીંગ હોસ્પિટલમાં ડોકટર્સ સંકલ્પ છણઝારા અને ડો. પ્રફુલ ધારાણીએ એમને મળીને સ્થિતિ સમજાવીસંકલ્પભાઈ અને અન્ય ડોકટર્સ રોજ એમની સાથે હકારાત્મક અભગિમથી વાત કરી એમનું મનોબળ પણ વધારતા હતા. દવાઓની સારવાર સાથે એમને વેન્ટીલેટર પર મૂકવાની સિચ્યુએશન આવી ત્યારે ડોકટર્સ મોટીવેશન આપ્યું કે તમે તાણમૂકત રહેશો તો તમારૂ શરીર ટ્રીટમેન્ટને વધુ સારો રિસ્પોન્સ આપશે ને મકકમ મનોબળ હોય મુકાબલા માટે તો વેન્ટીલેટર પર ન મૂકીએ. પારૂલબેને વેન્ટીલેટર વિના જ વિશ્ર્વાસના જોરે શ્ર્વાસ બચાવવાનો નિર્ણય કર્યો. અને એટલે એમના સંઘર્ષની મંઝીલ સફળતા તરફ ગઈ. પારૂલબેન હવે ઘેર સુખરૂપ પાછા આવી ગયા છે. અને થોડીસાવચેતી રાખવાની છે. પણ કોવિડમાંથી પૂર્ણ ભયમૂકત થઈ ગયા છે. જેનો જશ ડોકટર્સની જહેમત, પતિની પોઝીટીવીટી અને એમની શ્રધ્ધાને જાય છે.

આવી અઢળક સર્વાઈવર સ્ટોરીઝ આપણી આસપાસ છે. જેમને ગુમાવ્યા એ ઘટનાઓ દુ:ખદ જ છે. પણ જે બચ્ચા એની સંખ્યા મોટી છે. આવી તો એ તમામ પાસે જાદૂઈ એક જ રહી છે કોરોના સે કભી ડરોના.

કોરોનાસે કભી ડરોના: ધીરેન્દ્રભાઈ પ્રેમાણી

પારૂલબેન પ્રેમાણીના પતિ ધીરેન્દ્રભાઈ પ્રેમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, થોડા મહિના પહેલા હેવી વાઈરલ લોડમાં મારો પણ કોરોના પોઝીટીવ આવ્યો પણ મનોબળનો જંગ મે લડીને બતાવ્યો મારા ધર્મપત્ની 25 દિવસ સ્ટર્લીંગમાં રહ્યા તેની હિંમત અને અમારા પરિવારની ધીરજ અને મજબુત મનોબળથી મારા પત્નિએ પણ કોરોનાને હરાવ્યો. લોકોને મારો એજ સંદેશો છે કે, બને ત્યાં સુધી ઘરમાં રહો અને જો કોવિડ આવે તો ગભરાયા વિના હિંમત સાથે પોઝીટીવીટી રાખો અને કોરોના સે કભી ડરોના

વાઈરસ ફેફસા પર અસર કરી શકે, પણ હિંમત પર નહીં: પારૂલબેન પ્રેમાણી

તાજેતરમાં જ કોવીડને માત આપી આવેલા પારૂલબેન પ્રેમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મારી ઉંમર પર વર્ષની છે. ધુળેટી પહેલા કોરોના પોઝીટીવ આવ્યો, ઓકિસજન લેવલ ઘટયું તાત્કાલીક સ્ટર્લીંગ હોસ્પિટલમાં દાખળ થયા અને 25 દિવસ સુધી બે વાર પ્લાઝમાં થેરાપી અને છ રેમડેસીવીર ઈન્જેકશન દ્વારા ટ્રીટમેન્ટ થઈ છતા મામલો સુધર્યો નહી પતિ અને દીકરી દીકરાના માનસીક સધીયારો અને મારી હિંમતથી જ હું સ્વસ્થ થઈને બહાર આવી છું ડોકટર્સ અને નર્સએ મળીને મનોબળ વધાર્યું એટલે હાલ મારો લોકોને એજ સંદેશો છે. કે વાઈરસ ફેફસા પર અસર કરી શકે, હિંમત પર નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.