યૌવન એટલે વીજનો તણખો : કોઈ પણ જોખમકારક વર્તનનો સામનો કરી શકે છે આજના યુવાઓ

0
113

જીવન કૌશલ્યના વિકાસમાં યુવા વર્ગના સામાજીકરણ પ્રક્રિયાનો સમાવેશ થાય

લાઇફ સ્કીલ આજીવન ચાલનારી પ્રક્રિયા છે: શિક્ષણ દ્વારા પ્રમાણભૂત જ્ઞાન મેળવવું, હકારાત્મક અભિગમનો જીવનમાં વિકાસ અને જોખમકારક વર્તનનો સામનો કરી શકે અથવા ટાળી શકે તેટલી હોંશિયારી યુવા વર્ગમાં આવવા જરૂરી

ભારતદેશ આજે દુનિયામાં સૌથી યુવાન દેશ છે, આપણાં દેશની વસતિના પપ ટકાથી વધારે તરૂણ-તરૂણીઓ અને યુવાનો છે. તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે જેનું મહત્વ સૌએ સ્વીકારવું જોઇએ, તરૂણાવસ્થા એ જીવનનો હકારાત્મક, શકયતાઓ અને ક્ષમતાથી ભરેલો સમયગાળો છે. આજના તરૂણ-તરૂણીઓ પોતાના શારીરિક, માનસિક અને સાંવેગિક પરિવર્તનોને સમજે અને મનમાં પેદા થતાં પ્રશ્ર્નોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવે તે અતિ જરુરી છે.

દરેક વ્યકિતને તંદુરસ્તમય સુખી, ઉત્પાદકિય અને સારું જીવન જીવવા માટે તેમના જીવનમાં આવતા પડકારોને પહોંચી વળવા અને તકોનો મહત્તમ ઉપયોગ કરવા તેઓમાં જીવન કૌશલ્યોનો વિકાસ થવો જોઇએ. તેમાં (જીવન કૌશલ્યમાં) એવા પાસાઓનો પણ સમાવેશ થાય છે કે જે તારૂણ્યને સમગ્ર જીવનની જરૂરિયાતને સમજી તારૂણ્યમાં નિભાવવામાં આવતી જવાબદારીએ માટે સજજ છે. તારૂણ્યએ સ્વ-સમજ, પોતાનો રસ્તો શોધવા અને સમાજ સાથે રહેવા માટેનો બહુ મુશ્કેલી ભર્યો સમયગાળો છે. હકારાત્મક ઘ્યેય સાથે આત્મવિશ્ર્વાસનો વિકાસ એ યુવાનનો પાયો છે. આવા મુશ્કેલીભર્યા સમયગાળામાં તરૂણોને ટેકો આપવા માટે અનુકુળ વાતાવરણ ઊભુ કરવું એ જીવન કૌશલ્યના વિકાસમાં મહત્વનો ભાગ છે.

જીવન કૌશલ્યો એ બધી સામાન્ય ક્ષમતાઓ જેવા જ છે. દા.ત. જ્ઞાનની ક્ષમતા, વલણ, રસ, લાગણીઓ, મૂલ્ય તરફ વળવું વગેરે અત્યારની શિક્ષણની પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે શૈક્ષણિક માહીતી પર જ ઘ્યાન દોરે છે અને તેમાં જીવન કૌશલ્યોના વિકાસ થાય તેવો કોઇપણ અભિગમ અપનાવેલ નથી. શિક્ષણની પ્રક્રિયામાં જીવન કૌશલ્યો અસરકારક રીતે દાખલ કરી શકાય છે. અને વિશિષ્ટ સંદર્ભમાં તેનો અમલ કરવાની ક્ષમતાનો પણ વિકાસ કરી શકાય છે.

જીવન શિક્ષણએ તારૂણ્ય શિક્ષણના એક આંતરિક ભાગરૂપે ઉપર પ્રમાણ, તારૂણ્ય શિક્ષણના પુનરાવર્તિત  માળખાં પ્રમાણે જીવન કૌશલ્યો એ એક પ્રકારની ક્ષમતા છે, કદાચ સૌથી અગત્યની ક્ષમતાનો વિકાસ અને સિંચન શિક્ષણ દ્વારા થાય છે. એવું સામાન્ય રીતે માનવામાં આવે છે કે જે વ્યકિત ભણેલી હોય છે તેઓમાં જરૂરી બધી ક્ષમતાઓનો જીવન કૌશલ્યો સાથે વિકાસ થયેલો હોય છે. પણ વાસ્તવમાં આવું હોતું નથી. શું કરવું જોઇએ અને શેમાં બદલાવ લાવવો જોઇએ તે જાણવું એનો અર્થએવો નથી કે વિદ્યાર્થીઓ આપો આપ તેઓના વર્તનમાં કેવી રીતે બદલાવ લાવી શકે, તે જાણે અને તે જ જીવન કૌશલ્યો છે કે જેનો વિકાસ થાય તો કેવી રીતે અને કયો સ્ત્રોતોની મદદથી વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે.

આ સંદર્ભમાં જીવન કૌશલ્યોને એ રીતે વ્યાખ્યાયિતકરી શકાય છે કે તે સામાજીક, માનસિક ક્ષમતા છે કે જે વ્યકિતને કાર્યના સ્પર્શની સમસ્યાઓને સમજવા માટે જ્ઞાનનો ફેલાવો કરવા માટે વલણ અને મૂલ્યોને વિકસાવે છે. આ ફકત શારીરિક તંદરુસ્તી, માનસિક તંદુરસ્તી, જાતીય વિકાસ, એચ.આઇ.વી./ એઇડસ અને જીવન કૌશલ્યનો વિકાસ વિઘાર્થીઓએ શું કરવું ?, કયારે કરવું?, કેવી રીતે કરવું?, અને શા માટે કરવું? તે પ્રક્રિયાનો મજબૂત પાયો બનાવવાની ક્ષમતા, પોતાની જાત સાથે અન્યો અને વાતાવરણ સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપવાની ક્ષમતા, પોતાની જાત સાથે અન્યો અને વાતાવરણ સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપવાની ક્ષમતા, જવાબદારી અને સલામતિપૂર્વક કાર્ય કરવાની ક્ષમતા જુદી જુદી પરિસ્થિતિઓમાં જીવવાની ક્ષમતા અને કોઇપણ સમસ્યાનું નિરાકરણ લાવવાની ક્ષમતા ધરાવે છે.

જીવન કૌશલ્યો એ બીજા કૌશલ્યથી અલગ છે.

બીજા કૌશલ્યો જેવા કે યંત્રવત કૌશલ્યો, જીવંત કૌશલ્યો, વ્યાવસાયિક કૌશલ્યો અને ભાષાકીય કૌશલ્યો એ તકનિકી છે જયારે જીવન કૌશલ્યો માનસિક-સામાજીક છે કેજે વ્યકિતગત કાર્યો અને અન્ય પ્રત્યેના કાયોનો નિર્દેશ કરે છે. (વ્યકિતગત સમાજીક આંતરવ્યકિત, જ્ઞાનાત્મક અસરકારક અને સાર્વત્રિત) જીવન  કૌશલ્યો એ આંતર વ્યકિત જીવન કૌશલ્યો છે કે જે પોતાની જાત તેમજ અન્ય સાથે આંતરક્રિયા કરવા માટે સશકત બનાવે છે અને તંદુરસ્ત રહેણીકરણી અને જવાબદારીભર્યુ વર્તન કરવાનો વિકાસ કરે છે. બીજા કૌશલ્યોએ સતત મહાવરાનું ઉત્પાદન છે જયારે જીવન કૌશલ્યોનો વિકાસ આંતરવ્યકિતના અનુભવોના અઘ્યયન દ્વારા થાય છે.

જીવન કૌશલ્યો વિકાસ: માળખાકીય અભિગમ એક બાબત નાઁધવા જેવી જ છે કે જીવન કૌશલ્યનો વિકાસ એ કોઇપણ સમયે શિક્ષણની દરમિયાનગીરીથી થતાં કૌશલ્યોનો વિકાસ નથી, એટલે કે શિક્ષણ દ્વારા કોઇપણ વિકાસ નથી પરંતુ જીવન કૌશલ્યના વિકાસમાં વ્યકિતના સામાજીકીકરણની પ્રક્રિયાનો સમાવેશ થાય છે જે આજીવન ચાલનારી પ્રક્રિયા છે અને શાળા શિક્ષણ એ આ પ્રક્રિયાનો એક અંતર્ગત ભાગ છે. ટુંકમાં વ્યકિત પોતાના કૌશલ્યોનો જુદી જુદી પરિસ્થિતિમાં અલગ અલગ રીતે ઉપયોગ કરતી હોય છે, કોઇપણ વ્યકિતએ જીવન કૌશલ્ય હસ્તગત કર્યુ હોય અને તેની પાસે તે કૌશલ્યનો ઉપયોગ કરવાની સારી એવી સૂઝ હોય જે તરુણોની મૂળભૂત ઉત્5ાદકતા અને તેમના જાતીય સ્વાસ્થ્ય કરતા અલગ હોય, ઉદાહરણ તરીકે તરૂણો તેમની વિચારવાની શકિત અને પ્રત્યાયન કરવાની આવડતનો ખુબ જ ઉમદાપૂર્વક ઉપયોગ તેમના શિક્ષક સાથે વાતચીત કરવામાં, પ્રત્યાયન કરવામાં અથવા ચર્ચા કરવામાં ઉપયોગ કરતા હોય છે. અથવા વૈશ્ર્વિકરણ, વાતાવરણના પ્રદુષણ પર ઉગ્ર ચર્ચામાં વ્યકિત તે કૌશલ્યનો સારો એવો ઉપયોગ કરી શકતી હોય પરંતુ વ્યકિત આ કૌશલ્યનો ઉપયોગ જાતીય, જાતીયતા, સહસંબંધ અને તરૂણો  પરના નકારાત્મક દબાણ વિશે તેઓ આ સંબંધીત કૌશલ્યોનો વિકાસ છે જેના દ્વારા વ્યકિત યોગ્ય પરિસ્થિતિમાં કે યોગ્ય સંદર્ભમાં તે કૌશલ્યોનો ઉપયોગ કરે અથવા કરતા શીખે તે જીવન કૌશલ્યોનો વિકાસ છે. આમ, જીવન કૌશલ્યએ જીવન કે જાતિ સંબંધિત છે. તે જાતીયતા પર આધારીત છે. જીવન કૌશલ્યના વિકાસમાં શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે. શિક્ષણ વ્યકિતને તેના કૌશલ્યોનો યોગ્ય સંદર્ભમાં ઉપયોગ કરતા શીખે છે તે જીવન કૌશલ્યોનો વિકાસ છે. જીવન કૌશલ્યના વિકાસમાં શિક્ષણ અગત્નો ભાગ ભજવે છે. શિક્ષણ વ્યકિતને તેના કૌશલ્યોનો યોગ્ય સંદર્ભમાં ઉપયોગ કરતા શીખવે છે. તેને કૌશલ્યોનો યોગ્ય ઉપયોગ કરવા માટે સમર્થ બનાવે છે અને શિક્ષણ દ્વારા થતી આ દરમિયાનગીરી એ સુઆયોજીત હોવી જોઇએ, જેથી કરીને વ્યકિત જે તે કૌશલ્યનો યોગ્ય સંદર્ભમાં ઉપયોગ કરી શકે. ખાસ કરીને અતિસંવેદનીલ સંકારી તરુણોના સંદર્ભમાં તેમની ઉત્5ાદકતા અને તેમના જાતીય સ્વાસ્થ્યના સંદર્ભમાં તેનો યોગ્ય ઉપયોગ થાય તેવું આયોજન શિક્ષણ દ્વારા થવું જોઇએ.

શિક્ષણ દ્વારા પ્રમાણભૂત જ્ઞાન મેળવવું, હકારાત્મક અભિગમનો જીવનમાં વિકાસ અને જોખમકારક વર્તનનો સામનો કરી શકે અથવા તેને ટાળી શકે તેટલી હોંશિયારી વ્યકિતમાં આવવી જોઇએ, જીવન કૌશલ્યના વિકાસમાં શિક્ષણની દરમિયાનગીરી દ્વારા અથવા શિક્ષણ દ્વારા એવું  આયોજન કરવું કે જેમાં સંદર્ભ વિસ્તાર અને જીવન કૌશલ્યોની નોંધ લેવામાં આવે, તરૂણોના શિક્ષણના મોટા ભાગના ઘટકો, બાબતો અતિસંંવેદનશીલ હોય છે, આવી બાબતોને ન્યાય આપવા માટે શિક્ષણની દરમિયાનગીરી સુઆયોજીત હોવી જોઇએ. આ સંદર્ભમાં તેમના વયજુથને લગતી અને તરૂણોને સંબંધીત બાબતોનો સમાવેશ થયેલો હોવો જોઇએ. તેમની ઉપર પૂરતું ઘ્યાન અપાયેલું હોવું જોઇએ. જીવનમાં કયા કૌશલ્યો મહત્વના છે અને તેના પર કેટલું ઘ્યાન કયારે અને શા માટે આપવું તે જાણી લેવું જરુરી છે.

જીવન કૌશલ્યોના વિકાસમાં શિક્ષણની દરમિયાનગીરી અથવા શિક્ષણ દ્વારા આ કૌશલ્યોનો અસરકારક વિકાસ કરવા માટે શાળાનો અભ્યાસક્રમ અને શાળાની અભ્યાસ પ્રવૃતિઓને ઓળખી લેવી જોઇએ, અને તેને પૂર્વનિર્ધારીત કરવી જોઇએ કારણ કેુ સહઅભ્યાસ પ્રવૃતિઓ દ્વારા જીવન કૌશલ્યોનો વિકાસ સારી રીતે કરી શકાય છે અથવા જીવન કૌશલ્યોના વિકાસની શકયતાઓ તેમાં ઘણી છે.

અન્ય પ્રવૃતિઓની તુલનામાં કોઇ ચોકકસ પ્રવૃતિ  દ્વારા જીવન કૌશલ્યોનાં વિકાસ યોગ્ય છે અર્થાત કોઇ ચોકકસ કૌશલ્યનાં વિકાસ માટે કોઇ ચોકકસ પ્રવૃતિ સુયોગ્ય રહેશે. ઉદાહરણ તરીકે વાટાઘાટનું કૌશલ્ય (પ્રત્યાયન) બે વ્યકિતઓ વચ્ચેની વાતચીતનું કૌશલ્ય અને તાદામ્યના કૌશલ્યને સમજાવવા માટે, શીખવવા માટે નાટક એ એક સારી પ્રવૃતિ સાબિત થશે. નાટક દ્વારા આ કૌશલ્યો વિઘાર્થીઓને સારી રીતે સમજાવી શકાશે. એક પ્રવૃતિ દ્વારા અનેક હેતુઓ સિઘ્ધ કરવા જોઇએ, નિશ્ર્ચિત હેતુઓ સિઘ્ધ કરવા માટેની આ પ્રક્રિયા છે. પ્રવૃતિઓ એ હેતુઓ સિઘ્ધ કરવાની વિવિધ દિશાઓ પુરી પાડે છે. જુથ ચર્ચા દ્વારા જ્ઞાનમાં વધારો કરી શકાય છે, જ્ઞાન મેળવી શકાય છે. તેના દ્વારા સમજ ખીલવી શકાય છે પરંતુ તેના દ્વારા એટલે કે જુથ ચર્ચા દ્વારા કોઇ કૌશલ્યનો વિકાસ કરવો હોય તો તેનું આયોજન કરવું પડે અને એક પ્રક્રિયામાંથી પાસર થવું પડે, જેમાં સમગ્ર પ્રક્રિયા દરમિયાન જીવન કૌશલ્ય વિકાસ પર ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય, કઇ રીતે કૌશલ્ય વિકાસ કરવો તેની સમજ આપેલી હોય, કૌશલ્ય વિકાસની પ્રક્રિયા એ પ્રયોગાત્મક છે અને પ્રાથમિક રીતે તે પ્રયોગાત્મક શિક્ષણ સાથે સંબંધ ધરાવે છે. વિઘાર્થીઓની આ પ્રક્રિયામાં સામેલગીરી અતિ મહત્વની છે.

યૌવન  એટલે વીજનો તણખો

આજના તરૂણ-તરૂણીઓ અને યુવાનો અભ્યાસમાં એકાગ્રતા કેળવી જીવનમાં આગળ વધે સાથે તેઓ અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં ભાગ લે, રમત ગમતમાં ભાગ લેશે તો તેમનામાં ગુણવત્તા લક્ષી જીવન કૌશલ્યોનો વિકાસ થશે. આ બધા દ્વારા જ તેમનો સંર્વાગી વિકાસ થશે, આમ જોઇએ તો પણ આજના તરૂણો-યુવાનો ‘હેન્ડલ વીથ કેર’ જેવા હોય છે, તેમને સાચવવા અને કેળવવાની જરુર છે. એટલે કે કહેવાય છે કે ‘યોવન એટલે વીજનો તણખો, ઝબ કે તો અજવાળું નહીં તો ભડકો’આજના વાલીઓએ ખાસ પોતાના સંતાનોને સમજવાની જરુર છે. આજનો યુવા વર્ગ સ્વચ્છતાનું મહત્વ, પર્યાવરણનું જતન અને વ્યસન મુકત સાથે નશીલા દ્રવ્યોથી દુર રહીને પોતાનો શ્રેષ્ઠ વિકાસ કરે તે ખુબ જ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here