સ્થૂળતા વધવા માટે લાઇફસ્ટાઇલ જવાબદાર !!

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહિ તો કયારે? માં આર્યુર્વેદના બે નિષ્ણાંત ડો. રમેશ સાપરા અને ડો. ભાનુભાઇ મેતાએ સિકસ પેક કી ઝીરો ફિગર તંદુરસ્તી માટે અયોગ્ય વિષય ઉપર ચર્ચા અત્રે રજુ કરી છે

માનવીના શરીરમાં ચરબીનું પ્રમાણ અને સ્થુળતાને લગતી ચચા આયુર્વેદ મુજબ ની વિગતો સાથેની ચર્ચા, આયુર્વેદના નિષ્ણાંત સાથે ઝીરો ફિગર શરીર માટે કેટલું જરુરી તેમજ જીવનશૈલી મુજબની સ્થુળતા શરીરમાં હોય છે જેની વિગતવાર માહીતી અત્રે રજુ કરેલ છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદ શાસ્ત્રમાં વજન વધારવા ઘટાડવાનો શું ઉલ્લેખ છે?

જવાબ:- ડો. ભાનુભાઇ મેતાના જણાવ્યા મુજબ ચરક મહર્ષિ દ્વારા આઠ નિદિત પુરૂષો એટલે કે જાડા લોકો હોય તેના માટે સારવાર જરુરી છે. અને અતિ પાતળા લોકોને પણ સારવારની જરુર પડતી હોય છે. જાણ કરતા પાતળો માણસ સારો હોય છે કેમ કે, જાડા માણસને પરેજી પાડવામાં કે કંઇ ચરી પાડવામાં તકલીફ પડતી હોય છે અને તેને પાતળા બનવાની સારવારમાં તકલીફ થતી હોય છે.

પ્રશ્ર્ન:- જાડા હોવું કે પાતળા હોવું એ આનુવંશિક લક્ષણ છે કે બીજા જીવનશૈલી કારણો છે?

જવાબ:- ડો. રમેશ સાપરાના જણાવ્યા મુજબ જાડા હોવું કે પાતળા હોવું એ આનુવંશિક સો ટકા છે. ગમે તે વ્યકિતનું જીવનશૈલી જે પ્રકારની હોય તે પણ મહત્વનું હોય છે. જે ઘરમાં પહેલીથી ખોરાક જેમ કે, નોનવેજ ખાવાતું હોય, ઘી-દુધ વધારે ખવાતું હોય, ફરસાણ વધારે ખવાતું હોય, તો તેમાં નાનપણથી મોટા થાય ત્યાં સુધીમાં માતા-પિતાની સરખામણીમાં પહોંચી જતા હોય છે.

પ્રશ્ર્ન:- બાળકો સ્થુળ થતા જાય છે, તો તેમની ભોજનશૈલી કે ફાસ્ટફુડ ખાતા હોય તે કારણ હોઇ શકે ?

જવાબ:- ડો. ભાનુભાઇ મેતાના જણાવ્યા મુજબ બાળકોમાં જંગફૂડ, બ્રેડ, ચિઝ વગેરે વસ્તુઓ તથા અનિયમિત ખોરાક લેવા વગેરે બાળકોમાં ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે અત્યારની લાઇફ સ્ટાઇલમાં બાળકો ટી.વી. જોતા જોતા ખાતા હોય છે તો તે કેટલું ખાય છે તેની જાણ રહેતી નથી  ભુખ વિના પણ જમતા હોય છે. અત્યારે જમવા માટેના વિકલ્પો ઘણાં છે. જેને કારણે ખાઉધરા પણું આવે છે. જેને કારણે ઓબેસીટી આવે છે અને બીજું શ્રમનું પ્રમાણ ઘટી ગયું છે.

પ્રશ્ર્ન:- મોટેરાઓમાં સ્થુળતા વધતી જાય છે, તો આના કારણો શું હોઇ શકે?

જવાબ:- ડો. રમેશભાઇ સાપરાના જણાવ્યા મુજબ વ્યાપનો અભાવ, ખોરાક વધુ પડતો મધુર, શિતળ, વધારે કેલેરીવાળો, વધુ પ્રોટીનવાળો, વધુ ચરબી વાળો વગેરે ખોરાકનું રેગ્યુલર સેવથી થતું હોય છે. અમુક ઘરો રોજીંદી મીઠાઇ ખવાતી હોય તો વ્યકિતઓની ઉમર વધતા અસરો જોવા મળતી હોય છે. સ્ત્રીઓમાં પુરૂષ કરતાં સ્થુળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

એક વાર જમ્યા પછી બીજીવાર જમો તો તેની વચ્ચેના સમયગાળામાં ખોરાકનુ પાચન થવું જરુરી હોય છે. સામાન્ય રીતે ખોરાક લેવામાં પ થી 6 કલાકના સમયગાળામાં પાચન થતું હોય છે જેને મઘ્યસ્ત કહેવામાં આવે છે. ચરબીને લગતા ખોરાકનું સેવન કરવામાં આવે તો તે ચરબી પેટના ભાગમાં, સાથળના ભાગમાં જાતીય ભાગમાં વગેરે જગ્યાઓ પર ચરબી જમા થાય છે. આમ, હલન-ચલન ઓછું થાય અને ચરબીનું પ્રમાણ વધતું જાય છે. 40 વર્ષ પછી થોડું માનસિક વાતાવરણને કારણે ચરબીનું પ્રમાણ વધતું હોય છે.

પ્રશ્ર્ન:- પાતળા લોકોને સપ્રમાણ કરવા માટે આયુર્વેદમાં કોઇ ઉલ્લેખ છે કે નહિ?

જવાબ:- ડો. ભાનુભાઇ મોતાના જણાવ્યા મુજબ જીવનશૈલી ચિંતા વાળી થઇ ગઇ છે. માણસ એકને એક વિચાર કર્યા રાખે જેને કારણે ચોકકસ રીતે પાચન ન થાય અને પુરતા પ્રમાણમાં ધાતુ મળી રહે નહિ, જે શરીરમાં પુરતા પ્રમાણમાં ન મળે તેથી માણસ કૃષ થઇ જાય એટલે પાતળો રહે છે.

પોતાનું વજન વધારી શકે નહિ. ઘણા લોકોની જીવનશૈલી ખુબ વ્યસ્ત હોય છે જેને જમવાનો કોઇ સમય હોતો નથી જેને કારણે પાતળાપણું આવે છે. આયુર્વેદમાં કહ્યું છે કે, ખોટી રીતે ટેન્શન (ચિંતા) ન લેવી અને બીજું કે ગાયના દૂધ, ઘી અને માણસનું યોગ્ય સેવન કરો તથા પૂરતી ઉંઘ કરો, જેને કારણે પાળતાપણું ઓછું થાય છે. જીવનમાં કસરતનું પ્રમાણ રાખવું જોઇએ. જેને કારણે પૂરતા પ્રમાણમાં ધાતુઓ શરીરને મળતી રહે.

પ્રશ્ર્ન:- કોઇ વ્યકિતએ સિકસ પેક બોડી બનાવું જરુરી છે? શરીર તંદુરસ્ત રાખવું કેટલું જરુરી ? સ્ટાન્ડર્ડ શું છે?

જવાબ:- ડો. રમેશભાઇ સાપરાના જણાવ્યા મુજબ બોડી વાળા લોકો કે જે સુમો પહેલવાન છે તે બધી જ પ્રકારની માસ પેસીઓ અને હલચલ દેખાડવામાં આવે તો તે ગંજસ છે તે રમત છે અને તે ક્રિયા વારંવાર કરવામાં આવે તો તે સામેના વ્યકિતને રમતમાં હરાવી શકે તો તેનો વ્યવસાય છે તે સ્વાસ્થય માટે કરતાં હોતા નથી.

વ્યવાસય માટે બોડી બનાવતા હોય છે. આમ, તે આયુર્વેદની વ્યાખ્યામાં કયાંય આવતું નથી. સમયે સમયે પહેરવેશ અને રીત-ભાત પરીવર્તન સાથે વ્યકિત કરે, તો તે સુંદરતાની નિશાની જ છે.

પ્રશ્ર્ન:- સ્ત્રીઓ માટે ઝીરો ફીગર બનાવું વ્યાજબી છે?

જવાબ:- ડો. ભાનુભાઇ મેતાના જણાવ્યા મુજબ વ્યકિતઓમાં કોઇ ખુબ જ જાડા વ્યકિત હોય તો પણ સારવાર કરવામાં તકલી પડે છે અને ખુબ જ પાતળા વ્યકિત હોય તો તેની સારવારમાં પણ તકલીફ પડે છે. શરીરમાં પેટનો ભાગ છાતીથી બહાર નીકળેલો ન હોવો જોઇએ તેમ જ સુદઢ ચરબી અને બાંધો હોય તે શરીર યોગ્ય અને ઉત્તમ છે.

પ્રશ્ર્ન:- તંદુરસ્તી અને સુંદરતા માટે આયુર્વેદ ની દ્રષ્ટિ માપ દંડો કયાં હોઇ શકે?

જવાબ:- ડો. રમેશભાઇ સાપરાના જણાવ્યા મુજબ પુરૂષની સુંદરતા અને સ્ત્રીની સુંદરતા અલગ અલગ હોય છે બન્ને માં કમરનો ભાગ મહત્વનો હોય છે. જેમાં સ્થુળતા વધે તો બોડીનો દેખાવ ખરાબ દેખાય છે.

પ્રશ્ર્ન:- ઓપરેશન દ્વારા ચરબી કાઢવામાં આવે છે? તો કેટલું વ્યાજબી છે?

જવાબ:- ડો. ભાનુભાઇ મેતાના જણાવ્યા મુજબ શરીરમાં ચરબી એક સાથે બનેલી હોતી નથી અને તે એક સાથે ચહબી ઓપરેશનથી કાઢી નાખો છો તો વાયુનો પ્રકોપ વધે છે આંતરનો અમુક ભાગ નિષ્કીય કરવામાં આવે છે, જે કુદરતી રીતે બનેલા શરીર માટે યોગ્ય હોતું નથી માટે યોગ્ય રીતનું શરીરએ માનવીને તેના સાનુકુળ પરિસ્થિતિ મુજબનું હોવું જરુરી હોય છે.

સંદેશો

ડો. રમેશભાઇ સાપરા

નિયમિત ‘મિતાહાર’ કરવો જરુરી છે મિતાહાર કરશો, પુરતી ઉંઘ કરશો, નિયમિત જીવન રાખશો તો માત્ર બોડી જ નહિ પરંતુ જીવન પણ તંદુરસ્ત રાખી શકશો.

ડો.ભાનુભાઇ મેતા

માનવીનું શરીર સ:પ્રમાણ રહે તે માટે ખોરાકી વ્યાયામની ઋુચર્યાની અને દિનચર્યાની નિયમીતતા રાખવી ખુબ અગત્યની છે. આમ, નિયમી તતાને કારણે શરીર સ:પ્રમાણ રહે છે.