Abtak Media Google News

 

લાઇગર-ટિગોન નામના વર્ણશંકરથી અલગ જાતિ છે: લાઇગર 10 ફૂટની લંબાઇ સાથે 400 કિલો વજન ધરાવે છે અડધો ભાગમાં મોઢુ સિંહ જેવું બે બાકીનો ભાગ વાઘ જેવું હોય છે: તે એક વિશાળ અને ખૂબ જ શક્તિશાળી જાનવર છે

 

1935માં દક્ષિણ આફ્રિકામાં ચાર લાઇગર બચ્ચાનો ઉછેર કરાયો હતો: લાઇગરને વિશ્ર્વની સૌથી મોટી બિલાડી મનાય છે, તેની લંબાઇ 10 થી 12 ફૂટ જેટલી હોય છે: વિજ્ઞાને કરેલ નવી શોધનું પરિણામ લાઇગર છે: વાઘ અને સિંહણના સંવનનથી ટીગોન પેદા થાય છે

ટાઇગર એટલે વાઘ અને લાયન એટલે સિંહ આ બંનેનું સંયોજન એટલે વર્ણશંકર ‘લાઇગર’.  વિજ્ઞાને કરેલ નવી શોધનું આ પરિણામ છે. સિંહ અને વાઘણના જનીનોનું સંયોજન લાઇગર છે, એક નવી પ્રજાતિ છે. લાઇગર નામથી હિન્દી અને અંગ્રેજી ફિલ્મ પણ બની છે. લાઇગરનું વજન, ઉંચાઇ વિગેરે સિંહ-વાઘથી મોટી છે. 10 ફૂટની લંબાઇ સાથે કદાવર 400 કિલોનું વજન ધરાવે છે. લાઇગર ટિગોન નામના વર્ણશંકર પ્રજાતિથી અલગ છે. લાઇગરના અડધો ભાગ સિંહ જેવો અડધો વાઘ જેવો બન્યો છે. તે એક વિશાળ અને ખૂબ જ શક્તિશાળી જાનવર છે.

2017માં રશિયાના એક પક્ષીઘરમાં લાઇગરનો જન્મ થયો હતો. સિંહ અને વાઘણના ક્રોસબ્રીડથી જન્મનાર બચ્ચાને લાઇગર કહેવાય છે. હાલ વિશ્ર્વમાં 25 જેટલા લાઇગર છે. હાલ દુનિયામાં સૌથી મોટો લાઇગર હરક્યુલસ છે જેનું વજન 418 કિલોને 3.3 મીટર લાંબો છે. પશુ-પક્ષીપ્રેમીઓ આવા પ્રજનનનો વિરોધ કરે છે. ક્રોસબ્રીડથે પેદા થતાં બચ્ચાઓને આરોગ્ય બાબતે ઘણી મુશ્કેલીઓ હોય તેવું માનવું એનીમલ લવરનું છે. પ્રાકૃતિક રીતે સિંહ, વાઘનું ક્રોસીંગ અસંભવ હોય છે. કારણ કે જ્યાં વાઘ હોય ત્યાં સિંહ નથી હોતાને જ્યાં સિંહ હોય ત્યાં વાઘ હોતા નથી. શ્ર્વાનોમાં તો વર્ષોથી ક્રોસબ્રીડનું ચલણ છે. બોલીવૂડમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવકોંડાની એન્ટ્રી ‘લાઇગર’ ફિલ્મથી થઇ હતી. આ ફિલ્મ તેલુગુ અને હિન્દી એમ બે ભાષામાં બની હતી.

પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને વાઘણનું વર્ણશંકર લાઇગર છે. જેમાં સિંહ અને વાઘના લક્ષણો જોવા મળે છે. બંનેના સંયોજનથી પેદા થયેલી પ્રજાતિ મોટી અને કદાવર બની હતી. સામાન્ય રીતે સિંહ અને સિંહણના જનીનોથી ઉત્પન થતી પેઢી કુદરતના ક્રમ મુજબ તેના જેવી જ થાય છે પણ આ વર્ણશંકર પેદાશમાં નવું પરિણામ મળતા પ્રાણી વિજ્ઞાન ચોંકી ઉઠ્યું હતું. નર સિંહો દ્વારા અપાયેલ વૃધ્ધી મહત્તમ અનુકૂલનનો પ્રભાવ વધારે છે. જ્યારે ટીગોનમાં મર્યાદીત વૃધ્ધી જોવા મળે છે. લાઇગર કરતાં ટીગોન નાના પેદા થયા હતાં.

સૌથી મોટા લાઇગર અપવાદરૂપ એક હજાર કિલોનું વજન ધરાવે છે. તેનાથી વિપરિત ટીગોન કદમાં નાના જોવા મળે છે. સિંહ અને વાઘ તેના ભૂગોળ અને વર્તન દ્વારા અલગ પડે છે. પ્રાણીઘરોમાં આકસ્મિક સમાગમ અને કેદમાં નિર્દેશિત સંવર્ધનના પ્રયાસોથી ઉદ્ભવે છે.લાઇગર અને ટીગોનનું સંવર્ધન 1700 દાયકાના અંતમાં થયું હતું. આજે તો અંદાજે 100 લાઇગરને 100થી ઓછા ટીગોન અસ્તિત્વમાં હોવાનું મનાય રહ્યું છે. ઘણી રાષ્ટ્રીય સરકારો અને પ્રાણી અધિકાર સંસ્થાઓ સિંહાસને વાઘના આવી સંવર્ધન પ્રથાને અનૈતિક માને છે, કારણ કે ઘણા કિસ્સામાં લાઇગરને જન્મજાત ખામી જોવા મળી હતી અને જન્મ બાદ મૃત્યુ પણ પામ્યા હતા. સ્થૂળતા શિકાર સાથે ઘણીવાર વાઘ અને સિંહો બંનેના લક્ષણો, આદતોનું મિશ્રણ જોવા મળે છે. બે પ્રજાતિઓને પ્રાણીઘરમાં અલગ રાખવા એવો નિયમ છે જો કે લાઇગર કેદમાં આકસ્મિક રીતે થયા છે અને થાય પણ છે. પ્રાણીઘરોમાં સૌથી વધુ લાઇગર યુ.એસ.ધરાવે છે, ચિનમાં પણ 20 છે. બાકીના દેશોમાં સંખ્યા ઓછી છે.

લાઇગર અને ટીગોન સિંહોની જેમ મિલનસાર અને પાણીમાં તરવાનો આનંદ માણે છે. પિતૃ પ્રજાતિઓ કરતાં કદમાં મોટા જોવા મળ્યા. 19મી સદીમાં આ કોમ્બિનેશ પ્રજાતિ (વર્ણશંકર)નું મૂળ 1798માં જોવા મળ્યું હતું. 1930ના દાયકામાં લાઇગર નામ અપાયું હતું. વાઘણના મોડલ પર માદા લાઇગરનો ઉલ્લેખ થયો હતો. 19મી સદીમાં માતા-પિતા સાથે ત્રણ લાઇગરના ફોટા પણ છપાયા હતા. 1837માં જન્મેલા બે લાઇગર બચ્ચા રાજા વિલિયમે તેમના અનુગામી રાણી વિક્ટોરીયાને પ્રદર્શિત કરવા આપ્યા હતા. 31મી મેં 1901માં પ્રાણી શાસ્ત્રી જેમ્સ કોટરે તેની વિગત અને ફોટા સાથે પત્ર પણ લખ્યો હતો.1935માં દક્ષિણ આફ્રિકાના ઝૂમાં બે બચ્ચામાંથી ચાર લાઇગરનો ઉછેર કરાયો હતો. તેમાંથી 3 નરને 2 માદા 1935 સુધી જીવ્યા હતા. આજે ટીગોન્સ કરતાં લાઇગર વધુ જોવા મળે છે. ટીગોન કરતાં લાઇગર દુર્લભ લાગે છે. લાઇગરમાં સિંહણ જેવા પીળા રંગ પર ઝાંખા વાઘ જેવી પેટર્ન ધરાવતા પટ્ટા જોવા મળે છે. સફેદ વાઘમાં આ કોમ્બિનેશનથી પટ્ટા વગરનાં લાઇગર જોવા મળ્યા હતાં. લાઇગર માટે સફેદ હોવું અશક્ય નથી. 2013માં દક્ષિણ કોરોલિનામાં સફારી પાર્ક ખાતે સફેદનર અને માદા લાઇગરનો જન્મ થયો હતો.

લાઇગરને વિશ્ર્વની સૌથી મોટી બિલાડી માનવામાં આવે છે. નર સિંહ અને માદા ટીગોનથી એક દુર્લભ વર્ણશંકર પ્રજાતિ પેદા થઇ હતી. જે લાઇગર જેવું જ કદ ધરાવે છે, જે ભારતના પ્રાણીઘરમાં પેદા થયેલ હતી. લાઇગર મોટાને ટીગોન નાના પેદા થાય છે. છ વર્ષની ઉંમર સુધી સિંહ અને વાઘની ખંભાની ઉંચાઇ, લંબાઇ અને વૃધ્ધિ લાઇગરમાં જોવા મળતી નથી. હાલ પૃથ્વી પરની સૌથી મોટી કદાવર જીવંત બિલાડી લાઇગર હરક્યૂલસ છે, જેનું વજન 425 કિલો છે. જો કે લાઇગરનું આયુષ્ય 13 થી 18 વર્ષ હોય છે. અપવાદરૂપ 20 વર્ષ જીવ્યાના દાખલા છે. આવી જાતનાં લાઇગરોમાં અંગ નિષ્ફળતાની સમસ્યાઓ વધુ જોવા મળે છે.

ટીગોનની જેમ લાઇગર ફક્ત કેદમાં જ અસ્તિત્વ ધરાવે છે. ઐતિહાસિક રીતે જોઇએ તો એશિયાઇ સિંહ, બંગાળના વાઘ કેટલાક એશિયાના દેશોમાં જોવા મળે છે. દંતકથામાં રણમાં વાઘ સાથે સિંહ સંવનન કરતા કે અસ્તિત્વમાં તેવું જોવાય છે પણ આધુનિકયુગ સુધી ક્યાંય લાઇગર કે ટીગોનનો વસવાટ હતો જ નહી. ભારતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં બે પ્રજાતિઓની શ્રેણીઓને ઓવરલેપ કરવા માટે જાણીતી છે. ઇરાન અને એનાટોલીયા જેવા સ્થળોએ વાઘની શ્રેણી સિંહની શ્રેણી સાથે ઓવરલેપ થઇ ગઇ હતી. લાઇગર એક હાઇબ્રીડ છે. તે વાઘ કરતાં સિંહ જેવો વધુ દેખાય છે.

આપણાં દેશમાં 19મી સદીના પ્રારંભે લાઇગર બ્રીડની નોંધ છે તેથી એ નવી હાઇબ્રિડ નથી. લાઇગર ઘણીવાર સ્થૂળતા પીડાય છે. કારણ કે તેઓને તેમના નાના રહેઠાણો અને પાંજરામાં પૂરતી કસરત મળતી નથી. લાઇગર વિશાળકાયાનો અને ટીગોન વામનરૂપમાં જોવા મળે છે.

લાઇગરની વૃધ્ધી જીવનનાં પ્રારંભે જ તેજીથી જોવા મળે છે. માદા લાઇગરની ફળદ્રુપતા પણ વધારે જોવા મળી હતી. બંને પ્રજાતિના રંગસૂત્રો લાઇગર અને ટીગોનમાં જોવા મળે છે. લાઇગરની ગર્જના સિંહની જેમ સંભળાય છે. 19મી સદીમાં જન્મેલા લાઇગર એક અકસ્માત સંવર્ધન હતું જે ઇરાદાપૂર્વકનું ન હતું.

લાઇગર અને ટીગોન પ્રાણીઘરમાં જ પેદા થાય છે !!

અત્યાર સુધી જંગલોમાં કોઇ લાઇગર મળ્યા નથી. સામાન્ય રીતે તેઓ પ્રજાતિની રેખાઓને પાર કરતા નથી અને એકબીજામાં રસ ધરાવતા નથી. જીવ વિજ્ઞાનીકો કહેવા મુજબ તેમનું સંવર્ધન અનન્ય સંજોગોમાં જ શક્ય બને છે. જેમ કે કેદમાં અટવાયું હોય અને સમાન જાતિના અન્ય કોઇ સાથી ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં આવુ બનવા પામે છે. આપણું ગીરનું જંગલ એકમાત્ર સ્થાન છે. જ્યાં સિંહ અને વાઘ બંનેનું અસ્તિત્વ છે. બાકી બીજે ક્યાંય જંગલોમાં આવુ જોવા મળતું નથી. લાઇગર કે ટીગોન પ્રાણીઘરમાં જ પેદા થયા છે.

વાઘણને લાઇગરના જન્મ સમયે મદદની જરૂર

લાઇગરને પૃથ્વી પરની સૌથી મોટી બિલાડીઓ પૈકી એક મનાય છે ત્યારે વાઘણને પ્રસૃતિ સમયે લાઇગર બચ્ચાને યોગ્ય રીતે પહોંચાડવા સી-સેક્શનની જરૂર પડે છે કારણ કે તે સામાન્ય વાઘણના બચ્ચા કરતાં કદમાં મોટા હોય છે. લાઇગર નેપોલિયનનું પ્રિય પ્રાણી હતું. લાઇગરના સંવર્ધનને ઘણીવાર અનૈતિક પણ ગણવામાં આવ્યું હતું. જાનવરો કુદરતી રીતે બચ્ચાને જન્મ આપતાં હોય ત્યારે સંપૂર્ણપણે અકુદરતી અને જૈવિક રીતે સ્થાપિત પ્રથાઓનો પ્રયોગ શુ કામ કરવો જોઇએ તેવી દલીલ એનિમલ લવર કરી રહ્યા છે. એ.ઝેડ.એ. અમેરિકાની સંસ્થા લાઇગરની મંજૂરી આપતી નથી. સિંહ અને વાઘણના સંવનનથી લાઇગર અને વાઘ અને સિંહણથી ટીગોન બન્યા !! લાઇગર મોટાને ટીગોન નાના કદના જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.