Abtak Media Google News

સ્થાનિક ખેડૂતોને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા ઝરખના ફોટા બતાવતા સામે આવ્યું  સત્ય:  તપાસ હજુ ચાલુ

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમ વિસ્તારમાં પાછલા બે દિવસથી દીપડો આવ્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે ત્યારે ગતરાત્રીના પણ એક ખેત મજુરએ દિપડા જેવું કોઈ પ્રાણી જોયું હોવાનું ગામલોકોને જણાવતા આજે પણ વનવિભાગના અધિકારીઓ દ્વારા ચરડવા ખાતે દોડી જઇ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રાણીના ફોટાઓ એક ખેત મજૂરને બતાવતા ઝરખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તેમજ સગડ ઝરખના હોવાના જાણવા મળે છે તેમ છતાં પણ હજુ વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે

તાલુકાના ચરાડવા ગામ ની સીમમાં પાછલી બે રાત્રીથી દીપડો દેખા દેતો હોવાનું ખેત મજુરો જણાવી રહ્યા છે ત્યારે આ અંગે વન વિભાગની ટીમ દ્વારા  બે દિવસથી સઘન તપાસ કરવામાં આવી રહી છે તેવામાં ગતરાત્રીના પણ એક ખેત મજુર રે દિપડા જેવું કોઈ પ્રાણી જોયું હોવાનું આજે જણાવતા વનવિભાગના વિષ્ણુભાઈ રબારી,કાનાભાઈ આહિર, કનકસિંહ પરમા,ર સી,આર બરોલીયા, રોહિતભાઈ સોનગરા  સહિતની ટીમ ચરાડવા ખાતે દોડી ગઇ હતી

7537D2F3 21

અને તપાસ કરાતા જે પંજાના નિશાનો જોવા મળ્યા તે દિપડા નહીં પરંતુ ઝરખના હોવાની શક્યતા સેવાઈ રહી છે જેથી હાલ વન વિભાગની ટીમ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે પ્રાથમિક તપાસમાં દીપડો આવ્યો હોવાના કોઈપણ જાતના પુરાવા જણાતા નથી જેથી ગભરાવાની કોઈ જરૂર નથી સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે ઝરખ મોટાભાગે રાતના બહાર નીકળતું હોય છે અને જે ખેત મજુર ને દીપડાના અને ઝરખના ફોટા બતાવતા ખેત મજુરએ ઝરખ જેવું પ્રાણી હોવાનું જણાવ્યું છે જેથી આ વિસ્તારમાં દીપડો આવ્યો હોવાનું હાલ જણાતું નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.