ચોટીલાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા ર્માંના ડુંગરે રોશનીનો ઝળહળાટ

ડુંગર ટ્રસ્ટ પરિવાર દ્વારા લેસર શો એ ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું

નવલી નવરાત્રી શરૂ થઈ ગઈ છે તેવા સંજોગોમાં ચોટીલા ચામુંડા માતાજીના દર્શને ભાવિકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને સાંજના સમયે દર્શનાર્થે અને આરતી સમયે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં ડુંગર ટ્રસ્ટ પરિવાર દ્વારા આ વખતે દર્શનાર્થીઓને આકર્ષવા માટે રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે ઇતિહાસમાં પ્રથમ વખત ચામુંડા માતાજીના મંદિર ઉપર લેસર લાઈટ દ્વારા ડુંગર પર માતાની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી રહી છે.

તેવા સંજોગોમાં દર્શનાર્થીઆનું ધ્યાન આકર્ષિત મા ચામુંડા માતાજીના ડુંગર ઉપર કેન્દ્રીત ડુંગર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં જાહેર રોડ રસ્તાઓ ઉપરથી પસાર થઇ રહેલા લોકો પણ માં ચામુંડા માતાજીના દર્શન આ લેસર શો દ્વારા કરી રહ્યાં છે ત્યારે આ ખાસ લેસર શોમાં માતાજીની આબેહૂબ પ્રતિકૃતિ તેમજ લેસર શો દ્વારા લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે જેને લઇને ડુંગરના પરિષદમાં લાઇટિંગના આકર્ષણના કારણે લોકો પ્રભાવિત થયા છે.

ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યાના જિલ્લા પોલીસ સહિતની ટીમ તળેટીમાં તેનાં કરી અને દર્શનાર્થીઓને દર્શને જવા દેવામાં આવી રહ્યા છે. ચોટીલા પવિત્ર ધામમાં ચામુંડા માતાજીના ડુંગર ઉપર લેસર શો પાડવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ અનેક લોકોએ આ લેઝર શો લાઈવ દર્શન લોકો સુધી પહોંચાડયા છે.

તેવા સંજોગોમાં ભવ્ય લેઝર શો યોજવામાં આવતા માં ચામુંડા માતાજીના દર્શન ચાર કિલોમીટર દૂરથી પણ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યા છે રોડ ઉપરથી પસાર થતાં વટેમાર્ગુને પણ લેસર શો દ્વારા માં ચામુંડા માતાજીના દર્શન પ્રથમ નવલી નોરતાની સંધ્યાએ કરાવવામાં આવ્યા છે.