Abtak Media Google News

સર ગારફીલ્ડે છોડેલા કેચને કારણે હું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટેસ્ટ મેચમાં 10 હજાર રન બનાવનાર ખેલાડી બની શક્યો : ગાવસ્કર

ભારતીય ક્રિકેટને 50 વર્ષ પૂર્ણ થતાં તેની  ઉજવણી કરતી વખતે સુનિલ ગાવસ્કરે બુધવારે કહ્યું હતું કે, તેઓ આ જીવન લાંબું ન ચલાવી શક્યા હોત, જો તે સમયે સોબર્સે મને જીવનદાન આપ્યું ન હોત. આ જીવનદાન આપનાર ગ્રેટ ક્રિકેટર સર ગારફીલ્ડ સોબર્સ હતા તેવું ગાવસ્કરે ઉમેર્યું હતું.

નીતિન મહેતાની આગેવાની હેઠળના રોટરી ક્લબ ઓફ  બોમ્બે એરપોર્ટ ખાતે ગિફ્ટ લાઇફ સમારોહમાં ગાવસ્કરે કહ્યું હતું કે, શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલમાં આશરે 150  જન્મજાત બાળકોના હૃદયની સર્જરી કરવામાં આવી હતી. જેનો શ્રેય નીતિન મહેતાને જાય છે.

ગિફ્ટ ઓફ લાઈફની વાત આવતા ગાવસ્કરે તેની કારકિર્દી અંગે મહત્વની એક વાત જાહેર કરી હતી. ગાવસ્કરે  કહ્યું હતું કે, મારી પ્રથમ ટેસ્ટ મેચમાં હું રમી રહ્યો હતો ત્યારે હું 12 રન પર બેટિંગ કરતો હતો અને સ્ટમ્પની બહાર ડ્રાઇવ કરતા બોલ ઉછળયો હતો. કેચ મહાન ક્રિકેટર ગારફિલ્ડ સોબર્સ પાસે ગયો હતો અને સોબર્સે કેચ છોડી દીધો હતો.  જે થકી મને પ્રથમ જીવનદાન મળ્યું હતું.  જે બાદ મેં મેચમાં અર્ધ સતક  ફટકારી આગામી મેચમાં મારુ સ્થાન નિશ્ચિત કર્યું હતું.

દિગ્ગજ બેટ્સમેને 6 માર્ચ 1971 ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. જે શ્રેણી ભારતે જીતી હતી.  ત્યારબાદ તે 10000 ટેસ્ટ રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

તે પછીની ટેસ્ટમાં પણ જ્યારે હું 6 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે મારા બેટમાં બોલ ઉડીને કેચ સ્લીપમાં ચડ્યો હતો અને ત્યાં પણ સોબર્સ ફિલ્ડિંગ માટે મૌજુદ હતા. આ સમયે બોલ ઘણો ઝડપથી ગયો. બોલની ઝડપને કારણે તેઓ બોલ જોઈ શક્યા નહી. જેના કારણે કેચ મિસ થયો અને મને ફરીવાર જીવનદાન મળ્યું અને તે મેચમાં ફરીવાર મેં મેચમાં સદી ફટકારી હતી.ગાવસ્કરે કહ્યું હતું કે, આ બે કેચ મિસ થવાને કારણે મને જીવનદાન મળ્યું અને હું સારું પ્રદર્શન કરી શક્યો અને પરિણામે મને ભારતીય ટીમમાં કાયમી માટે સ્થાન મળી ગયું અને હું ટેસ્ટ મેચમાં 10000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની શક્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.