Abtak Media Google News

માઓવાદીઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાના કાવત્રાનો પર્દાફાશ તાં સનસનાટી મચી જવા પામી છે. મોદી ઉપર હુમલાની ભીતિથી વડાપ્રધાનના રોડ-શો કેન્સલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સ્પેશ્યલ પ્રોટેકશન ગાર્ડ (એસપીજી) દ્વારા રોડ-શો ન કરવાની ભલામણ થઈ છે.

મહારાષ્ટ્રમાં ભીમા-કોરેગાવમાં ગત જાન્યુઆરી મહિનામાં યેલી હિંસામાં પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી એક આરોપી પાસેી પોલીસને શંકાસ્પદ ઈ-મેઈલ અને પત્ર મળ્યો છે. જેમાં માઓવાદીઓ દ્વારા પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ પીએમ મોદીની હત્યા કરવાની તૈયારી દર્શાવાઈ છે. મોદી રાજ ખતમ કરવા અને દેશમાં ભાજપની સત્તાની આગેકુચ રોકવા માઓવાદીઓનો ઈરાદો જાહેર તાં સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું છે. જેના પગલે વડાપ્રધાનને હવેથી રોડ-શો ન કરવાની ભલામણ એસપીજી દ્વારા કરાઈ છે.

તા.૧ જાન્યુઆરીએ યેલી હિંસા મામલે પોલીસે કેરળ નિવાસી કાર્યકર રોના વિલ્સન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન રોના વિલ્સનના દિલ્હી સ્તિ ફલેટમાંથી શંકાસ્પદ પત્રો કબજે કર્યા હતા. આ મામલે પોલીસે કોર્ટમાં ખુલાસો પણ કર્યો છે. બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે અને ૧૪ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

અભિયોજક ઉજ્જવલ નિકમે કોર્ટમાં કહ્યું કે, દિલ્હીમાં રોના વિલ્સનના ઘરેથી મળેલા પત્રમાં એમ-૪ રાયફલ અને ગોળીઓ ખરીદવા ૮ કરોડ રૂપિયાની જરૂરની વાતનો ઉલ્લેખ છે. આ ઉપરાંત આરોપીના ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં વડાપ્રધાન મોદીનું આખા દેશમાં વધી રહેલુ મહત્વ પાર્ટી ઉપર સંકટ છે માટે સખત પગલા લેવાની જરૂર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પત્રમાં લખ્યું છે કે, હિન્દુ ફાંસીવાદને હરાવવો અમારો મુખ્ય ઉદ્દેશ છે અને પક્ષનો મુખ્ય ધ્યેય પણ આ જ છે. સીક્રટ સેલ અને સંસન સાથે જોડાયેલા ઘણા નેતાઓ આ મુદ્દાને મજબૂત રીતે ઉઠાવે છે. સમાન વિચારધારા વાળા સંગઠનો, રાજકીય પક્ષો અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરનારા લોકો થતા મુળ આદિવાસીઓના જીવનમાં મોદીના નેતૃત્વવાળી હિન્દુ ફાંસીવાદી સરકારે ઘુસણખોરી કરી છે. બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાં પરાજય છતાં મોદીએ ૧૫ રાજયોમાં સફળતાપૂર્વક સરકાર બનાવી છે. જો ભાજપની આગળ વધવાની ગતિ આવી જ રહી તો પાર્ટીને દરેક મોરચે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાજીવ ગાંધી હત્યાકાંડની જેમ વધુ એક હત્યાકાંડ કરવાનું અમે વિચારી રહ્યાં છીએ.

મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયના જણાવ્યાનુસાર પોલીસને માઓવાદી સંગઠનોના બે પત્રો મળ્યા છે. જેમાં મુખ્યમંત્રી ફડણવીસ અને તેમના પરિવારને ધમકી આપવામાં આવી છે. ધમકીના પગલે ફડણવીસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ફડણવીસની ઓફિસે બે પત્રો પહોંચાડવામાં આવ્યા હતા જે પોલીસને પરત અપાયા છે. અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં માઓવાદીના સફાયા માટે સરકારે કડક પગલા લીધા છે. પરિણામે અનેક માઓવાદીઓનો ખાત્મો બોલાવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.