- સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો
- દાઉદી વ્હોરા સમાજ વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
- અમદાવાદ જીસીએસ કેન્સર હોસ્પિટલના સહયોગથી કરાયું આયોજન
લીંબડી ખાતે સમસ્ત દાઉદી વ્હોરા સમાજની વાડી ખાતે હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના મુફદ્દલ સેફુદ્દીનની સૂચનાથી ઉમુર સેહત અને દાઉદી વોહરા અંજુમને બુરહની તથા અમદાવાદ કેન્સર હોસ્પિટલના સહયોગથી સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 163થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં દર્દીઓને જરૂરિયાત મુજબ વિવિધ 29 પ્રકારના જુદા જુદા લોહી પરિક્ષણ, ઇસીજી, એકક્ષ-રે, અને છાતી અને ગર્ભાશયના કેન્સરની તપાસ અને નિદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા દાઉદી વ્હોરા સમાજના આગેવાન અલીઅસગર દાઉદી તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
અનુસાર માહિતી મુજબ, લીંબડી સમસ્ત દાઉદી વ્હોરા સમાજની વાડી ખાતે હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના મુફદ્દલ સેફુદ્દીન સાહેબના આદેશ અનુસાર ઉમુર સેહત અને દાઉદી વોહરા અંજુમને બુરહની લીંબડી તથા અમદાવાદ કેન્સર હોસ્પિટલના સહયોગથી સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 163થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
જેમાં દર્દીઓને જરૂરિયાત મુજબ વિવિધ 29 પ્રકારના જુદા જુદા લોહી પરિક્ષણ, ઇસીજી, એકક્ષ-રે, અને છાતી અને ગર્ભાશયના કેન્સરની તપાસનુ નિદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા દાઉદી વ્હોરા સમાજના આગેવાન અલીઅસગર દાઉદી તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : અશ્ચિનસિંહ રાણા