મર્યાદા-કર્તવ્યએ ધર્મના બે મુખ્ય સ્વરૂપ છે: પૂ.રમેશભાઈ ઓઝા

મોરબી પૂર્વ ધારાસભ્ય આયોજિત શ્રીમદ્દ ભાગવત કથાનો ચોથા દિવસ  શ્રી કૃષ્ણ મનોરથ ઉજવાયો

મોરબી કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજિત પૂજ્ય રમેશભાઈ(ભાઈશ્રી)ઓઝાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથાના ચોથા દિવસે એટલે કે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે સમગ્ર મોરબી જીલ્લામાંથી બહોળી સંખ્યામાં કથા શ્રવણ કરવા લોકો ઉમટ્યા હતા, ચોથા દિવસની કથાને બપોરના 4 વાગ્યે વિરામ આપવામાં આવ્યો હતો

આજના શ્રીમદ્દ ભાગવત કથાના ચોથા દિવસના પ્રારંભમાં ધર્મની વ્યાખ્યા આપતા શ્રેષ્ઠ ધર્મ કોને કહે છે, ધર્મ વગેરે મનુષ્ય, મનુષ્ય ન રહે. ધર્મ વગર મનુષ્ય પશુ સમાન થઇ જાય છે. ધર્મનો અર્થ છે મર્યાદા, કર્તવ્ય. વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ. ધર્મના આ બે મુખ્ય સ્વરૂપ છે. વિધિરૂપ ધર્મ એટલેવજે કરવા જેવું છે તે કર્મ જેવા કે દાન, જપ, તીર્થયાત્રા અને ગૌ માતા અને બ્રાહ્મણોની સેવા કરવી. નિષેધરૂપ ધર્મ એટલે ચોરી ન કરવી, ખોટું ન બોલવું, હરામનું ન ખાવું, પાપ ન કરવું તેમજ વ્યસન-વ્યભિચારના શિકાર ન બનવું

કથાના ચોથા દિવસમાં ભાવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજની કાન પકડીને માફી માંગી હતી, તેમના દ્વારા બોલાયેલ કે માલધારીઓ દૂધ લઇ લે છે ગૌ માતાને માણસોની જિંદગી જોખમમાં મૂકી રખડતી રોડ ઉપર હાંકી કાઢે છે, પૂજ્ય ભાઈશ્રીએ માફી માંગતા કહ્યું કે મારે માલધારીની જગ્યાએ પશુપાલક શબ્દનો ઉપયોગ કરવો જોઈતો હતો અને જે રખડતી મુકવાના બોલાયેલા શબ્દોમાં તેને જાણ થઇ કે તે સરકાર સામેના આંદોલનના ભાગરૂપે તેઓ રસ્તે રઝળતી મૂકી દેતા હોય છે. આંદોલન અને પ્રશ્નોના સમાધાન પછી આવું બધું નહિ થાય તેવી ધરપતની વાત સાથે પોતાના દ્વારા બોલાયેલા શબ્દોની માલધારી સમાજની માફી માંગી હતી

શ્રીમદ્દ ભાગવત કથાનો ચોથો દિવસ એટલે પ્રભુ ગોપાલકૃષ્ણનો જન્મોત્સવ, અમુક લોકમુખે વાત થતી હોય છે કે કથામાં રોજ ન જવાય તો વાંધો નહિ પરંતુ કૃષ્ણ જન્મોત્સવમાં જરૂર જાશું, એ રીતે મેઘરાજાએ પણ એમ માની કૃષ્ણ જન્મોત્સવમાં મેઘરાજાએ પણ હાજરી પુરાવી હતી, ત્યારે કાલે આખી રાત વરસાદ હતો અને સવારમાં પણ વરસાદ અવિરતપણે ચાલુ હોય આવી પરિસ્થિતિમાં પણ પૂર્વ ધારાસભ્ય તેમજ સ્વયંમ સેવકો દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવા ભારે જહેમત ઉઠાવી હતી  શ્રીમદ્દ ભાગવત કથાના ચોથા દિવસે કથા-શ્રવણ કરવા માટે અનેક રાજકીય મહાનુભાવો જેવા કે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, વાસણભાઇ આહીર, સાંસદ મોહનભાઇ કુંડારીયા,રામભાઈ વેકરીયા, જયંતીભાઈ કવાડીયા, લલિતભાઈ કગથરા, અનિરુદ્ધસિંહ (રીબડા), જીતુભાઇ મહેતા, નારૂભા(ગોંડલ), દુર્લભજીભાઈ દેથારિયા, ભાનુભાઇ મહેતા ઉપસ્થિત રહી કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરી હતી

કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજીત રમેશભાઈ ઓઝાની

શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે પણ બોહળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ નિહાળી હતી.