Abtak Media Google News

બગીચામાં બકરીનું મારણ કરવા આવેલા ડાલામથાને
શિકાર આડે પડેલા યુવક પર કર્યો હુમલો

તાલાલાના માધુપુર (ગિર) ગામે આજે મોડી રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ ગામના બગીચા પાસે પોતાની બકરીના જોક પાસે સુતેલા યુવકનું સાવજના મારણમાં આડખીલી બનતા મોત નિપજ્યું હતું. લગભગ રાત્રીના 1 વાગ્યા આસપાસ અચાનક નર સિંહ માધુપુર ગામે આવી પહોંચ્યો હતો ત્યારે બકરીને દબોચી લઈ જતો રહ્યો હતો. યુવાનને ખબર પડતા જ બકરીની શોધમાં નિકળ્યો હતો. જો કે, બકરીના મારણ દરમિયાન આડખીલી બનેલા બહાદૂર (ઉ.વ.35) સિંહને આડખીલી બન્યો હતો અને સિંહે બહાદૂર પર હુમલો કરતા તેમનું સ્થળ પર જ મોત નિપજયું હતું. ફોરેસ્ટ વિભાગને જાણ થતાં સિંહને કામચલાઉ રીતે અરેસ્ટ કરવામાં આવ્યો છે. જો કે હવે તેને આજીવન કેદ થાય તેની પણ પુરી શક્યતા છે. ખેડૂત યુવાનના મોતથી ગ્રામજનોમાં પણ અને ખેત મજૂરોમાં પણ ભય વ્યાપી ગયો છે.

ફોરેસ્ટ વિભાગના અધિકારી રાઠોડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાલાલાના માધુપુર ગિર ગામે એક યુવાન પોતાના ઝુંપડા નજીક ગામના જ બગીચા પાસે ગરમીના કારણે દરરોજ સુતો હતો ત્યારે શુક્રવારે મોડીરાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં ગામ નજીક નર સિંહ આવી ચડ્યો હતો. આ નર સિંહ પોતાના ખોરાકની શોધમાં યુવાનની બકરીને દબોચી દૂર લઈ ગયો હતો. જો કે, યુવાનને જાણ થતાં જ તે પોતાની બકરીને શોધમાં નિકળ્યો હતો. બગીચા આસપાસ અંધારપટ હોય અને યુવાન પાસે પોતાના સ્વબચાવ માટે પણ કોઈ સાધન ન હોય અને સાવજને બકરીના મારણમાં આડખીલી બનતા યુવાન પર પણ હુમલો કરી દીધો હતો. જેથી બકરી અને યુવાનનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક વાગ્યા આસપાસ ગામના સ્થાનિકોને ખબર પડતા જ તેમણે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો.

ફોરેસ્ટની તાબડતોબ માધુપુર ગામે પહોંચી હતી ત્યાં લગભગ અડધો, પોણો કલાક તપાસ કર્યા બાદ યુવાનની લાશ મળી આવી હતી. હાલ તો એવું જ લાગી રહ્યું છે કે સાવજના ખોરાકમાં યુવક આડખીલી બન્યો હતો અને ત્યારબાદ તેને યુવાન પર પણ ગરદન પાસે હુમલો કરી દીધો હતો અને બન્નેનું મોત નિપજયું હતું. ફોરેસ્ટ વિભાગની ટીમે યુવાનની લાશ મળતા જ હોસ્પિટલ ખસેડ્યો હતો જો કે હાલ પીએમ બાકી હોય પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે સાવજે યુવાન પર ક્યાં ક્યાં હુમલો કર્યો છે.વધુમાં ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, જે રીતે સાવજે યુવાન પર હુમલો કર્યો છે તેને હાલ પાંજરે પુરી દીધો છે. જો કે હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસર રીતે આજીવન કેદની સજા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.