Abtak Media Google News

રાજકોટ ઝૂમાં સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક કરતા સિંહણ રૂત્‍વી(ઉ.વ ૬.૫)ને સુતેલી હાલતમાં જોવા મળી હતી. આ સિંહણને ઉભી કરવા છતા ૫ણ ઉભી ન થઇ શકી નહતી. ત્યાર બાદ એનિમલ કિ૫રે વેટરનરી ડોક્ટરને તાત્‍કાલિક જાણ કરી હતી. સિંહણની તપાસ કરતા પૂછડીના મૂળના ભાગે સોજો જોવા મળ્યો હતો.જોકે, સિંહણને રાત્રી દરમિયાન ઝેરી સર્પદંશ થતા તેમને તાત્‍કાલિક સારવાર હેઠળ રાખવામાં આવી છે.

Db74F887 180C 4F07 8D8B E60Bc96Fcd57

સારવાર માટે વેટરનરી ઓફીસર ડો. ઉપેન્દ્ર પટેલ, ડો. જાકાસણીયા તથા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. હિરપરાની ટીમ દ્વારા સતત રાઉન્‍ડ કલોક સઘન સારવાર કરવામાં આવી રહી છે. એન્ટી સ્નેક વેનમ અને લાઇફ સેવીંગ ટ્રીટમેન્ટ શરૂ રખાતા 6 કલાકની સારવાર બાદ સિંહ માદાની તબીયતમાં આંશીક સુધારો જણાયેલ.

સતત અને સઘન સારવારના અંતે મોડી રાત્રી દરમિયાન સિંહણની તબીયતમાં નોંધપાત્ર સુધારો મળ્યો હતો અને આજે વહેલી સવાર સિંહણ સારવારનાં પાંજરામાં નોર્મલ અવસ્થામાં હરતી-ફરતી થઇ ગઈ છે. હાલ સિંહણની તબીયતમાં ખુબ સારો સુધારો જોવા મળેલ છે અને હજુ પણ આ સિંહણને સતત અવલોકન હેઠળ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.