- દુધઈ પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાઈ
- અલ્લારખા સમાના વાડામાં ગેરકાયદેસર વીજ ચોરી કરનાર સામે તજવીજ કરાઈ
- કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક સહિતના લોકો દ્વારા કરાઈ
રાજ્યના અસામાજીક ગુંડા તત્વો પર કાર્યવાહી કરવા આદેશ અનુસાર દુધઈ પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અલ્લારખા કાસમ સમાના વાડામા ગેરકાયદેસર વીજ ચોરી માટેના ઈલેક્ટ્રીક વાયર થાંભલાઓ નાખી અને ગેર કાયદેસર વીજચોરી કરનાર આરોપીને કુલ રૂ. 2,28,000નો દંડ કરવા તથા વિધ્યુત અધિનિયમ-2003ની કલમ-135 મુજબ ફરીયાદ દાખલ કરવા માટે તજવીજ કરવામાં આવી છે. આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ, દુધઈ PI આર.આર.વસાવા તથા ડેપ્યુટી એન્જીનીયર એચ.એમ.પટેલ તથા PGVCLની ટીમ અને દુધઈ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યના .ડી.જી.પી. સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજીક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોઈ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક .ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમારની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી દુધઈ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અલ્લારખા કાસમ સમાના વાડામા ગેરકાયદેસર વીજ ચોરી માટેના ઈલેક્ટ્રીક વાયર થાંભલાઓ નાખી અને ગે.કા. વીજચોરી કરનાર આરોપી અલ્લારખા કાસમ સમાને કુલ રૂ.2,28,000/- (બે લાખ અઠ્યાવીસ હજાર પુરા) નો દંડ કરવા તથા વિધ્યુત અધિનિયમ-2003 ની કલમ-135 મુજબ ફરીયાદ દાખલ કરવા માટે તજવીજ કરવામાં આવી છે.
આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ, દુધઈ પીઆઈ આર.આર.વસાવા તથા ડેપ્યુટી એન્જીનીયર એચ.એમ.પટેલ તથા પી.જી.વી.સી.એલ.ની ટીમ અને દુધઈ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
અહેવાલ: ભારતી માખીજાણી