Abtak Media Google News

દેશમાં રહેવાની દ્રષ્ટિએ ટોપ-10 શહેરીની લિસ્ટ જાહેર કરવાં આવી હતી. ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા Ease of Living Indexમાં આ માહિતી આપવામાં આવી છે. આ ઈન્ડેક્સ (EoLI 2020)માં કુલ 111 શહેરોની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં, બેંગલુરૂ ટોપ પર છે અને

ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા શહેર ટોપ 10 માં રેન્કિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબરે10 લાખથી વધુ વસતીવાળા મ્યુનિસિપલ કોર્પોરેશન રેન્કિંગમાં સુરત બીજા નંબરે, અમદાવાદ છઠ્ઠા નંબરે અને વડોદરા 10માં નંબરે છે. શહેરી વિકાસ મંત્રાલયે તૈયાર કરેલા ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020માં 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોની શ્રેણી વિશે વાત કરીએ, તો બિહારનું એક પણ શહેર પણ આમાં શામેલ નથી.

નવી દિલ્હી નગરપાલિકા પરિષદે 10 લાખથી ઓછી વસ્થીવાળી શ્રેણીમાં Ease of Living Indexમાં પ્રથમ સ્થાન મળેવ્યુ છે. ઈન્દોરે 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને છે.

Ease of Living Indexની લિસ્ટ કેવી રીતે તૈયાર થાય છે

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ (EoLI) પહેલી વાર 2018માં જારી કરવામાં આવ્યું હતું. આ લીસ્ટ સરકાર, ઓળખ અને સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, અર્થવ્યવસ્થા, સસ્તું આવાસ, જમીન આયોજન, ઉદ્યાનો, પરિવહન, પાણી પુરવઠો, કચરો વ્યવસ્થાપન અને પર્યાવરણીય ગુણવત્તા જેવા 15 ધોરણોના આધારે આ સૂચિ તૈયાર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.