કાલીઘેલી ભાષામાં ભૂલકાઓની વાર્તાઓ સાંભળી અભિભૂત થયા શ્રોતાઓ

rajkot
rajkot

ચાણકય વિદ્યામંદિર દ્વારા આયોજીત ‘વાર્તા રે વાર્તા’ કાર્યક્રમમાં ભાગ લેતા ૨૦૦ છાત્રો

ચાણકય વિદ્યામંદિર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘વાર્તા-કથન’ વાર્તા રે વાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૭ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ આગળ વધે અને સર્વાંગી વિકાસ થાય તે માટેનો આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. કાર્યક્રમમાં ચાણકય વિદ્યામંદિરના ટ્રસ્ટી પ્રવીણ ‚પાણી, ઓજસ ખોખાણી તેમજ સ્કુલના શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રણ ભવન જેમાં આર્ટ ગેલેરી, ફિઝીકસ ડીપાર્ટમેન્ટ અને એમ.બી.એ ભવન ખાતે યોજાયો હતો વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયો પર વાર્તા કહેવામાં આવી હતી. અને કાર્યક્રમના અંતમાં બધા જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

ચાણકય વિદ્યામંદિરના ટ્રસ્ટી પ્રવીણ ‚પાણીએ વધુમાં જણાવ્યું હતુ કે અમારી સંસ્થા ૧ થી ૧૨ ધોરણ સુધીની છે. અમારો હેતુ છે કે દરેક વિદ્યાર્થી ચાણકય બને આજે આટલા વર્ષો પછી પણ ચાણકયને આપણે યાદ કરીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે અહી અભ્યાસ કરતા બાળકો ચાણકય બને દરેક ક્ષેત્રમાં હોશિયાર બને આજે ૨ થી ૭ ધોરણ સુધીનાં નાના બાળકોનો વાર્તા રે વાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેનો મુખ્ય હેતુ કે બાળક દરેક ક્ષેત્રમાં આગળ વધે નિપુર્ણ બને એમ બોલવું પણ એક કલા છે તો બાળકો કઈ રીતે બોલી શકે. નાનપણથી બાળકો વાર્તા સાંભળતા હોય છે. આ કાર્યક્રમમાં નાના બાળકો પોતાની રિતે સ્ટેજ પર આવીને તેના માતા પિતા સમક્ષ વાર્તા કરે છે. બાળક આગળ વધે અને બાળક બોલતુ થાય આ હેતુ ચાણકય વિદ્યામંદિરનો છે.

ચારકય વિદ્યામંદિરના શિક્ષીકા બીજલ રાણપરાએ જણાવ્યું હતુ કે દરકે બાળકોને સ્ટેજનો ડર છે તે દૂર થાય તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ ચાણકય વિદ્યામંદિરના શિક્ષકો પોતે ટાઈમ આપી દરકે વિદ્યાર્થીને શીખવે છે. જ‚ર પડે તો વાલી મીટીંગ પણ કરવામાં આવે છે. અને બાળકનો સર્વાંગી વિકાસ થાય બાળક ભવ્યિમાં કોઈપણ જગ્યાએ ડરનાં અનુભવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ચાણકય વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી પારેખ દ્રષ્ટીના માતાએ જણાવ્યું હતુ કે આજે મારો દીકરોએ આ વાર્તા રે વાર્તા કાર્યક્રમમાં ભાગ લીધો એનો મને ખૂબજ આનંદ છે. અહીના પ્રીન્સીપાલ, ટ્રસ્ટી અને શિક્ષકો પણ આવી અવનવી પ્રવૃત્તિ કરાવતા હોય છે. જેથક્ષ અમને પણ ખબર પડે કે અમા‚ બાળક કયા લેવલે છે. અને તેનો કઈ રીતે વિકાસ કરવો તે પણ ખ્યાલ આવે છે. ખૂબ આનંદ થયો આજે ચાણકય વિદ્યામંદિર દ્વારા આવી પ્રવૃત્તિ થતી રહે અને અમા‚ બાળક આગળ વધે.

ચાણકય વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા ભાયાણી અંશના માતાએ જણાવ્યું હતુ કે આજે મારા બાળકો આ કાર્યક્રમમાં ભાગ લીધો ખૂબજ સરસ લાગ્યું બધી સ્કુલમાં જનરલી પોગ્રામના કાર્યક્રમ થતા હશે. પણ આ કાર્યક્રમ એવો છે કે પહેલીવાર મે જોયો છે. પણ બાળક સ્ટેજ પર આવીને બોલે જેનાથી તેનો ડર દૂર થાય હુ આજે ૩૨ વર્ષની છું હું કયારેય સ્ટેજ પર આવીને નથી બોલી પણ મા‚ બાળક ૭ વર્ષની ઉંમરે બોલ્યો એનો મને ગર્વ છે. મા‚ બાળક મીલટ્રીમેન બને તેવી ઈચ્છા છે.

ચાણકય વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા દર્શન પારેખના માતાએ જણાવ્યું હતુ કે ચાણકય વિદ્યામંદિરનાં પ્રીન્સીપાલ અને શિક્ષકને અભિનંદન પાઠવું છું કે આવા કાર્યક્રમથી બાળકોને ખૂબજ પ્રોત્સાહન મળે. અને તેમનો સ્ટેજ ડર દૂર થાય છે. બીજી કોઈ સ્કુલમાં આવા કાર્યક્રમ થતા નથી વિદ્યાર્થી બધી જ રીતે આગળ વધે અને પ્રોત્સાહિત થાય તે માટે આ વિદ્યામંદિર સતત પ્રયત્નશીલ રહે છે.

શ્ર્વેતા વાગડીયાએ જણાવ્યુંં હતુ કે મારો પુત્ર મીત વાગડીયા ચાણકય વિદ્યામંદિરમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે. અને નાનપણથી જ અહી અભ્યાસ કરે છે. અહી મારા પુત્રને જે સ્ટેજ મળ્યું તે માટે હું ચાણકય વિદ્યામંદિરને અભિનંદન આપું છું સ્કુલ દ્વારા બાળક ખૂબજ પ્રોત્સાહિત થાય છે. આજે ખુબ ગર્વં થાય છે. કહેતા કે મારો પુત્ર આ ઉમરે વિના ડરે સ્ટેજ પર બોલી શકયો. વધુને વધુ આવા કાર્યક્રમો ચાણકય વિદ્યામંદિર દ્વારા કરવામાં આવે તેવું ઈચ્છું છું.