Abtak Media Google News

રાજકોટે કોથળામાંથી બિલાડું કાઢ્યું

રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને આફ્રિકા વચ્ચેની T-20 મેચમાં પિચે કોથળામાંથી બિલાડું કાઢતા મહેમાન ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સાઉથ આફ્રિકાની જેમ લાઇવલી પીચે જ સાઉથ આફ્રિકાની ટીમને મ્હાત આપી હતી. ભારતના બોલરએ પીચને ઓળખી હાર્ડ લેંથ પર બોલિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમને ધરસાઈ કરી દીધી હતી.

કાર્તિકે પેસને ઓળખી ચોક્કા છગ્ગાની રમઝટ બોલાવી અડધી સદી ફટકારી

P1050536

મેચની શરૂઆત સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પીચના રંગરૂપ જોઈને આફ્રિકી કેપ્ટન બાવુમાએ ચેસ કરવાનું પસંદ કર્યું હતું. શરૂઆતની ઓવરમાં મહદઅંશે આફ્રિકાની ટીમનો નિર્ણય સાચો રહ્યો હતો. ટોપ ઓર્ડરના બેટ્સમનોને રન બનાવવામાં ભારે મુશ્કેલી થઈ હતી. ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ 5 રન, ઈશાન કિશન 27, શ્રેયસ ઐયર 4 અને કેપ્ટન રુખભ પંત 17 રન જ બનાવી શક્યા હતા.
ત્યાર બાદ પીચને વર્તાવ જોઈ ફીનિશર તરીકે ઉભરાતા દિનેશ કાર્તિકે માત્ર 27 બોલમાં જ 55 રન ફટકારી ચોક્કા છગ્ગાની રમઝટ બોલાવી હતી. જ્યારે લોકલ બોય હાર્દિક પંડ્યાએ તેનો બખૂબી સાથ આપી 31 બોલમાં 46 રનની ઇનિંગ્સ રમતા ભારતે 169 રન બોર્ડ પર મારી દીધા હતા.

Dcs5314

ભારતએ આપેલા 170 રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ પહેલેથી જ પીચનો સ્વભાવ ઓળખી ના હોય તેમ બેટીંગમાં ખરી ઉતરી ના હતી. ભારતના બોલર આવેશ ખાનની ગતિ સામે આફ્રિકન ટીમ ધ્વસ્ત થઈ હતી. આવેશ ખાને ચાર વિકેટ ઝડપી ભારતની જીત નિશ્ચિત કરી હતી. 170 રનનો ટાર્ગેટ ચેસ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ 87 રનમાં તંબૂ ભેગી થઈ હતી.

ભારતના બોલરોએ બાઉન્સરનો ધાતક ઉપયોગ કરતા મહેમાનોની ટીમ ધૂટણીએ

Dcs5707

ભારતીય બેટ્સમેનોએ પણ પીચને ઓળખી પેસનો ઉપયોગ કરીને દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાએ ચોક્કા છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. દિનેશ કાર્તિકની શાનદાર ફિફ્ટીની મદદથી ભારતે 170નો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ભારતના બોલરો પહેલેથી જ પીચને ઓળખી પેસની મદદથી આફ્રિકાના કોઈ પણ બેટ્સમેનને ટકવા દીધા ન હતા. ભારતીય બોલરોએ પહેલેથી જ પીચને ઉપયોગ કરી બાઉન્સરનો વધુ ઉપયોગ કર્યો હતો. જેમાં આફ્રિકાના કેપ્ટન બાવુમાં અને અન્ય ખેલાડીઓ ઘવાયા હતા.

Untitled 1 391

તો બીજી તરફ બંને ટીમના બેટ્સમેનો તાકાતનો ઉપયોગ કરી રમવા ગયા તે તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. હાર્દિક પંડ્યા પણ બળનો ઉપયોગ કરી રમવાનો પ્રયાસ કરતો હતો અને તેના જ ચક્કરમાં હાર્દિકે આઠથી દસવાર બેટ બદલ્યા હતા.

રાજકોટમાં ક્રિકેટ ફીવર જામ્યો હોય તેમ ગઇ કાલે ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોએ ભારતની ટીમને સપોર્ટ કરી રંગ લગાવ્યો હતો. જેમાં પણ ભારતીય ટીમે પ્રેક્ષકોને નિરાશ ન કરતા જીત મેળવી હતી જેથી હવે સિરીઝ 2-2થી સરભર કરી આખરી મેચને હવે નિર્ણાયક બનાવી છે.

સયાજી હોટલમાં વિજયવિરોનું ભવ્ય સ્વાગત: કેક કાપીને ખેલાડીઓએ કરી ઉજવણી

Img 20220618 Wa0013

ગઇ કાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 મેચમાં ભારતે મહેમાન ટીમ આફ્રિકાને 82 રનના મોટા માર્જિનથી હરાવ્યા બાદ હવે સિરીઝ સરભર થઇ ગઇ છે. ત્યારે ગ્રાઉન્ડ પરથી મેચ જીતીને આવ્યા બાદ સયાજી હોટલ ખાતે વિજયવીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગત રાતે હોટલ ખાતે ગરબાની રમઝટ સાથે ભારતીય ખેલાડીઓને આવકાર્યા હતા. આ સાથે ઇન્ડીયન ક્રિકેટ ટીમના ખેલાડીઓએ કેક કટ કરી ઉજવણી કરી હતી. ટીમ મેનેજમેન્ટ દ્વારા મેચના સ્ટાર બોલર આવેશ ખાન અને મેન ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે ટીમ વતી કેક કટ કરીને ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.