• જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય
  • સામાન્ય જીવન જીવવા માટે દર મહિને 46,000 હજાર રૂપિયાની જરૂર
  • સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે

ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યાં છે. તેમાં ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો છો. આ મામલે 1 સર્વે કરવામાં આવ્યો છે, જેમાં જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 હજાર રૂપિયાની જરૂર પડે છે. તેમજ જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશ, અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે.

ગરીબ અને ઉચ્ચ મધ્યમ વર્ગ બંને માટે તેમની આવક અને ખર્ચને સંતુલિત કરવા અંગે ચિંતાનું કારણ બને છે. મોટા શહેરોમાં પાયાની જરૂરિયાતોની કિંમત પણ વધી રહી છે, જ્યાં ખર્ચ પણ વધુ છે. ભારતમાં વસવાટ ખર્ચની દ્રષ્ટિએ ગુજરાત સૌથી મોંઘું રાજ્ય છે, અને ત્યારબાદ મહારાષ્ટ્ર છે.  જ્યારે હિમાચલ પ્રદેશને સૌથી વધુ સસ્તું ગણવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના રહેવાસીઓ પ્રમાણમાં વધુ ખર્ચનો સામનો કરે છે.

ગુજરાતમાં સરેરાશ માસિક ખર્ચ રૂપિયા 46,800 છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂપિયા 45,400ની નજીક છે. તેનાથી વિપરિત, હિમાચલ પ્રદેશમાં લોકોનો સૌથી ઓછો સરેરાશ માસિક ખર્ચ રૂપિયા  23,600 છે. આ સાથે  બિહાર વધુ પોસાય તેવા રાજ્યોમાં સામેલ છે.

ટોચના 5 સૌથી મોંઘા રાજ્યો  

રાજ્યો રૂપિયા
ગુજરાત 46,800
મહારાષ્ટ્ર 45,400
મિઝોરમ 43,500
કર્ણાટક 43,200
હરિયાણા 39,800

5 સૌથી ઓછા ખર્ચાળ રાજ્યો

રાજ્યો રૂપિયા
હિમાચલ પ્રદેશ 23,600
બિહાર 25,900
ઓડિશા 26,400
ઝારખંડ 28,300
પુડુચેરી 28,400

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.