• તમામ બિમારીની સમસ્યાનું નિરાકરણ હવે આર.કે.પ્રાઇમ પ્લસ હેઠળ મળશે
  • ‘ડોક્ટર હાઉસ’ના ડો.પિયુષ સોરઠીયા, ડો.કુશાલ દોંગા, ડો.કેનીત આરદેશણા, ડો.મોનિલ ઠકરાર, ડો.પ્રતિક ભાડજા, ડો.ડેનીશ આરદેશણા, ડો.જીગર પાડલીયા અને ડો.દર્શન જાની સહિત 11 ડોક્ટર દર્દીઓને આપશે સારવાર: તમામ તબીબોએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી

મેડીકલ ક્ષેત્રે હરળફાણ ભરી રહેલા રાજકોટમાં તમામ ઇલાજ હવે ઉપલબ્ધ બન્યા છે. ત્યારે તેમાં આવનારા દિવસોમાં પણ અનેક કલગીઓ ઉમેરાશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે રવિવારે સવારે 9:00 કલાકે રાજકોટના પ્રખ્યાત 150 ફૂટ રીંગ રોડ પર, બાલાજી હોલ, મહાપૂજાધામ ચોક ખાતે “ડોક્ટર હાઉસ” ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે.

012c

જેમાં હવે એક છત નીચે જ દર્દીઓને તમામ પ્રકારની સારવાર મળી જશે. આ અંગેની વિસ્તૃત માહિતી આપવા માટે ડોક્ટર હાઉસના તમામ ડોક્ટરોએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી અને ‘ડોક્ટર હાઉસ’ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે ડોક્ટર હાઉસએ 7 માળનું અદ્યતન બિલ્ડીંગ છે. જેમાં અલગ-અલગ હોસ્પિટલમાં કાર્યરત તબીબો પોત-પોતાની હોસ્પિટલનું સંચાલન કરશે અને દર્દીઓને સારવાર આપશે. ‘ડોક્ટર હાઉસ’માં જનરલ હોસ્પિટલ ઉપરાંત ગાયનેક લેબોરેટરી, ઇ.એન.ટી., સ્પાઇન પેઇન ક્લીનીક, બાળરોગ અને બાળ કેન્સર વિભાગ ઉપરાંત બાળકોની વિવિધ બિમારીના સર્જન હવે એક છત નીચે જ ઉપલબ્ધ થશે. માત્ર એટલું જ નહિં પરંતુ ‘ડોક્ટર હાઉસ’માં આઇસીયુ, ડિલીવરી માટે લેબર સ્યુટ, સ્પાઇન ઇ.એન.ટી. સર્જરી, ઓપરેશન થીયેટર, લેપ્રોસ્કોપી, મોલીક્યુલર વિભાગ ઉપરાંત તમામ પ્રકારના રિપોર્ટ થઇ શકે તેવી અતિ આધુનિક લેબોરેટરીની સુવિધા ‘ડોક્ટર હાઉસ’માં મળશે.

‘ડોક્ટર હાઉસ’માં ડોક્ટરોના વિભાગની વાત કરીએ તો ડો.પિયુષ સોરઠીયા- ડો.કુશાલ દોંગા (સૌરાષ્ટ્ર સ્પાઇન એન્ડ પેઇન હોસ્પિટલ), ડો.કેનીત આરદેશણા (પરી સ્કીન ક્લીનીક), ડો.મોનિલ ઠકરાર (ગ્રીન ક્રોસ પેથોલોજી લેબોરેટરી), ડો.ખુશ્બુ ઝાલાવાડીયા-ડો.પ્રતિક ભાડજા (નારી વિમેન્સ હોસ્પિટલ), ડો.ડેનીશ આરદેશણા (મારૂતિ ઇ.એન.ટી. હોસ્પિટલ એન્ડ ડાયગ્નોનોસિસ સેન્ટર) ઉપરાંત ડો.જીગર પાડલીયા-ડો.દર્શન જાની (પ્રિમિયર હોસ્પિટલ એન્ડ આઇસીયુ), ડો.જીગર પટેલ (મૈત્રી હોસ્પિટલ) અને ડો.નિશાંત ઘરસંડીયા (હેમ ઓએનજી કેર સેન્ટર) સહિતના 11 તબીબો સારવાર માટે ઉપલબ્ધ રહેશે. 7 માળની અતિ આધુનિક હોસ્પિટલમાં પ્રથમ અને સાતમા માળે પ્રિમીયર હોસ્પિટલ, બીજા માળે મારૂતિ ઇએનટી-નારી વુમેન્સ હોસ્પિટલ, ત્રીજા માળે ગ્રીન ક્રોસ લેબોરેટરી-પરી સ્કીન ક્લીનીક, ચોથા માળે સૌરાષ્ટ્ર સ્પાઇન એન્ડ પેઇન હોસ્પિટલ, છઠ્ઠા માળે મૈત્રી પીડીયાટ્રીક સર્જીકલ હોસ્પિટલ તેમજ હેમ ઓએનજી કેર સેન્ટર કાર્યરત રહેશે.

પ્રિમિયર હોસ્પિટલ એન્ડ આઇસીયુ જેની ટીમમાં રાજકોટના નામાંકિત ડો.જીગર પાડલીયા અને ડો.દર્શન જાની જે ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ છે. આ બંને ડોક્ટરોએ રાજકોટના કોવિડ દર્દીઓની ખૂબ જ સેવા કરી છે. પ્રિમિયર હોસ્પિટલમાં બધી જ પ્રકારના રોગોની સારવાર જેમ કે ડેન્ગ્યૂ, મલેરિયા, ચીકન ગુનિયાની સારવાર થશે. આ ઉપરાંત નારી વુમન્સ સ્પેશ્યાલીસ્ટ પ્રસૃતિની સારવાર, લેપોરોસ્કોપી, ટાકા વગરના ગર્ભાશયના ઓપરેશન, દૂરબીનથી ગર્ભાશયની તપાસ, સ્ત્રી રોગને લગતી તમામ સમસ્યાઓની સારવાર થશે.

મારૂતિ ઇએનટી હોસ્પિટલ એન્ડ ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં ડો.ડેનિશ આરદેશણા કાન, નાક, ગળાના સર્જન તરીકે ફરજ બજાવશે. ઉપરાંત સૌરાષ્ટ્ર સ્પાઇન અને પેઇન હોસ્પિટલમાં ડો.કુશલ દોંગા અને ડો.પિયુષ સોરઠીયા સ્નાયુ, નસ, સાંધા અને સાયેટીમના દુ:ખાવાની ઓપરેશન વગર પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર આપશે. હેમ ઓએનસી કેર સેન્ટરમાં ડો.નિશાંત ઘરસડીયા બાળકોના કેન્સર અને લોહીના નિષ્ણાંત ડોક્ટર તરીકે ફરજ બજાવશે. આ સેન્ટરમાં કિમિયોથેરાપી, લોહી તેમજ લોહીના ઘટકો ચડાવવા સહિતની તમામ સારવાર ઉપલબ્ધ બનશે.

આર્ષ હોસ્પિટલમાં ડો.સીમા બાવરીયા ડાયબીટીસ, બીપી અને હૃદ્યરોગને લીધે થતી તકલીફ જેવા રોગોની સારવાર આપશે. ગ્રીન ક્રોસ પેથોલોજી લેબોરેટરીમાં ડો.મોનિલ ઠકરાર સેવા બજાવશે. જેમાં લોહી, પેશાબ અને કેન્સર થતાં કોરોનાના રિપોર્ટ તેમજ વિશેષરૂપ માઇક્રોબાયોલોજી એન્ડ મોલીક્યુલર વિભાગ કાર્યરત રહેશે. પરી સ્કીન ક્લીનીક ખાતે ડો.કેનીત આરદેશણા ચામડી અને વાળના નિષ્ણાંત તરીકે ફરજ બજાવશે.

જેમાં તેઓ દરેક પ્રકારના ચામડી, વાળ અને નખના રોગોનું નિદાન તેમજ મશા, કપાસી, ખીલ, ખાડા અને સફેદ ડાઘની સારવાર આપશે તેમજ માથાના ખરતા વાળ અને ટાલ માટે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થતાં પીઆરપી ટ્રીટમેન્ટ સહિતની સારવાર કરશે.  મૈત્રી પીડીયાટ્રીક સર્જીકલ હોસ્પિટલ ખાતે ડો.જીગર પટેલ બાળકોના જન્મજાત ખોડ ખાપણના ઓપરેશન, બાળકને થતી પેટ-છાતી-પેશાબની તકલીફના ઓપરેશન પાર પાડશે.

40 વર્ષ પછી મેડિકલ ચેકઅપ જરૂરી: ડો.ડેનિશ આરદેશણા

RK Prime doc2

‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા ડો.ડેનિશ આરદેશણાએ જણાવ્યું હતું કે આપણા માના ઘણા એવા હોય છે કે તેઓ હોસ્પિટલમાં જવાથી ડરતા હોય છે અને આ કારણોસર બોડી ચેકઅપ કરાવતા નથી. જ્યારે સામાન્ય લોકો પાસેથી જાણવા મળ્યું કે મોટાભાગના લોકો આહાર અને વર્કઆઉટની સંભાળ રાખે છે અને ફિટ લાગવાના કારણે બોડી નિયમિત ચેકઅપ કરાવતા નથી. પરંતુ આ એક વિચિત્ર પરિસ્થિતિ છે જે આપણે અંદરથી વિચારીએ છીએ કે આપણે યોગ્ય છીએ. પરંતુ ખાસ કરીને હાલના સમય મુજબ 40 વર્ષ બાદ બોડી ચેકઅપ કરાવવા ખૂબ જ અનિવાર્ય છે. બોડી ચેકઅપ કરાવવાથી જ ખબર પડશે કે ખરેખર આપણે ફીટ છીએ કે કેમ એટલે ખાસ કરીને આરોગ્યને જાળવણી માટે 40 વટ્યા બાદ બોડી ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું પોતે ‘ડોક્ટર હાઉસ’માં કાન, નાક, ગળાના સર્જન તરીકે ફરજ બજાવીશ. મારી કારર્કિદીમાં મેં 4 હજારથી વધુ ઓપરેશન કર્યા છે અને કાનનું ટાકા વગરનું ઓપરેશન ગુજરાતમાં સૌથી વધુ મોખરે છે.

કોરોનાએ લોકોને જાગૃત કર્યા: ડો.દર્શન જાની

012c

આજના જમાનામાં ભાગદોડ ભર્યા જીવનમાં લોકોએ શારીરીક અને માનસિક રીતે મજબૂત રહેવું ખૂબ જ જરૂરી છે.

તેવામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો કોરોનાથી જજૂમી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં તો કોરોનાએ આપણને જીવન જીવવાની રીત શીખવી દીધી છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન લોકો ઘરમાં રહીને મેડીટેશન, ઘરે બેસીને કસરત તેમજ હાઇજેનીંક ફૂડ આરોગીને સજાગ બન્યા છે ત્યારે હવે કોરોના બાદ પણ લોકોએ પોતાના સ્વાસ્થ્યની એટલી જ ચિંતા કરવી જોઇએ અને બોડી ચેકઅપ કરાવી સજાગ રહેવું જોઇએ.

‘ડોક્ટર હાઉસ’માં રેડિયોલોજી વિભાગ પણ ટૂંક સમયમાં શરૂ થશે

‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા ‘ડોક્ટર હાઉસ’ના ડોક્ટરોએ જણાવ્યું હતું કે એક છત નીચે ‘ડોક્ટર હાઉસ’માં દર્દીઓને તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને આગામી ટૂંક સમયમાં જે સારવાર ઉપલબ્ધ નથી તે પણ શરૂ કરવામાં આવશે. ત્યારે ટૂંક જ સમયમાં રેડિયોલોજી વિભાગ પણ શરૂ કરવાની અમારી વિચારણાં છે. જેના થકી દર્દીઓને સોનોગ્રાફી, એમઆરઆઇ અને સીટી સ્કેન સહિતના રિપોર્ટ અમારે ત્યાંથી ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.