Abtak Media Google News

દારૂ, ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 329ને પાસા હેઠળ જેલમાં ધકેલાયા: 51,126 પરવાનાવાળા હથિયાર જમા લીધા

નાર્કોટીક એક્ટ હેઠળ 39 કેસમાં રૂા.61.92 કરોડના નશીલા પદાર્થ પકડાયો: 91 હજાર શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત નશાબંધી અધિનિયમ,1949 અન્વયે રાજ્યામાં 3 થી 25 નવેમ્બર સુધી કુલ 29,844 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત કેસોમાં 24,75,650 રૂ.નો દેશી દારૂ 13,26,84,216 રૂ.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા 17,67,41,132 રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 31,19,00,999/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

ક્રિમીનલ પ્રોસિઝર એક્ટ-1973 હેઠળ 2,60,703 કેસો, પ્રોહિબીશન એક્ટ-1949 હેઠળ 30,051 કેસો, પોલીસ એક્ટ-1951 હેઠળ 71 કેસો તથા પાસા 1985 હેઠળ 329 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,91,154 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા 51,126 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.

આર્મ્સ એક્ટ-1959 હેઠળ 78 ગેરકાયદેસર હથિયાર, 354 ગેરકાયદેસર દારૂ-ગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પદાર્થ જમા કરવામાં આવ્યો છે.

રાજ્યમાં નાર્કોટિક 1985 હેઠળ કુલ 39 કેસો નોંધી, કુલ 61,92,77,309/- નો 1460.9895 કિ.ગ્રા.નો માદક પદાર્થ પકડવામાં આવ્યો છે.

રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા 56,270/- રૂ.નો 3,430/- રૂ.નો દેશી દારૂ, 1,53,00,000/- રૂ.ના ઘરેણાં, 92,84,730/- રૂ.ની રોકડ રકમ તથા 14,61,700/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,68,21,400/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા 11,242/-રૂ. નો 500/- રૂ.નો દેશી દારૂ, 1,41,15,940/- રોકડ રૂપિયા તથા 8,58,000/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.1,49,85,682/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સ્થાનિક પોલીસ દ્વારા 3,08,71,000/-રોકડ રૂપિયા, 3,54,14,237/- રૂ.ના ઘરેણાં, 61,92,87,199/- રૂ.ના ડ્રગ્સ પદાર્થો તથા 74,33,924/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,30,06,360/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.