Abtak Media Google News

અંતિમવિધિમાં કલાકો સુધી મૃતદેહો પડયા રહેતા હોવાથી સંક્રમણ ફેલાવવાનો ભય 

જામનગરમાં વાલસુરા રોડ પર મહેશ્વરી મેઘવાળ સમાજનું સ્મશાન આવેલું છે જેમાં ગઈકાલે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના બે મૃતદેહ વધારે સમય સુધી બહાર રાખવા હોવાના કારણે આસપાસના સ્થાનિકોની વિરોધ વ્યક્ત કર્યો હતો.પોતાને અને પોતાના પરિવારના બાળકોને કોરોનાનું સંક્રમણ થઇ જશે તેવી દહેશત વ્યક્ત કરી હતી સ્થાનિક મહિલા સહિતનાઓએ વિરોધ દર્શાવ્યો હતો અને કોરોનાના મૃતદેહને અલગ રસ્તેથી સ્મશાનમાં લઈ આવવા માંગણી કરી છે.જામનગરમાં વાલસુરા રોડ પર એસએસબી ના ગેટ સામે આવેલા મહેશ્વરી મેઘવાળ સમાજના સ્મશાનમાં કોરોનાના બે મૃતદેહની અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યા હતા અને લાંબા સમય સુધી મૃતદેહો બહાર પડ્યા હતા.આ વિસ્તારમાં મેઘવાળ સમાજના અનેક લોકો વસવાટ કરે છે, અને નાના બાળકો ત્યાં જ રમતા પણ હોય છે અને અવર-જવર કરતાં હોય છે.

આવા સંજોગોમાં કોરોનાના મૃતદેહો બહાર પડ્યા હોવાથી આસપાસના વિસ્તારોના લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં કોરોના નું સંક્રમણ ફેલાઈ જાય તેવી દહેશત છે. જે મામલે સ્થાનિક મહિલાઓ એ આજે સ્મશાન ગૃહમાં પ્રવેશ કરી વિરોધ દર્શાવ્યો છે અને કોરોના ના મૃતદેહોને અન્ય રસ્તેથી લાવવા માટેની માગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.