Abtak Media Google News

આવકવેરા વિભાગે સોમવારે રાતે નવી ઈન્ક્મ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલને લોન્ચ કરી હતી. નવી વેબસાઈડ બહાર પાડવાનો મકસદ હતો કે તે જૂની વેબસાઈડ કરતા સારી અને ફાસ્ટ રીતે કાર્ય કરે. પરંતુ સોમવારે લોન્ચ થવાની સાથે જ નવી વેબસાઈડમાં ગડબડી શરૂ થઈ ગઈ અને તેની ફરિયાદો પણ આવવા લાગી.

આ બાબતની પુષ્ટિ ખુદ નાણાં મંત્રી નિર્મલા સિતારમણએ ટ્વિટર પર કરી હતી. આયકર વિભાગનું નવું ઇ-પોર્ટલ ડિઝાઇન અને મેન્ટેન કરવાની જવાબદારી IT કંપની ઇન્ફોસિસને આપી હતી. નવી વેબસાઈડમાં ગડબડી થવાથી નિર્મલા સિતારમણએ ટ્વિટર પર ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ક્લાસ લીધી હતી.

નાણાં મંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘આવકવેરા વિભાગનું ઇ-ફાઇલિંગ પોર્ટલ 2.0, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી, તે સોમવારે રાત્રે 10.45 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ઘણી ગડબડી જોવા મળી અને તેની ફરિયાદો પણ આવી.’ આ સાથે ટ્વિટમાં જ ઇન્ફોસિસ અને તેના સહ-સ્થાપક નંદન નીલેકણીને ટેગ કરતા તેમણે લખ્યું કે, ‘આશા છે કે ઇન્ફોસીસ અને નંદન નીલેકણી તેના દ્વારા પુરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તાની બાબતમાં અમારા કરદાતાઓને નિરાશ નહીં કરે. કરદાતાઓ માટે આ નવી સાઈટ સરળતાથી ચાલે તે જ અમારી પ્રાથમિકતા છે.’

આ આવકવેરા પોર્ટલ સોમવારે રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ગડબડી સર્જાતા લોકોએ તેનું ધૈય ખોય દીધું હતું. આ સાથે નવા પોર્ટલને લઈ મેમ્સ બનવાનું શરૂ થઈ ગયું હતું. આવકવેરા વિભાગે 1 થી 6 જૂન સુધી વેબસાઇટ બંધ રાખી હતી અને કહ્યું હતું કે નવી વેબસાઇટ 7 જૂનથી શરૂ કરવામાં આવશે. તેથી લોકોને આશા હતી કે નવી વેબસાઇટ ખુબ સરળતાથી ઉપલબ્ધ થશે, પરંતુ તે થયું નહીં. તે પછી, જ્યારે વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી, ત્યારે લોકોને ટેક્નિકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

બિલાડીએ લીધો જીવ… રાજકોટમાં કાર અકસ્માતમાં મિત્રની નજર સામે મિત્રનું મોત, અમેરિકા જાય તે પહેલા જ એન્જીનીયરીંગના વિદ્યાર્થીનું મોત

નવી વેબસાઈડમાં આ પાંચ મહત્વની સુવિધા છે.

1. નવી સાઈડમાં RTR ફાઈલ સરળતાથી કરી શકાય અને રિફંડ પણ જલ્દી મળે.
2. બધા ટ્રાન્જેક્શનો, અપલોડ અને પેંડીગ દેતા એક જ ડેશબોર્ડ પર જોવા મળશે. જેથી વપરાશકર્તાઓ તેની જરૂરિયાત મુજબ હિસાબની કાર્યવાહી કરી શકે.
3. ઓનલાઇન અને ઓફલાઈન બંને સ્થિતિમાં RTR માટે તૈયારી કરવાનો સોફટવેર મફતમાં ઉપલબ્ધ થશે. તેમાં કરદાતાઓને સહાય કરવાની સુવિધા પણ છે, અને પૂર્વ ફાઇલિંગનો વિકલ્પ પણ છે, જેથી ન્યૂનતમ ડેટા એન્ટ્રી કરવો પડે.
4. ડેસ્કટોપ પોર્ટલ પર બધી જરૂરી સુવિધા મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ થઈ શકે.
5. નવા પોર્ટલમાં એક નવું ટેક્સ પેમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જેમાં ટેક્સ ભુગતાન કરવાના ઘણા બધા વિક્લપો આપવામાં આવ્યા છે. જેમ કે નેટ બેન્કિંગ, UPIE, RTGS, NEFT વગેરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.