ઉપલેટામાં કોરોનાથી લોકોના ટપોટપ મોત અટકાવવા હવે લોકડાઉન એકમાત્ર ઉપાય, જાણો શું કહેવું છે સમાજ શ્રેષ્ઠીઓનું

0
123

ચેમ્બર્સ ઓફ કોમર્સ અને નગરપાલિકા સયુકત ઉપક્રમે બે દિવસ માટે લોકડાઉન શની-રવિ પણ ગઈકાલે કોરોના તેમજ અન્ય બીમારીથી 20 લોકોના મોત થતા શહેરમાં ફફડાટ વધુ ફેલાયો છે. લોકડાઉન લંબાવુ જોઈએ તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

ઉપલેટામાં કોરોના એ મોઢું ફાડ્યું છે ટપોટપ લોકોના મોત થઇ રહ્યા છે સામાજિક સંસ્થાઓ અને અમુક વેપારીઓ સ્વેચ્છિક લોકદાઉન ની તરફેણમાં છે. તો  ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ શનિ રવિ ને બાદ કરતા સ્વેચ્છિક લોકડાઉનના મૂળમાં નથી અત્રે નોંધનીય છે કે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર દ્વારા લોકડાઉન રજૂઆત કરેલ તેમજ અમદાવાદ આઈએમએફ દ્વારા પણ કોરોનાની આ કટોકટીમાંથી બહાર આવવા માટે લોકડાઉન જ એક વિકલ્પ રહ્યું છે તેવી રજૂઆત કરવામાં આવી હતી તો આવો જાણીએ ઉપલેટાના વિવિધ ક્ષેત્રના નામાંકિત શ્રેષ્ઠીઓ આ મુદ્દે શું કહે છે? હાલ કોરોનાનું સંક્રમણ એ હદે વધી રહ્યું છે કે રીતસરનું મોતનું તાંડવ ખેલાઈ રહ્યું છે આવા સમયે તકેદારી રાખનાર જ બચી શકે તેમ છે.માટે તમામ અગ્રણીઓનો મત એવો જ છે કે લોકડાઉન તો આવવુ જ જોઈએ મોતનો સીલસીલો અટકાવવા માટે લોકડાઉન એક માત્ર ઉપાય બચ્યું છે. જેનો અમલ કરવાનો સમય આવી ગયો છે. જો તેની અમલવારી નહી થાય તો સ્થિતિ વધુ ભયંકર બનશે તે નકકી છે.

કોરોનાની કટોકટીમાં અનેક પરિવારો વેરવિખેર: જેટ ગતિએ વધતા સંક્રમણની ચેઈન તોડવા માટે હજુ પંદર દિવસનું લોકડાઉન રાખો નહીં તો ઉપલેટા મહાન બનવાની દિશાતરફ: શિક્ષણવિદો, તબીબો, વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગકારોનો અભિપ્રાય

 

કોરોનાની ચેન અટકાવવા 20 દિવસનું લોકડાઉન જરૂરી: ડો.બ્રિજેશ મોડિયા

કોરોનાની કટોક્તિભરી પરિસ્થિતિમાં શ્વાસ માટે દર્દીઓ વલખા મારી રહ્યા છે. આ સમય માં જો 20 દિવસ નું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવે તો જેટ ગતિએ દોડતી કોરોના ની ચેઇન ને અટકાવી શકાય તેવો અભિપ્રાય ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિ એશનના મેમ્બર ડો.બ્રિજેશ મોડિયા એ વધુ માં જણાવ્યું હતું કે ઉપલેટા માં ભયાનક રીતે કોરોના કેસ વધી રહ્યા છે એક પણ હોસ્પિટલમાં આઈ સી યુ કે વેન્ટિલેટર ખાલી નથી ગત વર્ષ કરતા આ વખતે નો નવો સ્ટ્રેન ઘાતક નીવડી રહ્યો છે. જો શહેર અને તાલુકા માં 20 દિવસ માટે નું લોકડાઉન આપવામાં આવે તો ભીડને કાબુમાં લાવી શકાશે અને કોરોના ને આગળ વધતો અટકાવી શકાશે.

સંપર્ક છોડો કોરોના તોડો એડવોકેટ ધવલ ચંદારાણા

હાલમાં કોરોનાની મહામારી ના લીધે સમયસર તબીબી સારવાર મેળવવા માટે મુશ્કેલીઓ પડી રહી છે અને મૃત્યુ દરમાં જે વધારો થઈ રહ્યો છે તેનાથી બચવા માટે સંપૂર્ણ લોકડાઉન ખૂબ જ આવશ્યક છે કારણ કે સંપર્ક છોડો કોરોના તોડો આ નિયમથી જ કોરોના ને હરાવી શકાય માટે નગરના તમામ નાગરિકોએ વેપારીભાઈ ઓ ધંધાર્થીઓએ ઓફિસો વેપાર-ધંધા બંધ રાખી સંપૂર્ણ લોકડાઉન કરી કોરોના ની ચેન તોડવી જરૂરી છે કારણ કે લોકડાઉન કોરોના ની સામે લડવાનું સૌથી મોટું શસ્ત્ર છે જે વાત સિનિયર ડોક્ટર પણ મોં ફાડીને સમજાવી રહ્યા છે તો આ માટે સર્વેક્ષણ રીતે લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરી કોરોના ને હટાવો ખૂબ જરૂરી છે.

લોકો પોતાની જવાબદારી સમજી માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી: છગનલાલ સોજીત્રા પૂર્વ ધારાસભ્ય

જુનુ પોતાની ફરજ અને જવાબદારી સમજે સમજીને કોર્ણાક એનિમા દર્શાવતા નું પાલન કરે તો હજ્ઞભસમજ્ઞૂક્ષ ની જરૂર નથીકારણકે લોકડાઉન થી  સામાન્ય માણસને રોજી-રોટી ઉપર બહુ મોટી અસર થાય છે અને તેઓએ જીવવું મુશ્કેલ થઈ જાય છે પરંતુ લોકો પોતાની ફરજ અને જવાબદારી ન સમજે તો સરકાર આ લોકોનો કડવો ડોઝ આપતા જરા પણ મોડું ન કરવું જોઈએ આખરે તો લોકોની જિંદગી બચાવી એ જ મુદ્દો મહત્વનો છે આખરે તો લોકડાઉન એ છેલ્લો ઉપાય છે કારણકે લોકડાઉન ના કારણે સરકારી તંત્રની અને ખાસ કરીને પોલીસ વિભાગની જવાબદારી વધી જાય છે અને ઘણીવાર લોકડાઉન ભારત જેવું થઈ જાય છે દાખલા તરીકે કોણ અંગેની માર્ગદર્શિકા નું કોઈ રાજકીય પાર્ટી કે તેના આગેવાનો જ પાલન કરતા નથી તેની સામે કોઈ પાલન કરાવી શકતા નથી ખરેખર રસી આપવાના કાર્યક્રમ વેગવંતો બનાવ્યો છે અને લોકો ઉત્સાહથી રસી લેવા આગળ આવે તેવો જોરશોરથી પ્રચાર કરવો જોઈએ.

કોરોનાની ચેન તોડવા થોડા દિવસનો લોકડાઉન જરૂરી: દેવેનભાઇ ધોળકિયા (ડી.ડી.જવેલર્સ)

જીવન અને સ્વાસ્થ્ય બધા માટે સર્વોપરી અત્યારના સમયમાં જ્યારે બધી રીતે સક્ષમ થી માંડીને નાનામાં નાના વર્ગના લોકો આ મહામારી ત્રાહિમામ પોકારી ગયા છે અને દરેક ઉંમરની વ્યક્તિ આ બીજી લહેર માં સંક્રમિત થઈ રહી છે ત્યારે કંઈક નક્કર પગલાં લેવાં જ જોઈએ સરકાર તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ સાધનો અને સ્ટાફની કમીના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે એક વેપારી મનોવૃત્તિ થી વિપરીત અને વ્યક્તિગત લાગણીના કારણે હું ચોક્કસપણે માનું છું કે થોડા દિવસનો લોકડાઉન જ આ સમયમાં એકમાત્ર વિકલ્પ છે.

20દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ: ડો.રૂકસાર મકડી

ડોક્ટર રૂપ ચાર બગડી એ જણાવેલ કે ગત વર્ષે બાર બેડના કોરોનાની સિવિલ હોસ્પિટલમાં સેવાઓ આપી હતી ત્યારની અને હાલની પરિસ્થિતિ તદ્દન વિરોધા ભાસ છે અત્યારના સમયમાં દર્દીઓને સારવાર ન મળવાના કારણે મૃત્યુ થઈ રહ્યા છે આ વખતના કોરોના ની નવી પેટન માં સૌથી વધુ 40 થી 45 વર્ષના યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે ઉપલેટામાં કોરોના ની સ્થિતિ ચિંતાજનક હોવા છતાં પણ હવે લોકોમાં જાણે કોરોના નો  ભય ન હોય તે રીતે કારણ વિના પણ ઘરની બહાર નીકળી રહ્યા છે ઉપલેટા ની પરિસ્થિતિ માટે લાલબત્તી સમાન છે વધુમાં જણાવ્યું હતું હાલ માં ભયાનક સ્વરૂપને કોરોના દોડી રહ્યો છે તેને અટકાવવા માટે દવાની સાથે સાથે એટલું જ જરૂરી છે શહેરમાં 20 દિવસનું લોકડાઉન કરવામાં આવે તો આ ભયાનક મહામારીમાં થી ગામ શહેર અને સમાજ બહાર નીકળી શકીએ અને  સુરક્ષિત રહી શકીએ અત્યારના સમયમાં માનવ જિંદગી બચાવવા જેટલી દવા અને સારવારની જરૂર છે તેટલું લોકડાઉન મહત્વનું છે.

30 એપ્રિલ સુધી ઉપલેટામાં 24 કલાક લોકડાઉન થી કોરોના ચેઇન તોડી શકીશું :રાજેન્દ્રસિંહ ઝાલા (ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ડિરેક્ટર)

મહામારીના બીજા તબક્કામાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે સાથે સાથે મૃત્યુદર પણ ઝડપથી વધી રહ્યો છે આ બીજી લહેર માં કોરોના ના લક્ષણો બદલાયા છે આ અદ્રશ્ય દુશ્મન ને ઓળખવો મુશ્કેલ થઈ ગયો છે ત્યારે જો 30 એપ્રિલ સુધી ઉપલેટામાં લોકડાઉન 24 કલાક કરવામાં આવે તોઆ સાંકળને તોડવામાં સફળ થવાની આશા છે.

કોરોનાની બીજી લહેર અતિ ગંભીર સાવચેત રહેવું જરૂરી: રેખાબેન શીણોજીયા (સમાજ સેવિકા)

ખરેખર આ કોરોનાની મહામારી કરવાથી બચવું હોય તો હજુ લોકડાઉન રાખવું જોઈએ અત્યારે ભાયાવદર ની  પરિસ્થિતિ જોતાં લાગે છે કે આવનારા દિવસોમાં બહુ ગંભીર પરિસ્થિતિ સર્જાશે તો મારી બે હાથ જોડીને વિનંતી છે કે ગામના વેપારી ભાઈઓ તેમજ ગામની જનતા બધા સાથ-સહકાર આપે અને લોકડાઉન કરે બાકી જીવતા હશું તો કામ કરી લેશો અને ફરી આનંદથી જિંદગી જીવતા શું તો ફરી વિનંતી સાથે કહું છું કે ઘરમાં રહો સુરક્ષિત રહો.

કોરોના સંક્રમણને અટકાવવા 15થી 20 દિવસનું કડક લોકડાઉન જરૂરી : ડો.દર્શના ડી ચંદ્રવાડીયા (પ્રો.મ્યુ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ)

કોરોના મહામારી હાલ દિવસેને દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી જાય છે આ સમય ખૂબ જ નાજુક છે અને હાલ કોઈ પણ પ્રકારની બેદરકારી જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે કૂદકે ને ભૂસકે વધતા કોરોના સંક્રમણ સામે હાલ હોસ્પિટલ માં બેડ ની અછત ઓક્સિજન વેન્ટિલેટર ની સમસ્યા ઊંચો મૃત્યુદર આ બધું જોતાં જાહેર આરોગ્ય માટે નક્કર પગલાં લેવા ખૂબ જ આવશ્યક છે જેટ ગતિએ બધા સંક્રમણને અટકાવવા 15 થી 20 દિવસ નો કડક લોકડાઉન જરૂરી છે મુશ્કેલી જરૂર પડશે લોકોને પણ એ અનિવાર્ય જણાય છે.

લોકડાઉન એ વિકલ્પ છેપરંતુ સાથે ગરીબ ભાઇઓ વિશે વિચારવું પણ જરૂરી : ડો.ગૌતમ માકડીયા (શાશ્વત હોસ્પિટલ)

ભારત દેશ માટે અત્યારે અભૂતપૂર્વ સંકટની ઘડીમાં આપણે સહુ એ સહિયારા પ્રયત્નો થકી કો વિડીયો દાનવોને સાથ દેવાની જરૂર છે પણ અત્યારે ઉપસ્થિત થયેલા ઘણા પ્રશ્નો સોલ્યુશન કરવા માટે સક્ષમ લાગે છે પણ હજી વધુ સંશોધન અને વધુ સમય પણ લાગશે ત્યાં સુધીમાં આપણું આરોગ્ય પ્રણાલી ને આ કપરા સંજોગોમાં સારી રીતે બંધ કરવા થોડો સમય આપવો જરૂરી દેખાય છે અત્રે જોતા થોડા દિવસો માટે સ્વૈચ્છિક અથવા તો લોકડાઉન એક સારો માર્ગ છે પણ એની સાથે આપણે આપણા રોજ કમાઈને ગુજરાત ચલાવતા ગરીબ ભાઇઓ બહેનો પણ ગંભીરતાપૂર્વક વિચારવાનું રહેશે ભગવાન આપણને બધાને આ સંકટમાંથી જલ્દીથી ઉગારી લે તેવી પ્રાર્થના.

સ્વૈચ્છિક લોકડાઉન પાડીશું તો કોરોના સામેજીતીશુ: મયુર સુવા (નગરપાલિકા પ્રમુખ)

ઉપલેટા નગર સંજોગ આપણે બધા એક એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જેમાં આપણા બધાના આરોગ્ય અને જિંદગી સામે ખતરો ઉભો થયો છે આ સમયે કોરોનાવાયરસ ની ચેઇન  તોડવા કોરોના  સંક્રમણના ફેલાય  તે માટે  આપણે બધા એ સ્વયં લોકડાઉન નું પાલન કરેલું તેનાથી લગભગ 15 ટકા કેસમાં ફેર પડ્યો હતો એ મારી અંગત લાગણીઓ અને જનતાની સુખાકારી અને સ્વાસ્થ્યની ચિંતા મારા માટે આગ્રહ છે માટે મારી લાગણી છે કે જો આપણે જેટલું કરશો તો ચોક્કસ જઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here