Abtak Media Google News

લોકડાઉનના સામુહિક પ્રયાસોની અસર દેખાઇ છે, લાભ થયો છે, અર્થ વ્યવસ્થાની ચિંતા ન કરો: વડાપ્રધાને ૯ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી

આપણી લડત લાંબી ચાલવાની છે, ધીરજ રાખજો: ગૃહમંત્રી અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે અર્થ વ્યવસ્થાની ચિંતા ન કરશો, જયાં સૌથી વધુ કોરોનાના કેસ હશે ત્યાં લોકડાઉન લંબાવવામાં આવશે. તેમણે રાજયોને અલગ અલગ ઝોન મુજબ જિલ્લા અલગ કરી લોકડાઉન ક્રમશ ખોલવાની નીતિ બનાવવા જણાવ્યું હતુ.

આ બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું કે લોકડાઉન એક સાથે ખોલવાનું નથી લોકડાઉન ક્રમશ: ખોલવા માટે રાજયોએ ઝોન મુજબ જિલ્લાને અલગ તારવી નીતિ નકકીકરવી પડશે. આ માટે રાજયોએ વિસ્તૃત કામ કરવું પડશે રાજયો કઈ રીતે ક્રમશ: ખોલી શકાય તેવી નીતિ નકકી કરે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના અલગ અલગ જિલ્લાને ઝોન પાડી અલગ કર્યા છે. જેમાં ૧૭૦ જિલ્લા રેડઝોનમાં આવે છે.

કોરોના વાયરસ અને લોકડાઉન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના ૯ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી બેઠક યોજી જણાવ્યું કે કોરોના સામે આપણા સામુહિક પ્રયાસોની કેટલાક અંશે અસર થઇ છે લોકડાઉનનો આપણને લાભ થયો છે. લોકડાઉન અંગે આગળની રણનીતિ બનાવવા અને રાજયોના મુખ્યમંત્રીઓના અભિપ્રાય જાણવા માટે વડાપ્રધાને આ બેઠક યોજી હતી.

આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે હું દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે સમયાંતરે વાતચીત કરૂ છું પણ કોરોના મામલા બાદ મારી આ તમારી સાથે ચોથી વાતચીત છે.

૩ મેના રોજ લોકડાઉનની મુદત પૂરી થાય છે ત્યારે આગળની રણનીતિ કેવી કરવી ? શું નિર્ણય લેવા? એ માટે આ બેઠક યોજવામાં આવી હતી. દેશના કેટલાક રાજયોમાં કોરોના વાયરસના કેર વઘ્યા છે. તો કેટલાક રાજયો કોરોના મુકત પણ થઇ ગયા છે.

તમને એ જણાવીએ કે આજે દેશના ગુજરાત, મેધાલય, બિહાર જેવા ૯ રાજયોએ વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી અને રાજયોની સ્થિતિ અંગેના હાલ હવાલ રજુ કર્યા હતા.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉ૫સ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રીઓ સાથેના સંવાદમાં જણાવ્યું કે જે રાજયોમાં લોકડાઉનનું ઉલ્લંધન થઇ રહ્યું છે તે તુરંત જ રોકવાની જરુર છે, કારણ કે કોરોના વાયરસ સામે આપણી આ લડાઇ લાંબી ચાલવાની છે એટલે સૌએ ધીરજ રાખવાની જરૂર છે.

કોરોનાના વાયરસની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૭ હજારથી વધુ કેસ બહાર આવ્યા છે.

સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસનો આંક ૨૭૮૯૨ પહોંચી ગયો છે કોરોનાથી દેશમાં ૮૭૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.