Abtak Media Google News

લોકડાઉનનાં કારણે પાન, ફાફી, ગુટખા, પાન મસાલા, બીડી, સિગરેટ જેવી વ્યસનની ચીજ વસ્તુઓનાં ખતમ થઈ રહેલા સ્ટોકથી  થઈ રહેલા કાળા બજારથી વ્યસનીઓની હાલત કફોડી: વ્યસન ઓછુ કરવું કે લૂંટાતા બચવા છોડવુ એ જ વિકલ્પ

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા આ લોકડાઉનનો કડક અમલ કરાવીને દેશભરમાં જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો સજજડ બંધ કરાવવામાં આવી રહી છે. આ સજજડ બંધમાં પાનની દુકાનોનો પણ સમાવેશ થતો હોય પાન, ફાકી, ગુટખા, બીડી સિગરેટ વગેર જેવી ચીજ વસ્તુઓનાં વ્યસનીઓની હાલત કફોડી બની રહી છે. હાલમાં આવી વ્યસનની વસ્તુઓનો સ્ટોક હોય તેના કાળાબજાર થવા લાગ્યા છે. જેના કારણે લોકમાં રહેલા કેદીઓને જેવી રીતે કાળાબજારમાં વ્યસનની વસ્તુ મળે છે. તેવી સ્થિતિ લોકડાઉનમાં રહેલા બંધાણીઓની થઈ જવા પામી છે.

કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો અટકાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસના લોકડાઉન જાહેર થયા બાદ તેનો કડક અમલ કરાવીને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ કરાવવામાં આવી છે. જેના કારણે જે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમાં વિવિધ વ્યસનીઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પાન, ફાકી, ગુટખા, પાન મસાલા, બીડી, સીગરેટ વગેરે જેવી વસ્તુઆ પાનની દુકાને મળતી હોય છે. લોકડાૃનમાં પાનની દુકાનોપણ બંધ કરાવવામાં આવી છે. જેના કારણે આવી વ્યસનની ચીજ વસ્તુઓનાં વ્યસનીઓની હાલત ધીમેધીમે કફોડી થઈ રહી છે. લોકડાઉન પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારે જાહેર કરેલા જનતા કફર્યુંને જોઈ અમુકવ્યસનીઓએ પોતાના વ્યસનની વસ્તુઓનો સંગ્રહ કરી લીધો હતો.

લોકડાઉનના પ્રારંભના દિવસોમાં પાનની દુકાન માલીકોએ પણ બંધ દુકાનમાંથી પાન, ફાકી, ગુટખા, પાન મસાલા, બીડી, સિગરેટના છાને ખૂણેથી વેંચાણ ચાલુ રાખ્યા હતા પરંતુ તેમની દુકાનનો સ્ટોક ઓછો થવ લાગતા નિયત ભાવ કરતા વધારે ભાવ લઈને કાળાબજારમાં પણ વ્યસનની વસ્તુઓનું વેંચાણ છાના ખૂણે ચાલુ રાખ્યું છે. હાલમાં તમામ વ્યસનની વસ્તુઓ નિયત ભાવ કરતા ડબલ ભાવે કાળાબજારમાં વેંચાઈ રહી છે. પરંતુ પાનના દુકાનદારો પાસે પણ વિવિધ વ્યસનની ચીજ વસ્તુઓનો સ્ટોક ખતમ થવા લાગતા તેઓ હોલસેલના વેપારીઓ પાસેથી છાના ખૂણે ઉંચા ભાવે ખરીદી કરવા લાગ્યા છે. જેથી હોલસેલ વેપારીઓનાં સ્ટોક પણ ખતમ થવ લાગ્યો છે.

પાન, ફાકીમાં વપરાતી સોપારી, તમાકુ, ઉપરાત બીડી, સિગરેટ ગુટખા, પાન મસાલા વગેર બહારના રાજયોમાં આવે છે. હાલમાં દરેક શહેરોનાં પ્રવેશ સ્થાનો પર કડક પોલીસ ચેકીંગ થઈ રહ્યું છે. ઉપરાંત હાલમાં અનાજ, શાકભાજી, દુધ જેવી ચીજ વસ્તુઓનાં પરિવહન કરતા વાહનોને જ પ્રવેશ બંધીમાંથી છૂટ આપવામાં આવી છે. જેથી હાલતમાં તો વ્યસનની આવી ચીજ વસ્તુઓ બહારનાં રાજયોમાંથી આવી શકતી નતી. જેના કારણે આગામી દિવસોમાં આવી વ્યસનની વસ્તુઓના કાળાબજાર વધવાનીઅને વધુ ઉંચી કિંમતે વેચાશે તેવૂં હલાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. લોકડાઉનના આગામી દિવસોમાં બહારનાં રાજયોમાંથી આવતી જીવન જરૂરીચીજ વસ્તુઓના વાહનોમાં છુપાવીને વ્યસનની ચીજ વસ્તુઓ ઘુસાડવામાં આવશે તો પણ પાનની દુકાનો પરથી છાના ખૂણે કાળાબજારમાં મળવાની છે. જેથી વ્યસનીઓ પાસે કાંતો તેમના વ્યસનની ચીજ વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા અથવા કાળાબજારથી લૂંટાવા કરતા તેનો ત્યાગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહી બચે તેવું નિશ્ર્ચિત મનાય રહ્યું છે.

બ્લેકમાં મળતા વિદેશીદારૂમાં પણ ‘કાળા બજાર’ થવા લાગ્યું

ગાંધીના ગુજરાતમાં દાયકાઓથી સરકારી ચોપડે દારૂબંધી છે. પરંતુ જગજાહેર છે કે રાજયનાં દરેક ભાગોમાં વ્યસનીઓને જોઈએ તો બ્રાન્ડનો વિદેશી દારૂ બ્લેકમાં મળી રહે છે. વિદેશી દારૂ બનાવવાની ફેકયરીઓ દેશના બીજા રાજયોમાં આવેલી છે. ત્યાંથી બૂટલેગરો આપણા રાજયમાં ચોયી છૂપીથી વિદેશી દારૂનો જથ્થો સમયાંતરે ઘુસાડે છે. અને રાજયભરમાં પોતાના નેટવર્ક દ્વારા ફેલાવી છે. હાલમાં કોરોનાને લઈ સરકારે જાહેર કરેલા લોક ડાઉનના પગલે રાજયભરની સરહદો સીલ કરવામાં આવી છે. અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે દરેક શહેરાનાં પ્રવેશ દ્વારો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જેના કારણે વિદેશી દારૂની હેરફેર કરતા બૂટલેગરોને પણ ઘર પકડીને બેસી રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. જેને લઈને રાજયનાં તમામ ભાગોમાં હાલ બ્લેકમાં મળતા વિદેશી દારૂની તંગી ઉભી થવા પામી છે. હાલમાં જે બૂટલેગરો પાસે જૂનો માલ પહેલો છે તે પણ નિયમિત રીતે વેચવાના ભાવ કરતા ગરજનો લાભ લઈને બે થી ત્રણ ગણા ભાવે વેચી રહ્યા છે. આગામી દિવસોમાં આસ્થિતિ અતિ વિકટ થવાની સંભાવના હોય લોકડાઉન અનેક વિદેશી દારૂના બંધાણીઓને દારૂનું વેચાણ છોડાવી દેશે તેવું દારૂનાબંધાણીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.