Abtak Media Google News

ઇન્ડીયન ઓઇલ કોર્પરેશન લિમીટેડ  પાઇપ લાઇન વિભાગ ગવરીદડ દ્વારા વર્ષ 2021-22માં CSR યોજના હેઠળ 15 લાખ ના ખર્ચે આણંદપર (બાધી) પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી અર્પણ કરવામાં આવ્યું હતુ, IOCL માં એક્ઝિક્યુટવ ડાયરેક્ટર ચિન્મય ઘોષ અને ગામ ના સરપંચ ધનરાજ સિંહ રાઠોડે ઉદઘાટન કરી હેન્ડ ઓવર કર્યું હતુ, તેમજ સ્ફુલના બાળકો માટે એક કવિઝ કોમ્પિટિશનનું પણ આયોન કરવામાં આવ્યું હતું જેમાં સારો દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Vlcsnap 2022 05 19 15H10M03S088

IOCL માં એક્ઝિક્યુટવ ડાયરેક્ટર ચિન્મય ઘોષે અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારના નિયમો પ્રમાણે CSR ( સામાજિક કોર્પોરેટર જવાબદારી ) યોજના હેઠળ પાઇપ લાઇન વિભાગના આસપાસમાં આવતા વિસ્તારમાં અનેક સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે, આજરોજ  CSR યોજના હેઠળ 15 લાખ ના ખર્ચે આણંદપર (બાધી) પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી અર્પણ કરવામાં આવ્યું છે, અને આગામી સમયમાં પણ ગામડાઓની જરૂરિયાત પ્રમાણે વિકાસના કામો કરતા રહેશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો

ઇન્ડીયન ઓઇલ કોર્પરેશન લિમીટેડ  પાઇપ લાઇન વિભાગ ગવરીદડ દ્વારા આણંદપર (બાધી) પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી અર્પણ કરવામાં આવ્યું ત્યારે ગામના સરપંચ ધનરાજ સિંહ રાઠોડે અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં અમારા દ્વારા માંગણી કરવામાં આવી હતી ત્યારે અમારી માંગને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનું મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી આપ્યું છે તેમજ આગામી સમયમાં ગામમાં ગૌશાળા માટે, સ્કૂલમાં સોલાર રૂફ્ટટોપ, સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઈટ માટે પણ જરૂરિયાત છે જેની રજુઆત કરી છે જે પણ CSR યોજના હેઠળ આવરી લઈને ફંડ ફાળવવામાં આવે તેવી રજુઆત કરી છે તેમ પણ ગામના સરપંચે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.