લોધીકા: ફોફળ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું

લોધિકાના ચિભડા નાકા ફોફળ નદી ઉપર સાત કરોડના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત સાંસદ મોહનભાઈ કુંડારિયા  તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા હસ્તે કરવામા આવ્યુ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજા રા.લો.સંઘ. ડિરેક્ટર મનસુખભાઇ સરધાર  ગ્રામ પંચાયત સરપંચ જેન્તીભાઈ વસોયા તથા ઉપસરપંચ રાહુલ સિંહ જાડેનિી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામપંચાયત તથા તાલુકા પંચાયતના તમામ સદસ્ય તથા ગ્રામજનો, ખેડૂત તથા વેપારીઓ હજાર રહ્યા હતા. જરૂરી ઓવેરબ્રિજનું કામ શરૂ થતાં લોધીકા તાલુકાના લોકોમા હર્ષની લાગણી ફેલાઈ છે.