મોદીનો દબદબો: યુપીમાં ભાજપ પૂર્ણ બહુમત નજીક

modi | prime minister | election | bhajap
modi | prime minister | election | bhajap

પાંચેય રાજયોના એક્ઝિટ પોલ: પંજાબમાં આપ અને કોંગ્રેસ ભાજપને ભારે પડશે : પાંચ માંથી ત્રણ રાજયોમાં ભાજપની સરસાઈ માટે મોદી ઈફેકટ જવાબદાર

દેશમાં ઘણા સમયી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઈંતઝાર થઈ રહ્યો છે ત્યારે એક્ઝિટ પોલના આંકડાનુસાર આ ચૂંટણીમાં પણ મોદીનો દબદબો જારી છે અને ઉત્તરપ્રદેશમાં ભાજપ પૂર્ણ બહુમતિની નજીક છે. અલબત્ત પંજાબ, મણીપુર અને ઉત્તરાખંડમાં ભાજપ માટે અન્ય પક્ષો સાથે ગળાકાંપ હરિફાઈ છે. પંજાબમાં ભાજપ અને અકાલીદળના ગઠબંધનને આપ એકલે હો પહોંચી જશે. જયારે ઉત્તરાખંડમાં આપને કોંગ્રેસ ભારે પડશે. પંજાબમાં આપ અને કોંગ્રેસનું જોર ભાજપને પછાડશે તેવું એક્ઝિટ પોલના આંકડાથી ફલીત થાય છે.

એક્ઝિટ પોલના આંકડાનુસાર ઉત્તરપ્રદેશમાં ભાજપ સૌથી ટોચના ક્રમે છે. જયારે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસનું જોડાણ બીજા સને છે અને બહુજન સમાજવાદી પાર્ટી તળીયે છે. ૧૬૧ બેઠકો ભાજપ અને તેના સાથીદારોને ફાળે જશે તેવા એક્ઝિટ પોલના પરિણામોમાં જણાવાયું છે. આટલી બેઠકો ભાજપને પૂર્ણ બહુમતિની નજીક પહોંચાડી દેશે. જયારે પંજાબના એક્ઝિટ પોલ અનુસાર અકાલીદળ અને ભાજપનું જોડાણ ૧૧૭ બેઠકોમાંથી માત્ર સીંગલ ડિજીટ બેઠક જ આપશે.

આમ આદમી પાર્ટીને પંજાબમાં ચોખ્ખી બહુમતિ મળશે. પાંચેય વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર મોદી ઈફેકટની અસર પડી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણીપુરમાં ભાજપને વડાપ્રધાન મોદીની પ્રતિભા ફાયદો કરાવશે. ગોવામાં ભાજપ સફળતા જાળવી રાખવામાં સફળ રહેશે. જયારે પંજાબમાં અકાલીદળના કારણે ભાજપને ફટકો પડશે. આ તમામ રાજયોની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગળાકાંપ હરિફાઈ હતી. હવે આ હરિફાઈનો અંત આવી ગયો છે.

યુપીના એક્ઝિટ પોલ બાદ સમાજવાદી પક્ષના પ્રમુખ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજયમાં તમામ સેકયુલર લોકોએ સાંપ્રદાયીક પ્રવૃતિઓને રોકવા આગળ આવવું જોઈએ આ તમામની જવાબદારી છે. આ એક્ઝિટ પોલ બાદ આમ આદમી પક્ષ અને કોંગ્રેસને પરિણામો માફક આવ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટું નુકશાન નથી. જયારે સમાજવાદી પક્ષ અને અન્ય સનિક પક્ષોને ભાજપની જીતના અંદાજી બહોળુ નુકશાન શે તેવી ધારણા છે.