Abtak Media Google News

ગોંદીયા ખાતે યોજાયો એવોર્ડ સમારોહ: રઘુવંશી શ્રેષ્ઠીઓ રહ્યાં ઉપસ્થિત

રઘુવંશી સમાજમાં તમામ ૨૦૧૧નાં વર્ષથી વિવિધક્ષેત્રની પ્રતિભાઓ  માટે ૧૭ આંતરરાષ્ટ્રીય એવોર્ડસ લોહાણા મહાપરીષદ દ્વારા શરૂ કરાયેલ છે. સમાજમાં વિવિધ ક્ષેત્ર નોંધપાત્ર કામગીરી કરતા વ્યકિત્વને પ્રોત્સાહિત કરવા ૧૭ આંતરરાષ્ટ્રીય એવોર્ડસ દર વર્ષે યથોચિત  સમયે અને સ્થળે સૌજન્ય પરિવારો તેમજ  લોહાણા મહાપરિષદ ના પ્રમુખ પ્રવિણભાઈ કોટક અને હોદેદારો, વૈશ્ર્વિક શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં ગૌરવભેર એનાયત કરવામાં આવે છે. ડિસેમ્બર-૨૦૧૯માં ગોંદિયા મુકામે યોજાનાર કારોબારીની બેઠકની સાથે સાથે તા.૨૮ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ  આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત સમારોહમાં જ્ઞાતિશ્રેષ્ઠી સ્વ.જયંતિભાઈ ગોવિંદજી કુંડલીયા શ્રેષ્ઠ રઘુવંશી વરિષ્ઠ નાગરીક પ્રતિભા એવોર્ડ -૨૦૧૯ રાજકોટના વયશ્રેષ્ઠી, સમાજ સેવક અને રઘુવંશી વૈવીશાળ માહિતી કેન્દ્ર (નિ:શુલ્ક)ના માધ્યમથી અભ્યાસસુધી હજ્જારો લગ્નોત્સુક યુવક-યુવતીઓના વૈેવીશાળ નિમીત બનેલા મનુભાઈ મીરાણીને સન્માનિત કરી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

જલારામ લોન, કલેકટર ઓફીસ પાસે, આમ ગાંવ રોડ, ગોંદીયા-મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ ગરીમાપૂર્ણ આંતરરાષ્ટ્રીય એવોર્ડસ અર્પણ સમારોહમાં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટક, એવોર્ડના સૌજન્ય પરિવાર,ટ્રસ્ટીશ્રીઓ તથા વરિષ્ઠ હોદેદારો તેમજ આ સમારોહના યજમાનશ્રી સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઈ કોટક અને જ્ઞાતીશ્રેષ્ઠી પ્રતાપભાઈ દતાણીએ મનુભાઈ મીરાણીને જ્ઞાતિશ્રેષ્ઠી સ્વ,જયંતીભાઈ ગોવિંદજી કુંડલીયા શ્રેષ્ઠ રઘુવંશી વરિષ્ઠ નાગરિક પ્રતિભા એવોર્ડ એનાયત કર્યો ત્યારે મનુભાઈ મીરાણી સાથે એવોર્ડ લેવામાં તેમના ધર્મપત્ની ઉષાબેન મીરાણી, સુપુત્રી કાશ્મીરાબેન વસાણી, રાજકોટના પૂર્વમેયર જનકભાઈ કોટક, રીટાબેન જોબલપુત્રા કોટક, વિજયભાઈ કારીયા, અનીલભાઈ વિઠ્ઠલાણી, પ્રકાશભાઈ ચગ, યોગેશભાઈ ઉનડકટ (તાલાલા) સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અબતકની મુલાકાતે મનુભાઈ મીરાણી સાથે અનીલભાઈ વિઠ્ઠલાણી (લોહાણા પ્રગતિ મેગેઝીનના તંત્રી) નિતીનભાઈ ભુપતાણી, જીતુભાઈ રાયજાદા, પ્રકાશભાઈ ચગ, ભાવનાબેન દક્ષીણી, વિજયભાઈ કારીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.