Abtak Media Google News

કોર્ટ કર્મચારીઓએ દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મૂકી, તમામ જયુડી.ઓફિસર,વકીલો, વીમા કંપની, ફાઇનાન્સ કંપની અને પોલીસ અધિકારીઓનો સ્ટાફ રહ્યા ઉપસ્થિત: ઈ-મેમોના 12,500 સહિત 25000 કેસો હાથ પર લેવામાં આવ્યા, 60% કેસનો નિકાલ થવાની આશા

રાજકોટ અને તાલુકા મથકોની અદાલતોમાં આજે મેઘાલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં  12,500 ઇ મેમો મળી 25000 જેટલા પેન્ડિંગ કેશો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાં 60% જેટલા કેસોનું સમાધાન રાહે નિકાલ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન  રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ,  દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે  તા. 13 ને શનીવર ના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના ઉપક્રમે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દવારા  જીલ્લા કાનૂની સેવા સતા મંડળ ચેરમેન   ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજોકટ જીલ્લાની તમામ આદાલતોમા આજ રોજ મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલું.

Dsc 3752

સદરહુ લોક અદાલતનું ઉદઘાટન રાજકોટના જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓ દવારા દિપ પ્રાગ્ટય કરવામાં આવેલું હતું. સદરહુ ઉદઘાટન પ્રસંગે રાજકોટ હેડ કવાર્ટરના તમામ ન્યાયાધીશ , બાર એસોસીએશનના પ્રમુખ, તમામ હોદેદારો, જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો,  એડવોકેટઓ, પી.જી.વી.સી.એલના અને  વિવિધ બેંકના અધીકારી ઓ તેમજ પક્ષકારો ઉપરથીત રહેલા હતા. આ પ્રસંગે  કુલ-ટાઈમ સેકેટરી. એન.એચ. નંદાણીયા લોક અદાલતમાં થતા લાભ  અને કોર્ટનુ ભારણ ઘટાડવામા લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે.

Dsc 3755

તે અંગે  લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામા આવેલ છે.  અંદાજે કેટલા કેસોમા સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપી હતી. વધુમાં    એન.એચ.નંદાણીયા, કુલ-ટાઈમ સેક્રેટરી  અકસ્માત વળતરના કેસો વધારે મા વધારે કેસોનો નીકાલ થાય તે માટે આશા પાઠવી છે તથા ચેક રીર્ટના ના કેસોમાં સફળતા પુર્વક સમાધાનથી નીકાલ થાય તે માટે આશા પાઠવી છે.

Dsc 3756

સદરહુ ઉપરોક્ત તમામ જજ ઓએ લોક અદાલતની સફળતા માટે શુભેરછા પાઠવેલી અને જણાવેલ કે સમાધાનથી ફેસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સબંધો જળવાય રહે છે તેને ધ્યાનમા રાખીને વધુમા વધુ કેસો સમાધાનથી કેંસલ થાય તેવી અપેક્ષા છે.સદરહુ લોક અદાલત અગાઉ છેલ્લા ત્રણેક મહીનાથી જુદી જુદી વીમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધીકારી વિગેરે સાથે મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનુ આયોજન કરી આજના દીવસે વધુ કેસો સમાધાન રાહે નીકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે.આજના દીવસે 12500 ઈ મેમો મળી જુદી જુદી કેટેગરીના 25000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાથી 60 ટકાથી પણ વધુ સંખ્યામા સમાધાનથી કેસોનો નીકાલ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.