Abtak Media Google News

મોટર અકસ્માતમાં રૂ. 24.59 કરોડનું વળતર મંજૂર, ચેક રિટર્નમાં  2470 અને લગ્ન વિષયક  334 કેસનું સમાધાન:  33107 કેસનો નિકાલ

ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઈએ મહિલા જજોના હસ્તે દિપ પ્રાગટય  કરી લોક અદાલતને ખુલ્લી મુકાવી

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે તારીખ 26 જૂન ને રવિવારના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામા આવેલુ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદનાઓના ઉપક્રમે જિલ્લા  કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દવારા પણ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ , ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજોકટ જીલ્લાની તમામ આદાલતોમાં  મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલુ હતું.લોક અદાલતનું ઉદ્ઘાટન રાજકોટના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અને સીવીલ જજ  નેહા જોષીપુરા મેડમ, એ.પી.દવે મેડમ, એસ.વી. મુદલીયાર મેડમ, રૂતુસરીયા મેડમ દવારા દિપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી. સદરહુ ઉદઘાટન પ્રસંગે રાજકોટ હેડ કવાર્ટરના તમામ ન્યાયાધીશ , બાર એસોસીએશનના પ્રમુખ, તમામ હોદેદારો, જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો,  એડવોકેટઓ, પી.જી.વી.સી.એલના તેમજ વિવિધ બેંકના અધીકારીઓ તેમજ પકારો ઉપસ્થીત રહેલ હતા. આ પ્રસંગે  અધીક સીવીલ જજ  નેહા જોષીપુરા મેડમ અને  અઘીક સીવીલ જજ એ.પી.દવે મેડમ લોક અદાલતમાં થતા લાભ તથા કોર્ટનુ ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામા આવેલ છે.  અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપેલી. વધુમાં   એડી.સેશન્સ જજ  એસ.વી.શર્મા  અંકસ્માત વળતરના કેસો વધારે મા વધારે કેસોનો નીકાલ થાય તે માટે આશા પાઠવી છે તેવી રીતે  માં એડી.સીની સીવીલ જજ બી.કે.દસોન્દી  ચેક રીટના ના કેસો વધારે માં વધારે સફળતા પુર્વક સમાધાનથી નીકાલ થાય તે માટે આશા પાઠવી છે. સદરહુ ઉપરોકત તમામ જજ ઓને લોક અદાલતની સફળતા માટે શુભેરછા પાઠવેલી અને જણાવેલ કે સમાધાનથી ફેસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સબંધો જળવાય રહે છે. તેને ધ્યાનમાં રાખીનો વધુમા વધુ કેસો સમાધાનથી કેંસલ થાય તેવી અપેક્ષા છે.સદરહુ લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા ત્રણેક મહીનાથી જુદી જુદી વીમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધીકારી વિગેરે સાથે મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનું આયોજન કરી આજના દીવસે વધુ કેસો સમાધાન રાહે નોકાલ થાય તેવા પ્રયત્નો હાઇ ધરવામાં આવેલ છે.આજના દીવસે જુદી જુદી કેટેગરીના પેન્ડીંગ કૈસો હાથ પર લેવામાં આવા છે.

Dsc 5515

લોક અદાલતમાં વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ-46381 કેસો હાથ પર લેવામાં આવેલા. જેમાથી  મોટર અકસ્માત વળતરના કુલ-540 કેસોનો સમાધાન રાહે નીકાલ થયેલા છે. જેમા રૂા. 24,59,30,284 જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ ચેક રીર્ટના કુલ-2470 કેસોનો સમાઘાન રાહે નિકાલ કરેલો. જેમાં 3.5,44,57,877 જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ લગ્ન વીષયક તકરાર અંગેના -334 કેસોમાં સમાધાંન રાહે નીકાલ કરેલો. વધુમાં  પ્રિ લીટીગેશન અને ઇ-મેમો સાથેના કેસો કુલ-24418 કેસોનો પ્રિ-લીટીગેશનનમા નીકાલ કરેલો છે.જેમા કુલ રૂમ.2,71,2,686 ફજેટલી રકમનું સમાધાન થયેલું. આમ  તમામ કેસો મળી કુલ-3654 પેન્ડીંગ કેસો અને પિ લીટીગેશન કેસો મળી કુલ 24418 કેસોનો નીકાલ થયેલ છે.  યોજાયેલી લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણી સારી પ્રતિસાદ મળેલી છે.  મોટી સંખ્યામા કેસોનો નીકાલ થયેલો છે. જેથી ભવિષ્યમા યોજનાર લોક અદાલતોમાં પક્ષકારોને  ભાગ લેવા અનુરોધ છે. વધુમા સ્પેશીયલ સીટીંગમા કુલ-5035 કેસોનો નીકાલ થયેલા છે. આમ,  લોક અદાલતમાં કુલ પેન્ડીંગ કેસોનો તથા પ્રિ- લીટીગેશનના 24418 કેસો મળી કુલ 33107 કેસોનો નિકાલ થયેલ છે.

ટ્રાફિક બ્રાન્ચે દસ દિવસમાં રૂ 1.78 કરોડ દંડ વસુલ કર્યો

લોક અદાલતમાં એક હજાર ઇ-મેમોનો દંડ લઇ ફેસલ કરાયા એક સપ્તાહ સુધી વાહન ચાલકને ઇ-મેમો નહી મોકલાય

Dsc 5519

લોક અદાલતમાં પહોચ વિના નિયત થયેલી દંડની પુરી રકમનો વસુલ કરાયાનો વકીલોનો આક્ષેપ,આઇ-વે પ્રોજેકટ અંતર્ગત છેલ્લા છ માસ દરમિયાન વાહન ચાલકોને મોકલવામાં આવેલા 1.25 લાખ ઇ-મેમોનો દંડ વસુલ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાયેલી કવાયત અંતર્ગત લોક અદાલતમાં 24,418 કેસ મુકવા આવ્યા હતા. ટ્રાફિક પોલીસે દસ દિવસમાં રૂા.1.78 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. લોક અદાલતમાં મુકવામાં આવેલા ઇ-મેમોનો દંડ ભરવા આવતા વાહન ચાલકો પાસેથી પોલીસ દ્વારા પહોચ આપ્યા વિના અને પુરેપુરી રકમ વસુલ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વકીલો દ્વારા બઘડાટી બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ વાહન ચાલકોને પહોચ આપવામાં આવી હતી. લોક અદાલતમાં 1000 ઇમેમોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.