Abtak Media Google News

રંગીલા રાજકોટમાં આજે લોક મેળાનું લોકાર્પણ થવાનું છે. આ લોકમેળાનું લોકાર્પણ સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા મેળા બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક મેળામાં માનવ મહેરામણને શું સુવિધા આપવામાં આવશે એ વિશે માહિતી આપવામાં આવી  હતી.

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકમેળા અને જન્માષ્ટમીની શોભાયાત્રાને લઈને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

> રાજકોટ: સમગ્ર મેળાના ગ્રાઉન્ડને ૬ સેકટરમાં વિભાજીત કરાયું

> દરેક સેકટરમાં PSIને ઇન્ચાર્જ બનાવાયાં

> ACP કક્ષાના અધિકારી ૩-૩ સેકટરનું નિરીક્ષણ કરશે

> રાજકોટ શહેર પોલીસ તરફથી 1200 થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે.

> રાજકોટ: લોક મેળાના ગ્રાઉન્ડમાં ૩૨ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવાયા

> રાજકોટ: ફેશિયલ રેકોગ્ની સિસ્ટમ થકી ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની આપોઆપ ઓળખ કરી લેવાશે

> રાજકોટ: ૩ ડીસીપી, ૩ એસીપી, ૬ પીઆઇ ,૫૮ પીએસઆઇ , ૮૫૧ પોલીસ જવાન, ૭૦ મહિલા પોલીસ, ૩૮૨ હોમ ગાર્ડ ,૪૬૬ ટ્રાફિક વોર્ડન સહિત ૧૫૫૦ પોલીસ મેળાના બંદોબસ્તમાં રહેશે

> રાજકોટ: આઝાદી નો અમૃત લોકમેળામાં પોલીસનો પણ સ્ટોલ ગોઠવાયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.