Abtak Media Google News

ઇલેકટ્રીક બસ ચાર્જીન સ્ટેશન, ર3 ઇલેકટ્રીક બસ સહીતના વિવિધ કામોના લોકાપર્ણ તથા ખાતમુહુર્ત પણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડબલ એન્જીન સરકાર અને ગુજરાતના ભુપેન્દ્રભાઇ પટેલની રાજય સરકાર દ્વારા વિકાસને વેગવાન બનાવામાં આવ્યું છે. ત્યારે મોસાળે જમણ પીરશનારની જેમ ગુજરાત અને તેમાં પણ રાજકોટ પર સરકારની ચારેય હાથ હોય તેમ અનેક વિધ ઉપહારો સવલતો અને નજરાણા મળ્યા છે. જેના રામવનનો ઉમેરો થઇ રહ્યો છે.

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલ, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રામ વન – અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત તા. 17-08-2022ના રોજ બપોરે 03:30 કલાકે રામ વન, કિશન ગૌશાળા રોડ, આજી ડેમ પાસે રાજ્યના માનનીય મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે કર્નાટકના  પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, રાજકોટના પ્રભારી મંત્રી તથા રાજ્યના માન. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી,  સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  બીનાબેન આચાર્ય,  ઉદયભાઈ કાનગડ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ,  કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા  કોર્પોરેટરઓ, અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહેશે.

47 એકર જમીનમાં નિર્માણ પામેલ રામ વન અર્બન ફોરેસ્ટ કુલ રૂ. 13.77 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેમાં રૂ. 1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત 80,000 જેટલી પ્રજાતિના 25 જેટલા બ્લોકમાં જે પૈકી 2 બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન કરવામાં આવેલ. આ ઉપરાંત 80’ ફુટ રોડ ખાતે રૂ. 11.63 કરોડના ખર્ચે 15200 ચો, મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ. આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું એચપી વીજ કનેક્શન, 2500 વોટના 2 ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતનિ સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે.

રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. 28-08-2022સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે રામ વન ખુબ જ રમણીય વિસ્તારમાં નિર્માણ પામેલ હોય અને તેમાં ભગવાન શ્રી રામના જીવન પર પ્રતિકૃતિ મુકવામાં આવી છે જેનાથી લોકોને પ્રેરણા મળશે. જેથી શહેરીજનોએ રામ વનની મુલાકાત લેવા પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.