લોકસભાની ચુંટણીઓ ભાજપના ભાવિ માટે લિટમસ ટેસ્ટ ??

BJP
BJP

રાજસ્થાન અને પશ્ર્ચિમ બંગાળની પેટા ચૂંટણીઓમાં ભાજપની અને અપેક્ષિત હાર થઇ છે. ઉપરોક્ત બંને રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપનો કારમો પરાજય ભાજપ માટે ચિંતા અને ચિંતન માંગી લેતો અને મનોમંથન કરવાનો સમય આવી ગયાનું સૂચવે છે. રાજસ્થાનમાં આ ચૂંટણીમાં કોગ્રેંસને ‘ડૂબતાને તરખાનો સહારો’ મળ્યો છે. જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં ‘મમતાનો મત મતદારોમાં દીદી તરફનો ભરસો હજુ અકબંધ જોવા મળ્યો છે.

રાજસ્થાનમાં દસ મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોગ્રેંસ તરફ પરિણામે વસૂંધરા રાજેને વિચારતા કરી મૂક્યા છે કે હવે દસ મહિનામાં શું થઇ શકે તેમ છે ? રાજસ્થાનમાં છેલ્લા ૩ દાયકાઓમાં પહેલી જ વાર પેટા ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારની જીતે બંને પાર્ટીઓને ચિંતન કરવા મજબૂરકરી દીધી છે. જો કે પેટા ચૂંટણીમાં સમગ્ર પ્રચારનો ભાર વસૂંધરા રાજે ઉપર રહ્યો હોવાથી તેમની જવાબદારી ફિક્સ થઇ છે.

પશ્ર્ચિમ બંગાળની ઉલુ બેરિયા લોકસભા બેઠક ઉપરથી તૃણમૂલ કોગ્રેંસનાં સાજેદ અહેમદ ચાર લાખથી પણ વધુ માર્જીનથી જીત્યા છે જે મતદારો ઉપર મમતાનો પ્રભાવ દર્શાવે છે. અલબત ભાજપ માટે આશ્ર્વાસન રુપ બાબત એ રહી કે પ.બંગાળમાં ભાજપ તૃણમૂલ બાદ બીજા નંબરની લાર્જેસ્ટ પાર્ટી બની રહી હતી. જ્યારે ત્રણ દાયકાથી રાજ્યમાં દબદબો ભોગી રહેલી માર્કસવાદી કોમ્યુનીસ્ટ પાર્ટી અને કોગ્રેંસ ચોથા ક્રમે ધકેલાઇ ગઇ છે.

આમ આવનારા દિવસોમાં આ બે રાજ્યોમાં થયેલી પેટા ચૂંટણીનાં પરિણામો ભાજપના મનાતા ચાણક્ય અમિતશાહ માટે ખાસ અભ્યાસ (હોમવર્ક) માંગી લેતા વિષય બની રહેશે.