Abtak Media Google News

111 જેટલા જમ્બો સિલિન્ડર ગોઠવીને ઓકિસજન બેંક શરૂ:
અનેક દર્દીઓને મળ્યું નવજીવન

સોમનાથ જિલ્લામાં ગીરગઢડા તાલુકામાં સરકારી એવી એકમાત્ર સી.એચ.સી. સેન્ટર આવેલ છે. કોવીડ એપીસોડમાં અચાનક જ કોરોના વાઈરસના દર્દીઓનોવિસ્ફોટ થતા હોસ્પિટલમાં દર્દીઓનો સાગર ઉભરાયો હતો. અને તંત્રના અથાક પ્રયત્નો છતા સરકારી ઓકિસજન ઓછો જ પડતો હતો. પરિણામે અનેક દર્દીઓ અહીંથીઉના તેમજ વેરાવળ તરફ દોટમૂકતા હતા. અને ઓકિસજનના અભાવે આવા દરરોજના પાંચથી દસ દર્દીઓ મોતને ભેટતા હતા.

ગીરગઢડાના રહીશ એવા ડોકટર ધીરૂભાઈ દુધાત તેમજ સુરતનાં ડોકટર મુકુલ પટેલતેમની પ્રાઈવેટ હોસ્પિટલ ગીરગઢડામાં ચલાવે છે. ડોકટર ધીરૂભાઈ અને તેમના પત્ની પણ કોવીડમાં પટકાયા હતા. અને એમના ધર્મપત્ની કોકીલાબેન આજ કોરોનાના ઈન્ફેકશનના કારણે ઓકિસજન ઓછો પડતા સ્વર્ગવાસી થયા હતા.

આ ઘટનાના કારણે એમણે પોતે કોરોના પોઝીટીવ હોવા છતાં અંગત રસ લઈને ડોકટર મુકુલભાઈ દ્વારા લંડન સ્થિત દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ વિસ્તારની જનતાની સેવા કરવાનો મનસુબો જાણી સંપર્ક કર્યો હતો. અનેએમના આર્થિક સહયોગથી ગીરગઢડામાં ઓકિસજન બેંકની શરૂઆત કરાઈ હતી.111 જેટલા જમ્મો સિલિન્ડરની આ બેંક સી.એચ.સી. સેન્ટરને સંજીવની પુરવાર થઈ અને તેનાથી સેન્ટરના તમામ મેડીકલ સ્ટાફને જોમ પુરાયું હતુ તેમના મહેનત અને સહકારથી કોરોનાના ઓકિસજન સાથે 30 બેડશરૂ કરાયા. આ તમામ બેડ ઓકિસજનની સગવડતા સાથે શરૂ કરાતા તરત જ આવનાર પેશન્ટમાં પ્રાણ ફૂંકાયો અને ઓકિસજનને કારણે થતા મોત બંધ થવા લાગ્યા. રાત દિવસ જોયા વગર ગીરગઢડાના યુવકો દ્વારા ઉત્સાહી યુવક એવા નયન દુધાત, લોલો દુધાત 9723526662, હાર્દિક પાંસુરિયા 9974930139, અનિલ વાઘેલા 7436065080 તથા સમીર કાજીના માર્ગદર્શનથી તેમજ તેમની ટીમ દ્વારા ઓકિસજન બેંકને મેનેજ કરવાનું આયોજન કરાયું.

જેટલા પણ સિલિન્ડર ખાલી થાય એ સિલિન્ડરને રાતોરાત ટેમ્પામાં ભરીને સ્પેશિયલ ટેમ્પો કરીને ભાવનગર ખાતે અલગથી ઓકિસજન ભરાવીને ફરીને એ રીફીલ સિલિન્ડર ઓકિસજન બેંકમાં જમા થતા હતા રાત દિવસની સતત ચાલતી આ પ્રક્રિયા દ્વારા આજે હવે આ જગ્યાએ સારવાર માટે આવેલ દર્દી કયારેય નિરાશ નથી થતા. ઉપરની સેવામાં ઓકિસજન સિલિન્ડર સરળતાથી મળી રહે અને સતત રીફીલીંગ થતા રહે તે માટે બીએપીએસના પૂ. વડીલ સંતો તેમજ પૂ. અખંડમંગલ સ્વામિ દ્વારા ખૂબ સાથ સહકાર મળતો રહ્યો છે. દિવ્ય સેવા ફાઉન્ડેશન લંડનના ટ્રસ્ટી એવા ભારતી બહેન અને બીપીનભાઈ કંટારીયા દ્વારા એમના આર્થિક અને સામાજીક સહયોગથી આવનાર તમામ દર્દીને તેમજ તેમની સારવાર અર્થે આવનાર લોકોને કોઈપણ જાતના આર્થિક ભાર વગર મફત સરસ ગરમ ભોજન મળી રહે એવી સુવિધા ગોઠવાઈ દરેક દર્દીને ગરમ નાસ્તો ચા, લીંબુ શરબત, હળદર વાળુ દુધ, સૂંઠ તેમજ આયુર્વેદ દવા વાળી-ગોળી અને બંને ટાઈમ સાદા અને સાંત્વિક ભોજન મળી રહે એવી વ્યવસ્થા ટ્રસ્ટ શરૂ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.