લાંબા સમયથી રાહમાં આઈ.પી.એસ.ની દિવાળી પૂર્વે બદલી અને બઢતી

રાજકોટ રેન્જના આઈ.જી. સંદીપસિંઘ, પૂર્વ કમિશનર અનુપમસિંઘ, જોઈન્ટ કમિશનર અહેમદ ખુરશીદ સહિત અધિકારીઓની ચર્ચા

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે કેવડીયા ખાતે વડા પ્રધાન મોદીના કાર્યક્રમ બાદ મોટા પાયે ફેરફારની સંભાવના

 

અબતક,રાજકોટ

લાંબા સમયથી  આઈ.પી.એસ.ની બદલી અને બઢતીની ચર્ચા વચ્ચે  નવી સરકાર દ્વારા પ્રશ્ર્ન હાથ પર લેવામાં આવતા અધિકારીઓની દિવાળી સુધરે તો નવાય નહી રાજકોટ  રેન્જના વડા સંદીપસિંઘ, રાજકોટ શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર  અહેમદ ખુરશીદ સહિત અધિકારીઓના નામની ચર્ચા થઈ રહી છે.

વધુ  વિગત મુજબ સનદી  ઓફીસરોની બદલી બાદ  આઈ.પી.એસ. અધિકારીઓની બદલી અને બઢતીની  રાહ જોઈ રહ્યા છે. નવી સરકાર દ્વારા આઈ.પી.એસ.ની બદલી અને  બદલીની ફાઈલો હાથ પર લેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા  નર્મદા કેવડિયા ખાતે ચાલુ માસના અંતે અર્થાત્ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે યોજાનાર એકતા દિવસની પરેડ તથા  નર્મદા કિનારે આરતી માટેના આયોજન હોવાથી થોડા દિવસ.

બદલી બઢતીની પ્રક્રિયા ને બ્રેક લાગો છે તેમજ  એડિશનલ ચીફ સેક્રેટરી હોમ રાજીવ ગુપ્તાના શિરે નર્મદા કેવડીયા વિકાસની જવાબદારી હોવાથી  વડાપ્રધાન ની મુલાકાત બાદ આઈપીએસની બદલીનું લિસ્ટ  દિવાળી પહેલા નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે

જામનગરના દિપેન ભદ્ર સહિત અડધો ડઝન એસપી,રાજકોટ રેન્જવડા સંદીપસિહ, અનુપમસિંહ ગેહલોત અને રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ વિગેરેનો બઢતીમાં સમાવેશ

જામનગર એસપી દીપેન ભદ્ર સહિત અડધો ડઝન એસપી, રાજકોટ રેન્જ વડા સંદીપસિહ, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને રાજકોટના હાલના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહમદનો સમાવેશ છે, સૌરાષ્ટ્રના ચોક્કસ પ્રોબેશનર ડાયરેક્ટ આઇપીએસ તથા 2007 બેચના જે અન્ય આઇપીએસ છે. તેમાં હાલ કેન્દ્ર પ્રતીનીયુકતી પર આઇબી મા ગયેલ દિવ્ય મિશ્રા, ભૂતકાળમાં કચ્છમાં ફરજ બજાવી હાલ સીઆઈડી ક્રાઈમમા એસપી તરીકે ફરજ બજાવતા સૌરભ તોલંબિયા, અમદાવાદ ખાતે ઝોન 3મા ડીસીપી , અમરેલી , કચ્છના પૂર્વ એસપી મકરંદ ચૌહાણ, રેલવે મહિલાએસપી , વિરમગામ ખાતે એસ.આર.પી કમાન્ડન્ટ  આર.એમ . પાંડેનો સમાવેશ છે.