- જુનાગઢમાં ખેડૂતોની લાંબી કતારો
- માર્કેટિંગ યાર્ડમાં તુવેરની પુષ્કળ આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ !
- આવતા દિવસોમાં તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક થશે : સેક્રેટરી
- ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો ખુશ-ખુશાલ
માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ છે. ત્યારે છેલ્લા આઠ દિવસમાં 80 હજાર કટ્ટા તુવેરની આવક થવા પામી છે. તેમજ આવતા દસ દિવસમાં તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક થશે તેવું માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. તેમજ આવતા દિવસોમાં પણ તુવેરની આવક વધશે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ ખાતે સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની આવક શરૂ
માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ છે. છેલ્લા આઠ દિવસમાં 80 હજાર કટ્ટાની તુવેરની આવક થવા પામી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી તુવેરની પુષ્કળ આવક શરૂ થઈ છે. હજુ પણ આવતા દસ દિવસમાં તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક થશે તેવું જણાવ્યું માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને તુવેરના પોષણક્ષમભાવ મળતા હોય ત્યારે જુનાગઢ જિલ્લો તે પરંતુ ગીર સોમનાથ અમરેલી પોરબંદર તેમજ રાજકોટ જિલ્લાના તાલુકામાંથી પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર નું વેચાણ કરવા ખેડૂતો બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આવતા દિવસોમાં પણ તુવેરની આવક વધશે. ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ