Abtak Media Google News

Dhwajaji 2024 સુધીનું બુકીંગ ફૂલ: નવા બુકીંગ માટે ટૂંક સમયમાં તારીખોનું એલાન કરાશે

દ્વારકા જગતમંદિર શિખર ઉપર ધ્વજારોહણ એ ભાવિકો માટે શ્રધ્ધા, આસ્થા અને ભક્તિના પ્રતિક સમા ધ્વજારોહણનું મહાત્મ્ય દિન પ્રતિદિન વધતું રહયુ છે. વર્તમાનમાં કોરોનાની વિદાય બાદ ધ્વજાજી આરોહણનું વિશેષ મહાત્મ્ય વધ્યું છે. ૧પ૦ ફુટની ઉંચાઇ અને સાત મજલાના મંદિર શિખર દરરોજ સવારે ત્રણ તથા સાંજે બે એમ કુલ પાંચ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે. જેનું ર૦ર૪ સુધીનું બુકીંગ વર્ષ્ો પૂર્વે કરાયેલું હતું. આગામી સમયમાં આવતાં દાયકા માટે ધ્વજાજીનું બુકીંગ ખૂલનાર છે. પાંચ પૈકી માત્ર એક ધ્વજાજીનું તત્કાલ બુકીંગ થતું હોય છે.

કોરોનાની વિદાય બાદ તો દ્વારકાધીશજીના ધ્વજાજી આરોહણનું એટલું મહત્વ વધ્યું છે કે દેશનો પ્રત્યેક ભાવિક ભક્ત તેમના પિરવારના સભ્યના જન્મદિન, લગ્ન તિથિ, રહેણાંકના ફાઉન્ડેશન, વાણિજય વેપારના નૂતન કાર્યો જેવા અનેક પ્રસંગોમાં ધ્વજાજીનું આરોહણ કરવા દ્વારકા આવે છે. તો બીજી તરફ પિરવારમાંથી ડોકટર, એન્જીનીયર અને સારા પદ પર નોકરી મેળવાનાર વ્યક્તિ પણ શ્રધ્ધાભાવ સાથે દ્વારકાધીશના શિખર ઉપર ધ્વજાજી આરોહણ કરવા અને દ્વારકાધીશના ચરણમાં મસ્તક નમાવવા આવી પહોંચે છે.

રીલાયન્સના મોભી અને દ્વારકાધીશજીના પરમભક્ત તથા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પિરમલ નથવાણી તથા વર્તમાન ઉપાધ્યક્ષ તેમના પુત્ર ધનરાજ નથવાણી પ્રતિવર્ષ્ા તેમના જન્મદિને તથા અનેક પ્રસંગો વખતે અને તિથિ તહેવારોએ દ્વારકાધીશજીના મંદિરે ધ્વજાજી મનોરથ કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે. આ ઉપરાંત પ્રસિધ્ધ કથાકાર રમેશભાઇ ઓઝા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક પિરવાર તથા કાંકરેજના માજી ધારાસભ્ય બાબુભાઇ દેસાઇ પિરવાર દ્વારા પણ અવાર નવાર ધ્વજારોહણ કરાવાઇ રહયું છે.

બાવન ગજની ધ્વજાજી અંગે પ્રાચીન માન્યતા

પ્રાાચીન માન્યતા મુજબ શ્રીજીની ધ્વજાજીમાં બાવન જાકારના યાદવોની એક એક ગજની ધ્વજા મળીને દ્વારકા પર શાસન કરનાર યાદવોની સ્મતિરૂપ છે. ભોજ, વિષ્ણુ, અંધક અને આત્વત, દાશાર્હ  કુળમાંથી તેર તેર યાદવોને તેના કૌશલ્ય મુજબ દ્વારકાનું શાસન સુપ્રત કરાયેલું, અને દરેકના નિવાસ સ્થાને તેનાં કાર્યભાર મુજબની નિશાનીવાળી ધ્વજાજી ફરક્તી રખાતી, જેનું નિરીક્ષણ સ્વયં શ્રીકૃષ્ણ કરતા રહેતા. આ શાસકોને સંરક્ષણ, શિક્ષણ, મનોરંજન, ધર્મ વિગેરે વિભાગો સોંપાયા હતા. શ્રીકૃષ્ણની વહીવટી કુશળતાની પ્રતીતિ આ ધ્વજાજીનાં બાવન ગજનાં માપથી આપણને કાયમ થતી રહે છે.

ધ્વજાજીમાં રહેલા ચંદ્ર અને સૂર્ય નાં જાતિકો શ્રીજીની સ્વયંની પ્રતીતિ કરાવે છે. ચતુર્ભુજ સ્વરૂપ સંકર્ષ્ણ, શ્રીકૃષ્ણ, પ્રદ્યુમ્ન અને અનિરૂધ્ધજીનાં દર્શન કરી, તેની ધ્વજાજીના દર્શન કરી ભક્તજનોને, ભવ્ય અને ગૌરવશાળી રાજધાની દ્વારકા અને તેમાં બિરાજતા શ્રીકૃષ્ણની ઝાંખી થાય છે અને ભક્તજનો ધન્યતા અનુભવે છે. હિરવંશમાં થયેલાં ઉલ્લેખ મુજબ દ્વારકામાં આવાગમન માટે પચાસ દરવાજાઓની રચના કરવામાં આવી હતી અને પ્રત્યેક દરવાજે સંકેતાત્મક ધ્વજા ફરકાવવામાં આવી હતી. તે ઉપરાંત શ્રી દ્વારકાધીશજીનાં મહેલમાં પ્રવેશવા માટે બે ધ્વજાજી હતી, જે  સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર નામના બન્ને દરવાજાઓ પર ફરક્તી રહેતી, જેનાં એકત્રિત સ્વરૂપે આ ધ્વજાજી બાવન ગજની થઇ હોવી જોઇએ, તેવી પણ એક માન્યતા પ્રચલિત છે.

ધ્વજાજીના માપ અંગે ઘણી માન્યતાઓ અને દંતકથાઓ પ્રવર્તતી હોવા છતાં શ્રધ્ધાળુઓ પોતાને જે માન્યતા શ્રધ્ધેય જણાય, તે સ્વિકારી લે છે તો કેટલાક શ્રધ્ધાળુઓ ભક્તિ અને શ્રધ્ધાને શ્રેષ્ઠ ગણાવીને તમામ માન્યતાઓને સાદર કરે છે. ધ્વજાજી પ્રત્યેની શ્રધ્ધા અને દરરોજ પાંચ વખત ધ્વજાજી બદલાવવાની પ્રક્રિયા દ્વારકાની એક વિશેષ્ાતા છે. આ ધ્વજા મીટરના માપ પ્રમાણે ૪૦ મીટર થાય છે. જયારે બની જાય ત્યારે તેની લંબાઇ રપ મીટરની રહે છે.

મેધ ધનુષ્યના રંગ પૈકીના કોઇપણ રંગની ધ્વજાજી ચડાવવી ઉત્તમ

શ્રી દ્વારકાધીશજીનાં મંદિર પર મેઘધનુષ્યનાં રંગો પૈકીનાં કોઇપણ રંગની ધ્વજાજી ચઢાવવાની ઉત્તમ ગણાય છે. લાલ રંગ શક્તિ, ઉત્સાહ, પરાક્રમ, સંપત્તિ અને સમૃધ્ધિનો પ્રતિક  છે. પીળો રંગ જ્ઞાન, વિદ્યા અને વિવેકનું પ્રતિક છે. તો ભુરો એટલે કે નીલ રંગ આકાશ, નદીઓ અને બાળ પૌરૂષ્ાને ઉજાગર કરે છે. સફેદ રંગ પવિત્રતા, શુધ્ધતા, વિદ્યા, શાંતિ અને નૈતિક સ્વચ્છતાનં ુ પ્રતિક છે. કેસરી રંગ શૂરવીરતા, સાહસિક્તા, નિડરતા, પ્રગતિશીલતા, પૌરૂષ્ાનું પ્રતિક છે. ગુલાબી રંગ પ્રફુલ્લિતતા, આનંદ અને કોમળતાનું પ્રતિક છે. ભક્તજનો આ પૈકી પોતાની પસંદનો કોઇપણ રંગ પસંદ કરીને તેના ધ્વજાજી શિવડાવી શકે છે. શ્રીકૃષ્ણ વિષ્ણુનાં અવતાર હતા. વિશ્ર્નને રોશનીમય કરતા સૂર્ય અને ચંદ્ર જેવા પ્રાકતિક ચિન્હોને ધ્વજાજીમાં અંક્તિ કરીને સમગ્ર સિૃષ્ટની વંદના કરવાનો ભાવ રહેલો છે. તદુપરાંત સૂર્યવંશી અને ચંદ્રવંશ જેવા ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના અવતારોને દ્રષ્ટિમાન કરવાની ભાવના પણ પ્રગટ થાય છે.

સોનાની ધ્વજા પણ ભક્તોએ ચઢાવી છે

સામાન્ય રીતે દરરોજ પાંચ ધ્વજા બદલે છે. સવારે અને બપોરે ત્રણ અને ચોથી અને પાંચમી ધ્વજાજી સાંજે બદલે છે. હિરભક્તો દ્વારા વિશિષ્ટ અને આકર્ષ્ાક રીતે ધ્વજાજી શીવડાવાય છે. દ્વારકા વિસ્તારમાં કેટલાક દરજીઓ સુંદર ધ્વજાજી બનાવી આપે છે અને તેના નિષ્ણાંત છે. થોડા સમય પહેલાં એક ભક્તે સોનાની તથા અન્ય એક ભક્ત દ્વારા ચાંદીની ધ્વજા પણ ચઢાવવામાં આવી હતી. ધ્વજાજીની સંખ્યા, દર વર્ષ્ો અંદાજે ૧૮૦૦ થી વધારે રહે છે. ૧૯૬૫નાં યુધ્ધમાં પાકીસ્તાને કરેલી બોમ્બ વર્ષ્ામાં દ્વારકાનો બચાવ થયેલો, તે દિવસ એટલે કે વામન જયંતિના દિને ગુગ્ગલી બ્રાહ્મણો દ્વારા શ્રધ્ધાપૂર્વક ધ્વજારોહણ થાય છે, જેમાં પ૦પ સમસ્ત ગુગ્ગલી બ્રાહ્મણ પિરવાર ઉત્સાહભેર ભાગ લે છે.

ધ્વજાજીને લગતી રામજી ભગતની ચમત્કાિરક કથા

દ્વારકામાં બાવન ગજની ધ્વજાજી વિશે વિવિધ માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે. તે પૈકી રામજી ભગતની કથામાં પણ સંદભો” જુદી જુદી જગ્યાએથી મળતા રહે છે. સને ૧૮૯૦માં એક દિવસ દ્વારકાનાં જગત મંદિરના શિખર પર રામનામનો જપ કરતો ભક્ત ધ્વજાજીનાં દંડને સ્પર્શીને ઊભેલો સૌએ જોયો. આ ભક્ત રામજી ભગત હતા. રામજી ભગતે નીચે ઉતરવા માટે ગુગ્ગલી જ્ઞાતિની નાત જમાડીને કોઇ ધ્વજાજી ચડાવે તો જ ઉતરવાની શરત રાખી. મહાજનોએ એ શરત સ્વિકારતાં એ નીચે તો ઉતર્યો પણ વારંવાર આ ઘટના ફરી ફરી બનવા લાગી.

ચોકીદારોનો સખ્ત પહેરો અને ચોક્સાઇ છતાં રામજી ભગત કોઇ દૈવી શક્તિથી ઉપર ચડી જતાં અને તેને ઉતારવા ફનું શેઠ નામના વેપારી ધ્વજા ચઢાવવાનું કબૂલ કરતાં. આમ વારંવાર બનનારી આ ઘટનાથી લોકોને શંકા વાગી કે કદાચ ગુગ્ગલી બ્રાહ્મણ જ આ રીતે ભગતને ચડાવી દેતા હશે. પરંતુ રામજી ભગતની બંને આંખો જતી રહેતા સુરદાસ થઇ ગયા તે પછી ચોકીદાર સિવાયની અન્ય વ્યક્તિઓની ચોક્સાઇ છતાં સુરદાસ હોવા છતાં રામજી ભગત શિખર પર ચડી જતાં હતા ને ફનું શેઠનાં વચને ઉતરતા હતા. તે પછી ફનું શેઠ ધામધૂમથી ધ્વજાજી ચઢાવતા હતા. ફનું શેઠને પણ આ સેવા ફળી હતી અને તેમનાં ઘેર પુત્રનું પારણું બંધાયું. દ્વારકાનાથજીનું સ્મરણ થતું રહે તે હેતુથી પુત્રનું નામ દ્વારકાદાસ રખાયું. વર્ષ્ો પછી આ દ્વારકાદાસ મુંબઇમાં સ્થાયી થયા અને કાપડ બજારમાં વેપાર કરતા હતા. આજે પણ દ્વારકાદાસનો પિરવાર મુંબઇમાં રહે છે.

રામજી  ભગત વિશે કહેવાય છે કે અન્ય મંદિરોનાં પ્રચલિત સંતોએ રામજી ભગતને તેઓની પાણીદાર ઘોડી લઇને દ્વારકાથી ૩૯ કી.મી. દૂર કુરંગા અને ચરકલાની સીમમાં મૂકી આવતા હતા અને પાછા આવે તો રામજી ભગત મંદિરના શિખર પર રામનામની માળા કરતા દ્રશ્યમાન થતાં હતા. આવું વારંવાર કરવા છતાં રામજી ભગત પરત આવી જતાં તે વેળાએ વાહન વ્યવહાર આટલો ગતિમાન ન હતો અને અશક્ય માની શકાય તે રીતે દિવ્યશક્તિની મદદથી રામજી ભગત પાછા આવી જતા. આથી ધ્વજાજી ચઢાવવાનો મહિમા વધુ સારી રીતે વધ્યો તેવું મનાય છે.

Img 20210801 Wa0012 ધ્વજાજીની પૂજનવિધિ અને અબોટી બ્રાહ્મણના ત્રિવેદી પિરવાર દ્વારા ધ્વજારોહણ

શ્રી દ્વારકાધીશજીની ધ્વજાજીનું અલૌકિક સ્વરૂપ દિવ્ય અને ભવ્ય છે. બ્રાહ્મણો પૂજાવિધિમાં બેસનાર સૌ કોઇને તિલક કરે છે અને વૈદિક વિધિથી પૂજન કરાવાય છે. તે પછી ધ્વજાજી ચઢાવવાના અધિકારી અબોટી બ્રાહ્મણના ત્રિવેદી પિરવાર દ્વારા સાત માળ ઊંચા મંદિરનાં શિખર પર જઇને ધ્વજાજી બદલાવાય છે. બ્રાહ્મણો દ્વારા ધ્વજાજી બદલાવી, નવી ધ્વજાજી ચઢાવીને ત્યાંથી જ શ્રીફળ નીચે ગબડાવી વધેરવામાં આવે છે જેની ભક્તો પ્રસાદી લઇ ધન્યતા અનુભવે છે.

ધ્વજારોહણ,  શોભાયાત્રા,  સમૂહ પ્રસાદી અને દાન દક્ષિણાનું મહાત્મ્ય

ધ્વજાજીની પૂજનવિધિ પછી ધ્વજા ચઢાવનાર પિરવાર અને તેના આમંત્રિતો ઢોલ શરણાઇ કે બેન્ડ સાથે નાચતા કૂદતા ભાવવિભોર અને આનંદવિભોર બનીને ભગવાન શ્રીકૃષ્ણના ગીતો ગાતા-ગાતા દ્વારકાના રાજમાર્ગો પર ફરે છે. ધ્વજારોહણ બાદ પિરવારજનો અને આમંત્રિતો દ્વારા સમૂહ પ્રસાદ લેવાય છે. તે પછી ભક્તિ સંગીત કે ધૂનનાં કાર્યક્રમો યોજાય છે. આ ભાવભર્યા પ્રસંગોએ ભક્તજનો ભાવવિભોર બની જાય છે અને જીવનમાં કાંઇક ઉત્તમ કાય’  ર્ર્ક્યાની ધન્યતા અનુભવે છે. ધ્વજારોહણ નિમિત્તે ભક્તો યથાશક્તિ દાન દક્ષિણા આપે છે.

દ્રારકામાં રહેતા ગુગ્ગલી બ્રાહ્મણોમાં બ્રહ્મભોજનના વિકલ્પે નિયત કરાયેલ અનાજ કે રોકડ દક્ષિણા અપાય છે. તે ઉપરાંત ભક્તો યથાશક્તિ ગરીબો અને જરૂીરયાત મંદોને દાન કરે છે અને ગુગ્ગલી બ્રાહ્મણો, અબોટી બ્રાહ્મણોને નિયત દક્ષિણા અને અન્ય બ્રાહ્મણોને દક્ષિણા, ગાયોને ઘાસચારો અને અન્ય દાનપૂન્ય કરીને ધન્યતા અનુભવે છે. આમ, દ્વારકામાં ધ્વજારોહણનો પ્રસંગ ભક્તો માટે જીવનની ધન્યતા અને ઇશ્ર્નર પ્રત્યે નિષ્ઠાનો આત્મીય અને આધ્યાત્મિક પ્રસંગ બને છે. ધ્વજારોહણ માટેનું બુકીગ ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિની કચેરીના ફોન નં. (૦ર૮૯ર) ર૩૪૧૦પ ઉપર થઇ શકે છે. ધ્વાજીની વધુ માહિતી માટે દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ ૂૂૂ.મૂફસિફમવશતવ.જ્ઞલિ પરથી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.