Abtak Media Google News

મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે 80 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોનિક સાધનો અને પર્ફ્યુમને ઝડપી પાડ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ દોઢ કરોડ રૂપિયા ની વેલ્યુ ધરાવતી ચીજ વસ્તુઓ કુલ 80 કરોડ રૂપિયા ની નિર્ધારિત થાય જે અંગેની બાતમી ડીઆરઆઈને મળતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એસી કરોડ રૂપિયાનો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

રેવન્યુ ઇન્ટેલિજન્સને મળી સફળતા, દોઢ કરોડના માલ સામે 80 કરોડ રૂપિયાનો માલ પકડાયો !!!

માલ જપ કરવામાં આવ્યો તેમાં ઇલેક્ટ્રોનિક સાધનો , ઈ સિગરેટ ,મોબાઈલ એસેસરી,  બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ વોચ પકડી પાડવામાં આવી છે. જે ચીજ વસ્તુઓ પકડવામાં આવી તેની માર્કેટ વેલ્યુ 80 કરોડ રૂપિયા થઈ હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં ડમી આયાતકારોને જે રીતે સિન્ડિકેટ દ્વારા ઊભા કરવામાં આવી આ પ્રકારનું કૌભાંડ આચારવામાં આવતું હતું તે સિન્ડિકેટ ઉપર પણ હવે રેવન્યુ ઇન્ટેલિજન્સે બાજ નજર રાખી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સંપર્ક સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ ચાઇના થી આવેલા કનસાઈનમેન્ટ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી જે પૈકી છ ક્ધટેનરો શંકાસ્પદ લાગતા તેની તપાસ પણ કરવામાં આવી હતી જે ક્ધટેનર માંથી 33,138 યર ફોન અને મોબાઈલ ફોનની બેટરી પકડી પાડવામાં આવી છે એટલું જ નહીં 4,800 જેટલી ઇસીગ્રેટ સાથે 7.11 લાખ ઇલેક્ટ્રોનિક અને એસેસરીઝને પકડી પાડવામાં આવી છે સામે 29,000 જેટલા બ્રાન્ડેડ બેગ્સ અને શૂઝ ની સાતો સાત કોસ્મેટીક ચીજ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવેલી છે અને આ તમામ ચીજ વસ્તુઓને ઇન્ડિયન કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ સીઝ કરી દેવાય છે. એ તપાસ કરવામાં આવી તેમાં જે આયાતકારો નું નામ સામે આવ્યું છે તેનો કોઈ અસ્તિત્વ ન હોવાનું ખોલ્યું છે અને આ પ્રકારની ગેરેંટી સિન્ડિકેટ દ્વારા આચરતી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ કેસ સાથે જોડાયેલા બે શંકાસ્પદ લોકોની હાલ તપાસ શરૂ છે અને તેઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. તુજ નહીં રેવન્યુ ઇન્ટેલિજન્સે હમણાં જ 64 કરોડના રમકડા, 74 કરોડની કોસ્મેટિક ચીજ વસ્તુઓ અને 134 કરોડની સિગરેટ પકડી પાડી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.